Posts

Showing posts from 2018

શ્રી ગણેશ

Image
શ્રી ગણેશ.... ગણપતિ દાદા પ્રત્યક્ષ રૂપે અક્ષર મુકત શ્રી ગોપાળાનંદ સ્વામી ના હાથે લાડુ જમ્યા હતા. તે પ્રસાદીનું ભોલેશ્વેરનું મંદિર ટોરડા ગામ જ્યાં ગણપતિ દાદા પ્રત્યક્ષ રૂપે ખુશાલ ભટ્ટના હાથે લાડુ જમ્યા હતા. તે પ્રસાદીનું ભોલેશ્વેરનું મંદિર ટોરડા ગામમાં બૂઢેલી નદીના કિનારે આવેલ છે. જેનું બીજુ નામ શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીનું મંદિર પણ છે.           એકવાર ભાદરવા સુદ ચોથનાં રોજ નાના ખુશાલ ભટ્ટ પાંચ લાડુનો પ્રસાદ બનાવીને આ મંદિરમાં ભગવાનને ધરાવવા આવેલ ત્યારે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ગણપતિ દાદાએ બે લાડુ પોતાની સૂંઢથી લઈને માતા પાર્વતીજીને આપ્યા અને બે લાડું ભગવાન સદાશિવજીને આપ્યા અને એક લાડુ નંદીશ્વેરને આપ્યો, પાંચે લાડુ પુરા થઈ ગયા એટલે પોતાના માટે બીજા લાડુની માંગણી કરી અને ખુશાલ ભટ્ટ બીજા લાડું ઘરે જઈને બનાવી લાવ્યા અને પોતાનાં હાથે ગણપતિ દાદાને જમાડવા લાગ્યાં અને પ્રત્યક્ષ ગણપતિ દાદા લાડું જમવા લાગ્યાં. એ વાત ખુશાલ ભટ્ટની જોડે આવેલ તેમના મિત્ર કુબેર સોનીએ માતા જીવીબાને ઘરે જઈને કરી ત્યારે ગામમાં બધાને આ વાતની ખબર પડી.        તે પ્રસાદીના ગણપતિ દાદા, સદાશિવ મહાદેવજી અને માતા પાર્

માણસ જેવું ના થાય

Image
ટૂકું ને ટચ..... માણસ સિંહ નો શિકાર કરવા નીકળ્યો, સિંહ પર ગોળી છોડી, સિંહ બચી ગયો અને માણસની પાછળ થયો ત્યાં માણસ વૃક્ષ પર ચડી ગયો, વૃક્ષ પર વાનર હતો સિંહે વાનરને કહ્યું માણસ  મારો શિકાર કરવા આવ્યો હતો તું એને નીચે નાખ વાનર કહે હશે જવા ..દ્યો.... ને ..       થોડીવારમાં વાનરને જોકું આવ્યું તો સિંહે માણસને કહ્યું કે તું વાનરને નીચે નાખ તો તને છોડી દઈશ , માણસે તરત જ વાનરને ધકો માર્યો પણ વાનર વચ્ચે ડાળી પકડી લીધી પછી સિંહે વાનરને કહ્યું જોયું માણસનો ભરોસો ના કરાય હવે નાખ એને નીચે.      વાનર બોલ્યો જવાદ્યોને “ ઇતો માણસ છે આપણે એના જેવું થોડું થવાય “ # પાસવર્ડ એજ્યુકેશન અશોક સર..... ✍

દિકરી

Image
“મોગરાની મહેંક,ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે.” દીકરી બાપની આંખ છે, દીકરી માની પાંખ છે, …. બેટી બચાવો, બેટી પઢાવો….. દીકરો બાપનું રૂપ છે, દીકરી માનું સ્વરૂપ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..! નદી જેવી નદીને પણ દીકરી થઈ ભમવું પડે, પર્વત જેવા બાપને પણ દીકરીના સાસરે નમવું પડે, …. બેટી બચાવો, બેટી પઢાવો…..! દીકરો બાપનો શ્વાસ છે, દીકરી માનો વિશ્વાસ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..! દીકરો બાપનો હાથ છે, દીકરી માનું હૈયુ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..! દીકરો બાપની લાકડી છે, દીકરી બાપની લાડકી છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..! દીકરો બાપનો દિપક છે, દીકરી માની રોશની છે. # પાસવર્ડ એજ્યુકેશન  .. 

