Posts

Showing posts from August, 2017

તોપનું લાયસંસ

Image
                                 "મેં" તોપના લાયસંસ માટે કલેકટરમાં અરજી કરી, કલેકટરના હાથમાં અરજી આવતા તે ચોકી ગયા કારણ કે આજ દિવસ સુધીમાં તોપના લાયસંસની માંગણી કરતી અરજી તેની પાસે આવી નહોતી. તેમને અરજીમાં શેરો માર્યો” મને રૂબરુ બોલાવ્યો” કલેકટર –  તમે આ તોપના લાયસંસની અરજી કરી છે? મેં કહ્યું – હા સાહેબ.. કલેકટર – તમારે તોપને શું કરવી છે? મેં કહ્યું- સાહેબ સાવ સાચી વાત કરૂ ... આ પહેલા મેં બેંકમાં એક લાખની લોન લેવા માટે માંગણી મુકેલી તો દસ હજાર જ મંજુર થયા, બે વર્ષ પહેલા અતિવ્રષ્ટી થવાને કારણે મારો ઉભો મોલ બધો જ ધોવાઇ ગયો, બે લાખના નુકશાનની સામે સરકારે વળતર પેટે માત્ર ૨૦ હજાર મંજુર કર્યા, ગયા વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ હતી તો કુવો ખોદવા દોઢ લાખની માંગણી મુકી તો ત્રીસ હજાર મંજુર કર્યા. સાહેબ આ ઉપરથી હું સમજી ગયો કે જરૂર કરતાં ચાર ગણુ માંગવુ ...સાહેબ મારે તો વાંદરા 🐒ભગાડવા માટે એક પિસ્તોલની જરૂર હતી એટલે મને થયું કે જો હું પિસ્તોલની માંગણી મુકીશ તો મને ગીલોલનું લાયસંસ આપીને કાઢી મુકશે એટલે મેં આ વખતે તોપનું લાઇસંસ માંગ્યું જેથી કાપી કાપીને પિસ્તોલનું તો આપે...🔫

કોફી ભરેલો કપ

Image
આપણા હાથમાં ગરમ કૉફીનો છલોછલ ભરેલો કપ હોય અને પાછળથી કોઈ નો ધક્કો વાગે અને છલોછલ ભરેલા કપમાંથી ચારે તરફ કૉફી ઢોળાય જાય...  બરાબર આવું જ થાય.  *શા માટે કૉફી જ ઢોળાય?* અરે, તમે જવાબ આપશો કે કોઈ પાછળથી ધક્કો મારે તો કૉફી ઢોળાય જને? ના, આ જવાબ પૂરો સાચો નથી. તમારા હાથ ના કપમાંથી કૉફી ઢોળાય, કારણ કે કપ કૉફીથી ભરેલો હતો.  જો કપ ચાથી ભરેલો હોત તો... ચા ઢોળાત! જે કપની અંદર હોય એ છલકાયને બહાર આવી જાય... પછી એ ચા હોય, કૉફી કે દૂધ કે લસ્સી કે પછી શરબત... જે અંદર હોય કપની એ જ બહાર છલકાય. આ વાતમાં છુપાયેલો સંદેશ..  સંદેશ છે કે આ છલોછલ ભરેલો કપ એ આપણે છીએ. જ્યારે જીવનમાં આપણને સમય-સંજોગ પ્રમાણે ધક્કો લાગે ત્યારે આપણી અંદર જે હોય એ બહાર છલકાય છે.  જ્યાં સુધી ધક્કો ન વાગે ત્યાં સુધી તો આપણે બરાબર સારા બનવાનો દંભ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે ન ગમતું બને, ધક્કો વાગે ત્યારે હકીકતમાં અંદર રહેલું વ્યક્તિત્વ બહાર આવી જાય છે. આપણે આપણી જાતને પૂછવાનું છે કે આપણે કપ હોઈએ- ધક્કો વાગે તો બહાર શું છલકાય? જિંદગીનો ધક્કો વાગે ત્યારે શું છલકાશે? શું ઢોળાશે? આનંદ, આભાર, શાંતિ, માનવતા, વિનમ્

