Posts

Showing posts from January, 2018

પ્રસાદીનો સ્તંભ

Image
જય સ્વામિનારાયણ..... કોઇ હરીભગત બહારગામથી નરનારાયણ દેવના દર્શન કરવાં આવતાં હોય અને જો દર્શન બંધ હોયને તો આ થાંભલાના દર્શન કરશે એને હું નરનારાયણ દેવના દર્શનનું ફળ આપીશ. આવું મહારાજે અમદાવાદમા વચન આપ્યું.           અમદાવાદના ભક્તોએ આ સ્તંભ ના દર્શન કર્યાં જ હશે, પણ કદાચ કોઇને મહાત્યમ ખબર ન હોય તો જરૂર આગળ વાંચજો....            અમદાવાદ કાલુપુર મંદીરનું કામ પુર જોશમા ચાલે છે. ઇડરથી મંદીરના પથ્થરો લાવવામાં આવે છે. એક હરીભગત (નામ છેલ્લે કહીશ) શીખરમા મુકવાં માટે ૧૬૦ મણ વજનનો પથ્થર ગાડાંમા ચડાવ્યો. વધું વજન આવવાને લીધે બળદનો પગ મરડાઇ જાય છે અને બળદને ચાલવાની તાકાત રહેતી નથી. આ ભગતે બીજો કોઇ બળદ અથવા મજુર મળે એ માટે તપાસ કરી પણ કોઇ મળ્યું નથી. છેવટે વિચાર્યું કે આ બળદની જગ્યાએ હું રહી જાવ તો...! અને આ ભગત એ પથ્થર ગાડામાં ચડાવી અને પોતે ગાડું ખેંચવાં તૈયાર થાય છે. અને ચાલતાં ચાલતાં રસ્તાંમા ગામ ગોધાવી નજીક ગાડાનો ઇસોટો ભાંગી જાય છે. અને આ ભગત બળદની સામે જુવે છે ત્યાં ધોંસરું બળદની કાંધે અડતું જ ન હતું, આ બળદગાડું એમનામ ચાલતું હતું. અને આશ્ચર્ય નો કોઇ પાર નથી રહેતો, જીંદગી સફળ થઇ ગઇ. અને

અેક ડૉક્ટર

Image
આજે વાત કરું હું ડૉ. એમ વી દુધિયા ની તેમની ઉંમર  85 વર્ષ ની છે તેમનું ક્લિનિક  પતંગ હોટલ ની સામે નોબલ કોમ્પ્લેક્સ માં B-15 માં  આવેલુ છે સાહેબ 85 વર્ષ ના છે છતાં  આજે પણ રોજ સવારે 9વાગે  રીક્ષા માં લૂંગી અને શર્ટ પેહરી ની હાજર થઈ જાય. સાહેબ એટલા પ્રખ્યાત છે કે ગુજરાત ભર માથી લોકો તેમની પાસે પોતાના બીમાર  છોકરાઓ લઈને આવે છે અને નવાઈની વાત તો એ છે કે આટલી મોંઘવારી માં પણ સાહેબ નવા કેસ ના 200 ને જૂના કેસ ના 100 રૂપિયા જ લેય છે બાકી તો ભારત ભરમાં ઘણા ડૉક્ટરો છે જે એક કેસ ના 1200 થી લઇ 2500 રૂપિયા ફી લેય છે મને યાદ છે  થોડા સમય પેહલાં સાહેબ  ક્લિનિક થી સીડી ઉતરતા પડી ગયા ને એમને હાથે ફેક્ચર આવ્યું  અને એમની તબિયત સારી ના હોવા છતાં તે ક્લિનિક આવતા ને રોજ 40 કેસ  લેતા  અને  એમાં  પણ જે  વધારે બીમાર છે , અને જે બહુ દૂર થી આવતા હોય તેમના કેસ પેહલા લેતા , આજના જમાના મા આવા ડોક્ટર સો એ એક મળે.. એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ........ - અશોક સર (ફેસબુક માંથી) 

સમજો તો સારું......

