Posts

Showing posts from February, 2018

Notebook

Image
મારી સાથે બોલે છે ને ? એમ પૂછીને પણ એકબીજા સાથે બોલતા, રીસેસમાં ફક્ત લંચ બોક્સના નહિ, આપણે લાગણીઓના ઢાંકણાં પણ ખોલતા. કિટ્ટા કર્યા પછી ફરી પાછા બોલી જતા, એમ ફરી એક વાર બોલીએ, ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ. ચાલુ ક્લાસે એકબીજાની સામે જોઈને હસતા’તા, કોઈપણ જાતના એગ્રીમેન્ટ વગર, આપણે એકબીજામાં વસતા’તા. એક વાર મારું હોમવર્ક તેં કરી આપ્યું’તું, નોટબુકના એ પાનાને મેં વાળીને રાખ્યું’તું. હાંસિયામાં જે દોરેલા, એવા સપનાઓના ઘર હશે, દોસ્ત, મારી નોટબુકમાં આજે પણ તારા અક્ષર હશે. એક પણ પ્રશ્ન પૂછ્યા વગર જ્યાં આપણા આંસુઓ કોઈ લૂછતું’તું, એકલા ઉભા રહીને શું વાત કરો છો ? એવું ત્યારે ક્યાં કોઈ પૂછતું’તું ? ખાનગી વાત કરવા માટે સાવ નજીક આવી, એક બીજાના કાનમાં કશુંક કહેતા’તા ત્યારે ખાનગી કશું જ નહોતું અને છતાં ખાનગીમાં કહેતા’તા. હવે, બધું જ ખાનગી છે પણ કોની સાથે શેર કરું ? નજીકમાં કોઈ કાન નથી, દોસ્ત, તું કયા દેશમાં છે ? કયા શહેરમાં છે ? મને તો એનું પણ ભાન નથી. બાકસના ખોખાને દોરી બાંધીને ટેલીફોનમાં બોલતા, એમ ફરી એક વાર બોલીએ, ચાલ ને યાર, ફરી થી એક જૂની નોટબુક ખોલીએ...

ચા

Image
એક અમદાવાદ ના વ્યક્તિ ને ત્યાં પાંચ મિત્રો આવ્યા. એની પત્નીએ કહ્યું "ખાંડ ખુટી ગઇ છે જલ્દી થી લેતા આવો, ચા માં જોઇશે ને." એણે કહ્યું "તું ચા એવી જ બનાવ બાકી હું સંભાળી લઇશ." છ કપ ખાંડ વગરની ચા આવી ત્યારે પેલા ભાઇએ મિત્રો ને કહ્યું" આમાંના એક કપમાં ચા માં જાણી જોઇને ખાંડ નથી નાખી. જેને એ કપ આવશે એને ત્યાં આપણે બધા આવતા રવિવારે જમવાનું રાખીશું." બધાએ ચા પીધી પછી જ્યારે દરેક ને પુછવામાં આવ્યું કે "કેવી હતી?" દરેકે કહ્યું " બહુ ગળી હતી" આને ‌કહેવાય  ગુજરાતી..... -અશોક સર.....