જય ગણેશ

Image
            સાચેજ ભગવાન ભાવનાનો ભૂખ્યો છે. મારી બાજુની સાઈટમાં મજૂરોના નાના નાના ભૂલકાઓ પણ બાપાને રાજી કર્યા. એ પણ પાંચ દિવસ .                હા થાળમાં મુકેલા પથ્થર કે કાંકરા ... વિદુરપત્ની ની કેળાની છાલ... એ પ્રભુ એ જમ્યા હશે... મારો બાપ સહજાનંદ મછીયાવમાં પ્રેમથી આપેલ સિરો જે દળેલ સાકરની જગ્યાએ રેતી માં બનાવેલ એ પણ ભક્તના ભાવથી ખાધેલો. ..... આ નાના ભૂલકાંઓ ના પુણ્ય થીજ પૃથ્વી ટકી છે. ↬અશોક સર... (ઉમેશભાઇનો આભાર) આવી અન્ય રસપ્રદ અને પ્રેરણાત્મક પોસ્ટ વાંચવા વિઝીટ કરો.....  અમારી વેબસાઈટની લિંક... https://ashoktholiyaeducation.blogspot.in/?m=1

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

Image
કાઠિયાવાડમાં કો'ક દિ,... પાસવર્ડ એજ્યુકેશન મિત્રો આપણો આ એક ખૂબ જ પ્રસિદ્ધ અને સાંભળેલો દુહો છે. પાલુભાઈ ગઢવીનો કે,,,            "કાઠિયાવાડમાં કો'ક દિ           અહીં  ભુલો પડય ભગવાન,           પણ મારો થાજે મેમાન           તારુ સવર્ગ ભુલાવું શામળા"; તો શા માટે કાઠિયાવાડમાં બીજે ક્યાંય કેમ નહી?  જવાબમા અહીં ગોવિંદભાઈ  ચારણના બે ચાર દુહામાં ચર્ચા કરવી છે  કે, 1)     " સુદામાંને દેતા સંપત્તિ           તને રોકતી રાણીયું તોય,           પણ દિકરો ખાંડીને ખવરાવે           અમારી કાઠિયાવાડી કોય."  સંગાવતી શગાળસા અને ચેલૈયો આ પ્રસંગ જાણીતો છે. 2)કયારેય કોઇ ભૂત મેમાન ગતી કરાવે એવુ સાંભળવા મળે? તો કે ના! તો અમારા કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ ઈ કોણ તો,,,,,     "ભોજન ઉતારા ભાવથી      અહીં તો ભૂતની ભલકયુ જોય,      પણ મર્દ પટાધર માઁગડો      અમારી કાઠિયાવાડી કોય" આખી જાનને જમાડી સાહેબ વડની નીચે ઈતિહાસ આજે પણ સાક્ષી છે. 3)ચોર ચોરી કરવા આવે એના સન્માન હોય નહી પરંતુ અમારી કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ ઈ કોણ  તો,,,       " તોળી આપ