Image
એક અજીબ ઘટના સામે આવી...... એક વાલી પોતાના પુત્રનું મેડીકલ સર્ટિ શાળામાં જમા કરાવવા આવ્યા.તેમના ચહેરા પર વેદના હતી.એક મહિનાની રજા માટે વિનંતી કરી. વાત- ચીત દરમ્યાન જાણવા મળ્યું કે ત્રણેક દિવસ પહેલા તેમના પુત્રનો જન્મદિવસ હતો.મિત્રો તેને શુભેચ્છા આપવા આવ્યા. ફિલ્મ છેલ્લા દિવસના દ્રસ્યનું પુનરાવર્તન થયું. મિત્રોએ મારેલા મારને કારણે તેમના પુત્રના છેલ્લા મણકામાં ક્રેક પડી. ડૉક્ટરે એક મહિનાનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી અન્યથા ઓપરેશન માટે તૈયાર રહેવાની સલાહ આપી. ખેર મિત્રોની શુભેચ્છા આપવાની આ પદ્ધતિ મારી સમજ માં ન આવી. ફિલ્મોનું આંધળું અનુકરણ સમાજને કઈ દિશામાં લઇ જઇ રહ્યો છે..? મારી તમામ બાળકોને નમ્રવિનંતી કે આ પદ્ધતિથી કોઈને પણ શુભેચ્છા આપશો નહીં કે આપવા દેશો નહીં. પોસ્ટની વાત પૂરી કરીને હવે વિચારવાની વાત શરૂ કરીએ. (1) આ અત્યંત ગંભીર ઘટના છે. આપણને ખબર જ નથી કે આનંદ અને મનોરંજન કેવી રીતે મેળવાય. જેનો જન્મદિવસ હોય તેને માર મારીને ઉજવણી થાય એ વાત કેટલી હાસ્યાસ્પદ, વાહિયાત, અમાનવીય અને ક્રૂર છે..કોઈને જન્મદિવસની શુભકામના આપવાની આ તે કોઈ રીત છે... (2) હવે જન્મદિવસની ઉજવણી (અને અન્ય બીજી

સાચો પ્રેમ

Image
એક બહેને ત્રણ સંતોને પોતાના ધર સામે બેઠા દીઠા.  બહેન સંતોને જાણતી હતી. બહેને કહ્યું - સંતો અંદર આવો અને ભોજન કરો. સંતે - કહ્યું તમારા પતિ ઘરમા છે ? બહેને કહ્યું – ના ઈ ઘરમા નથી બહાર ગયા છે. સંતે કહ્યું– અમે ઘરમાં આવશુ જ્યારે તમારા પતિ હશે ત્યારે. સાજે  જ્યારે બહેન ના પતિ ઘરે આવ્યા ત્યારે બહેને પતિને કહ્યું . પતિ કહે – જા જા એમને કહેકે  હું ઘરે આવી ગયો છું  એમને આદર સહિત બોલાવ. બહેન બહાર ગઈ અને સંતોને અંદર આવવાનું કહ્યું. સંતો કહે – અમે ત્રણે જણ ઘરમાં એક સાથે નથી  જતા. બહેન કહે પણ શા માટે  ?  એમાથી એક સંતે કહ્યું – મારું નામ ધન છે . ત્યારે ઈ સંતે ઈશારો કરીને કહ્યું  – ઈ  બે જણ નુ નામ સફળતા અને પ્રેમ છે. પણ અમારા માથી કોઈ એક જણ અંદર આવી શકે. બહેન આપે ઘરમાં જઈને  બધાને પુછી જુવો કે કોને કોને બોલાવવા છે. બહેન અંદર જઈને પતિને કહ્યું બહેનના પતિ બહુજ પ્રસન્ન થઈ ગયા. અને બોલ્યા તો પછી ધનને જ  આમંત્રણ આપવું જોઈએ. આપણુ ઘર ખુશિયોથી ભરાઈ જશે. પત્ની કહે – મને લાગે છે કે આપણે સફળતાને જ આમંત્રણ આપવું જોઈએ. એમની દીકરી બીજા રૂમમાં આ બધુ સાંભળતી હતી. બહેન એમની પાસે ગઈ અને બોલ