સામાન્ય જ્ઞાન.... 👉 કયું પ્રાણી ઉડી શકે:-- *ચામાંચીડિયું* 👉બિલાડી કુળ નું સૌથી લાબું પ્રાણી:-- *વાઘ* 👉પાણી માં દેડકો કઇ રીતે શ્વાસ લે છે:-- *ચામડી ઘ્વારા* 👉કયું પક્ષી ચાંચ ઊલટી રાખીને ખાય છે:-- *સુરખાબ* 👉પાટણવાડી કયા પ્રાણીની જાતિની જાત છે:-- *ઘેટાં* 👉ગુજરાત માં સૌથી વધુ ગાયો ની સંખ્યા:-- *રાજકોટ* 👉ઊંટ સંવર્ધન કેન્દ્ર ક્યાં :- *ઘારી કચ્છ* 👉ગરીબોની ગાય:-- *બકરી* 👉ગુજરાત ની સૌથી પ્રાચીન નદી:-- *સરસ્વતી* 👉ગુજરાત ની દક્ષિણ માં આવેલી છેલ્લી નદી:-- *દમણગંગા* 👉સ્ટેચ્યુ ઓફ યુનિટી નો શિલાન્યાસ કયારે અને કોને કર્યો હતો:-- *31 ઓક્ટોમ્બર 2013 ,શ્રી નરેન્દ્રભાઇ મોદી* 👉ગુજરાત ની કઇ નદીનો ઉલ્લેખ તોલેમીએ મોફિસ તરીકે કરેલ છે:-- *મહી નદી* 👉WALMI (વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ) ક્યાં આવેલ છે:-- *આણંદ* 👉નવા કાપ ની જમીન ને શુ કહેવાય:- *ભાઠા ની જમીન* 👉રેતાળ કાંપ ની સ્થાનિક જમીનોને ક્યા નામે ઓળખવામાં આવે છે :-- *બેસર* 👉નાઇટ્રોજન તત્વ ધરાવતી જમીનોને કયા નામે ઓળખવામાં આવે છે:-- *લેટેરાઈટ* 👉ગુજરાત માં કઇ જમીનનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે:-- *કાંપની જમી...
ભક્ત બોડાણો (વિજયસિંહ બોડાણા) ગુજરાતનાં ખેડા જિલ્લામાં આવેલ ડાકોર ગામનો રહેવાસી હતો. ક્ષત્રિય કુળમાં જન્મેલા બોડાણા રણછોડરાય પ્રત્યે અપાર ભક્તિ ધરાવતા હતા. રણછોડરાયને પ્રસન્ન કરવા તેમની ૭૨ વર્ષની વય સુધી તેમણે દર છ મહિને હાથમાં તુલસી વાવેલું કુંડુ લઇ પગપાળા દ્વારકા સુધી યાત્રા કરી હતી. બોડાણાની ઉંમર થતાં તેનામાં અશક્તિ આવી અને છેલ્લી છેલ્લી યાત્રા દરમ્યાન તેણે મનમાં ફરી કદાચ નહી આવી શકવા માટે અફસોસ વ્યક્ત કર્યો. તેની આ ભક્તિથી રીઝાયેલા દ્વારકાધિશે તેને સ્વપ્નમાં આવીને કહ્યું કે એક ગાડું લઈને તે દ્વારિકાપુરી જાય. જ્યારે બોડાણો મહા મુસીબતે ગાડાની વ્યવસ્થા કરીને દ્વારિકા જાય છે, ત્યારે ભગવાન તેની સાથે ડાકોર જવા નીકળી પડે છે. આ કથા રણછોડ બાવની નામની પદ્ય રચનામાં સુંદર રીતે ગવાય છે. વિક્રમ સંવત ૧૨૧૨ની કારતક સુદ પૂનમના રોજ વિજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇને દ્વારિકાધીશનું બીજું સ્વરૂપ ડાકોરમાં પધાર્યું હતું જે રણછોડરાય તરીકે ઓળખાય છે. ડાકોરનું રણછોડજી મંદિર જે આજે જોઈ શકાય છે તેનું નિર્માણ ગોપાલ જગન્નાથ તાંબવેકર નામના મરાઠી સદ્ગૃહસ્થે તે સમયે રૂ.૧ લાખના ખર્ચે ઇ.સ. ૧૭૭૨માં બંધાવ...
Comments
Post a Comment