પપ્પાની પરી

Image
પાસવર્ડ એજ્યુકેશન પિતા -પુત્રી એક પોતીકાપણું પપ્પા આજે  મેં તમારાં માટે દૂધપાક બનાવ્યો છે એક ૧૦ વર્ષની દીકરીએ એના પિતાને કહ્યુ ....... જે હમણાં જ ઓફિસેથી કામ પતાવીને ઘરમાં દાખલ થયાં હતાં ...... " વાહ શું વાત છે !!!! " " લાવ ચલ ખવડાવ..... !!!" આ સાંભળીને તરતજ દીકરી પિતા પાસે દોડતી આવી અને એમની આંગળી પકડીને રસોડામાં લઇ ગઈ અને એક મોટો વાડકો ભરીને દૂધપાક એમનાં હાથમાં ધર્યો પિતાએ દૂધપાક ખાવાનો શરુ કર્યો અને દીકરીની સામે જોયું......         પિતાની આંખમાં આંસુ હતાં "શું થયું પપ્પા .........દૂધપાક સારો નથી બન્યો કે શું?  નાં બેટા દૂધપાક તો બહુજ સારો બન્યો છે અને જોતજોતામાં તો એમને એ વાડકો પૂરો ખાલી પણ કરી દીધો  !!!        એટલામાં એની માં બાથરૂમમાંથી નાહીને બહાર નીકળી અને બોલી "લાવ મને પણ ખવડાવ તારો દૂધપાક !!!! પિતાએ દીકરીના હાથમાં  ૫૦ રૂપિયાની નોટ પકડાવી દીધી. દીકરી ખુશ થતી થતી મમ્મી માટે રસોડામાંથી એક બીજા વાડકામાં દૂધપાક લઈને આવી...                 પણ આ શું !!!! જેવો મમ્મી એ દૂધપાક ચમચી વડે મોઢામાં મુક્યો કે તરત જ  એણે ગુસ્સાથી કહ્યું. &quo

Cockroach Theory by Sundar Pichai

Image
    ગુગલનાં સી.ઇ.ઓ. પાસવર્ડ એજ્યુકેશન ગુગલના સી.ઈ.ઓ. સુંદર પીચાઈ એ કહેલ કોકરોચની વાર્તા વાંચવા જેવી છે ...! સુંદર પીચાઈ એ 2004 માં ગુગલ, જોઈન કર્યું અને ભારતીય યુવાનોની પ્રેરણા બની ગયા ...!            એક વખત એક રેસ્ટોરન્ટમાં એક કોકરોચ ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડયું ..., એ મહિલા ડરી ગઈ અને બૂમો પાડવા લાગી ..., તે એકદમ ગભરાઈ ગઈ અને કોકરોચને દુર કરવા પ્રયાસ કરવા લાગી ..., ઘણી કૂદા-કૂદ કર્યા પછી એ કોકરોચ દૂર થયુ ..., પણ, એ કોકરોચ ત્યાંથી ઊડીને બીજી મહિલા ઉપર ગયું. હવે તે મહિલા પણ બચાવ માટે બૂમો પાડવા લાગી. એક વેઈટર એ કોકરોચને દુર કરવા માટે આગળ વધ્યો એટલામાં એ કોકરોચ વેઈટર ઉપર પડયું ...; વેઈટરે ખૂબ જ શાંતીથી પોતાના શર્ટ ઉપર રહેલ કોકરોચનું અવલોકન કર્યું, અને ખૂબ જ ધીરજથી હાથમાં પકડી રેસ્ટોરન્ટમાંથી બહાર ફેંકી દીધું ...! હું કોફી પીતા-પીતા આ મનોરંજન જોઈ રહ્યો હતો. ત્યારે મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે ..., શું ખરેખર, આ બન્ને મહિલાઓનો ભયાનક વ્યવહાર અને અશાંતિ માટે તે કોકરોચ જવાબદાર હતુ ? અને જો એમ જ હોય તો વેઈટર અશાંત કેમ ન થયો? એણે ખૂબ જ શાંતિથી કોકરોચને દુર કર

મારી માં

Image
(છેલ્લે સુધી વાંચજો)           એકવાર સાંજે ઓફિસથી ઘરે આવતા સમય જોયું કે નાનું બોર્ડ રેકડીની છત ઉપર લટકતું હતું જેના પર માર્કરથી લખ્યું હતું : ઘરમાં કોઈ નથી, મારી ઘરડી માં બિમાર છે, મારે થોડી-થોડી વાર એમને ખવડાવવા, દવા અને હાજત કરાવવા જવું પડે છે, જો તમને ઉતાવળ હોય તો તમારી ઈચ્છાથી ફળ તોલીને ખુણામાં પડેલા પથ્થર નીચે પૈસા મુકી દેશો. સાથે જ મુલ્ય પણ લખેલું છે. અને જો તમારી પાસે પૈસા ના હોય તો મારી તરફથી લઇ લેજો. અનુમતિ છે. મેં આમ તેમ જોયું.બાજુમાં પડેલું ત્રાજવું લઇને બે કિલો સફરજન અને એક ડઝન કેળા લીધા,બેગમાં નાખ્યા, ભાવ પત્રકમાં ભાવ જોયો, પૈસા કાઢીને પથ્થર ઉપાડ્યો, ત્યાં સો, પચાસ અને દસ- દસની નોટ પડી હતી. મેં પણ પૈસા ત્યાં મુકી દીધા. બેગ ઉપાડી ને ઘરે આવી ગયો.જમ્યા પછી મારી પત્ની અને હું ફરતા -ફરતા ત્યાંથી નીકળ્યા તો જોયું કે જર્જરિત આધેડ વયનો વ્યક્તિ મેલા કુર્તા પાયજામો પહેરીને લારી લઈને બસ જવાનાં જ હતા. એણે અમને જોઇને સ્મિત આપ્યું અને બોલ્યા, “સાહેબ ! ફળ તો ખતમ થઇ ગયા. મેં એમ જ વાત શરૂ કરવાના ઈરાદાથી પૂછ્યું, એમણે કહ્યું પણ મેં સાંભળ્યું ના સાંભળ્યું કરી ને કુતુહલવશ લારી પર લ

Pappa..... I..... Love.... You.....

Image
પાસવર્ડ એજ્યુકેશન સમય કાઢી ને જરૂર વાંચજો દીકરાએ મને પૂછેલું કે, "પપ્પા, મધરનો સ્પેલિંગ શું થાય ? મેં કહ્યું બેટા, "M O T H E R" પછી એ બોલ્યો, મમ્મા, આમાંથી "M" કાઢી નાખીએ તો શું થાય ? મેં કહ્યું,  "OTHER". પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , "જેમ "MOTHER" માંથી "M" નીકળી જાય તો other થઇ જાય, એમ જો ફેમીલીમાંથી Mother નીકળી જાય તો બધા Other થઇ જાય...!!!" હું હસી પડ્યો....!! મેં આગળ પુછ્યુ, "તો FATHER માંથી "F " નીકળી જાય તો????" તો એ હસતા હસતા બોલ્યો, "પપ્પા,  તો તો બધા “અધ્ધર” જ થઇ જાય...!!!" કેટલી સહજતાથી એને ઘણુંબધું કહી દીધું. આવી અન્ય રસપ્રદ અને પ્રેરણાત્મક પોસ્ટ વાંચવા વિઝીટ કરો.... https://ashoktholiyaeducation.blogspot.in/?m=1 પિતા ભલે માતાની જેમ એની કુખે સંતાનને જન્મ નથી આપતા પણ પિતા થકી જ સંતાનનો જન્મ સાર્થક થાય છે. દેવકીની પીડા સૌ જાણે છે, પણ અડધી રાત્રે નદીના ઘોડાપૂર પાર કરનાર વાસુદેવની પીડા કોણે જાણી? કૌશલ્યાના ગુણગાન ગવાય છે, પણ મજબૂરીના પહાડ નીચે દટાય

દોડવીર...... ફૌઝાસિંહ.....

Image
શૈલેશ સગપરીયાની બુકમાંથી (પાસવર્ડ એજ્યુકેશન)  પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શક્યા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગ ઉપર માત્ર ઉભા જ નથી થવુ, દોડવું પણ છે. મજબુત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવુ નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યુ. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મુકી દીધુ. 1992માં ફૌઝા સિંહના પત્નિનું અવસાન થયુ. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નિની વિદાયનું દુ:ખ હળવું હરવા મનને બીજી કોઇ દીશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યુ. લોકોએ કદાચ એના આ વિચારને પાગલપન સમજ્યુ હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરુ કર્યુ. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેકટીસ

ઘડપણ..... मै.... हुं..... ना.....

Image
પાસવર્ડ એજ્યુકેશન (અશોક સર)  હું સવાર ના છાપું વાંચી રહયો હતો...ત્યાં..રસોડામાંથી મધુર અવાજ પત્નીનો સાંભળ્યો... એ ય ! સાંભળો છો.. ચ્હા-નાસ્તો તૈયાર છે. મારા દરેક કામ પડતા મૂકી તેનો સુરીલો અવાજ સાંભળવા નો લહાવો હું ચુકતો નથી ...  આ .એજ આવાજ..છે જયારે લગ્ન થયા હતા.. અને આજે ૬૧ વર્ષ ની ઉંમરે પણ આ જ શબ્દ ની મધુરતા.... આ એજ ધર્મપત્ની છે...જેની સાથે ૩૨ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા ત્યારે ..તેની સાથે દલીલ કરતા કરતા હું થાકી જતો.પણ એ હથિયાર કદી નીચે ના મુકતી... જબરજસ્ત જીવન માં ઉંમર પ્રમાણે પરિવર્તન છેલ્લા દશ વર્ષ થી હું જોઈ રહ્યો છું....તેનું અાધ્યાત્મિક લેવલ ઉપર જતું હતું.. ઘડપણ..આવે એટલે ઝગડા કરવા ની શક્તિ અદ્રશ્ય થતી જાય. સમજ શક્તિ ખીલતી જાય  પહેલાં ..નાની.. નાની વાતો ઉપર દલીલ અને ઝગડા નું સ્વરૂપ લેતા હતા આજે.. દલીલો..ને હસવામાં કાઢી નાખીએ છીએ.. કારણ ...સમય અને પરિસ્થિતિ ની થપ્પડ ઓ ભલ ભલ ને ઢીલા કરી નાખે છે...  એક કારણ  ઉમર નું પણ છે...સતત એક બીજા ને બીક લાગે છે... કયું પંખી કયારે ઉડી જશે તે ખબર નથી.. બચેલા દિવસો આનંદ અને મસ્તી થી વિતાવી લઈએ . પતિ...પત્ની ના સંબંધોમાં

એક ચાન્સ

Image
મોતીચારો ભાગ-7માંથી.... (પાસવર્ડ એજ્યુકેશન)  યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. આટલાં વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિસાસો નંખાઈ ગયો. એ ઊભી થઈ. બારી પાસે જઈને બહાર જોયું. આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યાં હતાં. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું. લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતાં એ એને યાદ આવી ગયું. બંને એકબીજામાં કેવા ગૂંથાઈને રહેતાં અને એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. એકબીજા સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું વગેરે

55 સુંદર વાત

Image
ખરેખર વાંચવા જેવું.. 1. "કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ. 2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય. 3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં. 4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો. 5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો. 6. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો. 7. કોઈને મહેણું ક્યારેય ન મારો. 8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી. 9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય. 10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં. 11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો. 12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો. 13. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ. 14. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં. 15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો. 16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું. 17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં. 18. જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો. 19. તમને ન પોષાય તો પણ વારંવ

अनसुनी कहानी......

Image
 शहर में एक वैधजी हुआ करते थे, जिनका मकान  एक पुरानी सी इमारत में था। वैधजी रोज  सुबह दुकान जाने से पहले पत्नी को कहते कि जो कुछ आज के दिन के लिए तुम्हें आवश्यकता है एक चिठ्ठी में लिख कर दे। पत्नी लिखकर दे देती । आप दुकान पर आकर पहले वह चिठ्ठी खोलते। पत्नी ने जो बातें लिखी होती। उनके भाव देखते , फिर उनका हिसाब करते। फिर परमात्मा से प्रार्थना करते कि हे भगवान ! मैं केवल तेरे ही हुक्म के अनुसार में तेरी बंदगी  छोड़कर यहाँ दुनियादारी के चक्कर में आ बैठा हूँ। ज्योंही तू मेरी आज की जरूरी पैसो की व्यवस्था कर देगा।उसी समय यहां से उठ जाऊँगा और फिर यही होता। कभी सुबह साढ़े नौ, कभी दस बजे वैधजी रोगियों की समाप्ति कर वापस अपने घर चले जाते। एक दिन वैधजी ने दुकान खोली। रकम का  हिसाब के लिए चिठ्ठी खोली तो वह चिठ्ठी को देखते ही रह गए। एक बार तो उनका मन भटक गया। उन्हें अपनी आंखों के सामने तारे चमकते हुए नजर आ गए लेकिन जल्द ही उन्होंने अपने तंत्रिकाओं पर काबू पा लिया। आटे दाल चावल आदि के बाद पत्नी ने लिखा था, बेटी के दहेज का सामान। कुछ देर सोचते रहे फिर बाकी चीजों की कीमत लिखने के बाद दहेज के सामने

યુવાની

Image
બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે આજે લીફટ બંધ છે અને એ કોઇપણ સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી. એમનો ફ્લેટ 80માં માળ પર આવેલો હતો પણ હવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ  ન હોતો. એટલે વાતો કરતા કરતા 20 માળ ચઢી ગયા... 20માં માળે પહોંચ્યા પછી વિચાર્યુ કે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ. 20માં માળ પર થેલા છોડીને એ આગળ વધ્યા ભાર હળવો થવાથી હવે એ સરળતાથી આગળ વધી રહ્યા હતા. 40માં માળ પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા. એક બીજાપર દોષોના ટોપલા ઢોળતા જાય અને દાદરા ચઢતા જાય. 60માં માળ પર પહોંચ્યા પછી સમજાયુ કે હવે ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20 દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું બંધ કરીને આગળ વધ્યા અને 80માં માળ પર આવી પહોંચ્યા અને હાશકારો થયો. મોટાભાઇએ નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ ઘરની ચાવી લાવ.” નાનાએ કપાળ પર હાથ દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર રાખેલા થેલામાં જ રહી ગઇ.

પતિ અને પત્ની માટે........

Image
એક વિચાર..... મારી પત્નીને ઉંચકવાના એ ત્રીસ દિવસ.......... એ દિવસે રાત્રે હું ઘરે આવ્યો અને મારી પત્ની જ્યારે મારું જમવાનું પીરસી રહી હતી, ત્યારે મેં એનો હાથ પકડ્યો અને કહ્યું, ‘મારે તને કશુંક કહેવું છે.’ એ શાંતિથી નીચે બેઠી અને જમવા લાગી. ફરી મેં તેની આંખોમાં જોયું અને મને જાણ થઈ કે મેં ખરેખર એનું મન દુભાવ્યું છે. મને ખબર ન પડી કે હું વાતની શરૂઆત કઈ રીતે કરું, છતાં હું જે વિચારતો હતો એ તો મારે એને કહેવું જ હતું. મેં સ્વસ્થ થઈને શાંતિથી મારી વાત શરુ કરી અને કહ્યું કે : ‘મારે છુટાછેડા જોઈએ છે….’ મારી ધારણાં મુજબ જ આ વાક્ય સંભાળતાં એના મોં પર સંતાપ ન દેખાયો, બલકે એણે નમ્રતાપૂર્વક મને પૂછ્યું, ‘શા માટે ?’ મેં એના પ્રશ્નનો વળતો જવાબ ન આપ્યો. આ વાતથી તે ખૂબ ગુસ્સે થઈ. લાકડાનો તવેથો એ મારી તરફ ફેંકીને આક્રોશમાં બોલી, ‘તું તો માણસ જ નથી….’ તે રાત્રે અમે બન્નેએ એકબીજા જોડે વાત ન કરી. તે રડતી હતી. મને ખ્યાલ હતો કે એને એ જાણવું હતું કે અમારા વૈવાહિક જીવનને થઈ શું ગયું છે ? પરંતુ હું એને સંતોષકારક જવાબ ના આપી શક્યો. મારું હૃદય હવે ‘જેન’ નામની સ્ત્રી માટે ધડકતું હતું. હું મારી પત્નીને પ્ર

સંતાન કે બાળક?........

Image
દરેક માતા-પિતાએ અચૂક વાંચવા જેવું....... રાત્રે જમ્યા પછી ગાર્ડનમાં  ચાલતી વખતે  મેં જોયું કે એક બાળક  બાંકડા ઉપર  ઉદાસ થઈ ને બેઠો હતો. રોજના નિયમ મુજબ એક કલાક ગાર્ડનની અંદર ચાલવું તેવું નક્કી કર્યું હતું.પહેલા રાઉન્ડ વખતે બેઠેલ બાળક અને ત્રીજા રાઉન્ડ વખતે પણ એ જ ઉદાસી !! આંખમાં પાણી સાથે  બેઠેલ બાળકને જોઈ મને નવાઈ લાગી ! ગાર્ડન ની અંદર ધીરે ધીરે ચહલ પહલ ઓછી થતી હતી. આજુ બાજુ જોયું તો બાળકનું કોઈ માતા પિતા કે સગા સંબંધી દેખાતા ના હતા.થોડી શંકાની સાથે  મેં બાળક ને પૂછ્યું કે બેટા તારું નામ શું છે? બાળક મારી સામે જોઈને કશું પણ બોલ્યા વગર નીચે માથું કરી બેઠો રહ્યો. 'બેટા ઘરે નથી જાવું" ઘરનું નામ સાંભળી દોડી ને મને ભેટી પડ્યો. "ના....ના...અંકલ please...ઘરે નથી જવું." બાળક એટલું સુંદર અને નિર્દોષ હતું કે મેં તેડી લીધું. હું તેની સાથે બાંકડે બેઠો.. માથે હાથ ફેરવી પૂછ્યું કે બેટા  ભૂખ લાગી છે? કોઈ જવાબ નહીં ! "બેટા ક્યાં રહે છે?" કોઈ જવાબ નહીં ! હું મૂંઝાયો અને ચોકીદારને બોલાવ્યો. હું રોજ વોકિંગમાં આવતો હોવાથી.ચોકીદાર મને ઓળખતો હતો.ચોકીદાર ને

एक बैल था।

Image
एक दिन एक किसान का बैल कुएँ में गिर गया वह बैल घंटों ज़ोर -ज़ोर से रोता रहा और किसान सुनता रहा और विचार करता रहा कि उसे क्या करना चाहिऐ और क्या नहीं। अंततः उसने निर्णय लिया कि चूंकि बैल काफी बूढा हो चूका था अतः उसे बचाने से कोई लाभ होने वाला नहीं था और इसलिए उसे कुएँ में ही दफना देना चाहिऐ। किसान ने अपने सभी पड़ोसियों को मदद के लिए बुलाया सभी ने एक-एक फावड़ा पकड़ा और कुएँ में मिट्टी डालनी शुरू कर दी। जैसे ही बैल कि समझ में आया कि यह क्या हो रहा है वह और ज़ोर-ज़ोर से चीख़ चीख़ कर रोने लगा और फिर, अचानक वह आश्चर्यजनक रुप से शांत हो गया। सब लोग चुपचाप कुएँ में मिट्टी डालते रहे तभी किसान ने कुएँ में झाँका तो वह आश्चर्य से सन्न रह गया…. अपनी पीठ पर पड़ने वाले हर फावड़े की मिट्टी के साथ वह बैल एक आश्चर्यजनक हरकत कर रहा था वह हिल-हिल कर उस मिट्टी को नीचे गिरा देता था और फिर एक कदम बढ़ाकर उस पर चढ़ जाता था। जैसे-जैसे किसान तथा उसके पड़ोसी उस पर फावड़ों से मिट्टी गिराते वैसे-वैसे वह हिल-हिल कर उस मिट्टी को गिरा देता और एक सीढी ऊपर चढ़ आता जल्दी ही सबको आश्चर्यचकित करते हुए वह बैल कुएँ