અબ્રાહમ લિંકનનો પત્ર

Image
માનનીય શિક્ષકશ્રી, આજે મારા પુત્રનો શાળામાં પહેલો દિવસ છે. થોડા સમય માટે તો એને બધું નવું અને અજાણ્યું લાગશે. હું ઇચ્છું કે તમે તેના પ્રત્યે મૃદુતા દાખવશો. આ એક એવું સાહસ છે જે તેને ખંડો ઓળંગાવી શકે. એ બધાં સાહસોમાં યુદ્ધો, દુર્ઘટનાઓ અને હતાશાઓનો સમાવેશ થઈ જાય છે. તેને તેનું જીવન જીવવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમતની જરૂર પડતી રહેવાની. એટલે, મારા વહાલા શિક્ષક, તમે એનો હાથ ઝાલીને એને એ બધું શીખવજો જે એણે શીખવાનું હોય… પણ બની શકે તો એને એ બધું ધીરજથી શીખવજો. એને શીખવજો કે દરેક દુશ્મન સામે એક મિત્ર હોય છે. તેણે એ જાણવું પડશે કે બધા માણસો સાચા અને ન્યાયી નથી હોતા.  પરંતુ સાથેસાથે એને એ પણ જણાવજો કે દરેક કુટિલ માણસની સામે એક આદર્શવાદી વ્યક્તિ હોય જ છે, અને દરેક સ્વાર્થી રાજકારણીની સામે એક સમર્પિત નેતા હોય જ છે. સમય લાગશે એની મને જાણ છે, છતાં જો સમજાવી શકો તો બાળકને સમજાવજો કે ક્યાંકથી મળેલા પાંચ રૂપિયા કરતાં પોતે કમાયેલા એક રૂપિયાની કિંમત ઘણી વધુ હોય છે. એને હાર સ્વીકારવાનું શીખવજો અને જીતને માણવાનું પણ શીખવજો. શક્ય હોય તો એને ઇર્ષ્યાના વમળમાંથી બહાર ખેંચજો. એને મૌન હાસ્યનું રહસ

Best Job

Image
હાઇ સેલરીવાળી જોબ ઇચ્છો છો તો 12માં પછી પસંદ કરો આમાંથી કોઇ 1 કોર્સ...... અહી ક્લિક કરો...... ⬇️⬇️⬇️⬇️ https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-engineering-and-technology-courses-after-12th-for-high-salary-jobs-gujarati-news-5884032-NOR.html

સાચી મિલકત

Image
એક  દિવસ એક ભાઈ ઘરે આવ્યો. એમણે એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન. કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણય ને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે. દીકરા અને વહુને રૂમ માં બોલાવીને આ પત્ર આપી દીધો. ઘરમાં દીકરો અને વહુ હતા ત્રીજી વ્યકતિ દીકરી હતી. અને રૂમ માંથી પોતે બહાર નીકળી ગયા. પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો, અને થોડું ઘણું અમારા ઘડપણ માટે અવશ્ય રાખજો. કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ ના લંબાવવો પડે એ ધ્યાન રાખજો. બાકીની તમામ મિલકત તમે તણેય સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે અમને બેય ને માન્ય છે. હા એક ખાસ વાત તમારી બાને આ વાતની જાણ નથી. એ  ભાઈ અને પત્ની બહાર બેસી સંતાનોના નિર્ણય ની રાહ જોતા બેસી રહ્યા. પત્ની એટલું જ બોલ્યા કે મને મારા બાળકો, પ્રત્યે તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર પૂરો  ભરોસો છે. એ  ભાઈ બોલ્યા, જોઈએ તારા સંસ્કાર શું કહે છે ? આ બાજુ ત્રણે જણા પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા. બે સ્ત્રી એ જે વિચાર્યું તે આશ્ચર્ય જનક હતું. એક સ્ત્રી જે ઘરની વહુ હતી તેણે ત

છેલ્લી ક્ષણ

Image
આજે સવારે.....વહેલા ઓફિસ જઈ પહેલું... કામ રાજીનામું લખી...ને મારા સાહેબ ના ટેબલ  ઉપર મૂકી દીધું..... અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહયો... હોસ્પિટલ પહોંચી..સાહેબ..ને ફોન કરી ફક્ત એટલું કીધું...આજે હું ઓફિસે નહીં આવી શકું.... સાહેબ ની આદત મુજબ..બોલ્યા ભાવેશ...હમણાં.. હમણાં...તારી ..રજાઓ બહુ પડે છે....કામ મા ધ્યાન નથી...આવું લાંબુ કેમ ચાલસે ? મે ફક્ત એટલું જ કીધું.. સાહેબ..તમારા ઉપર છોડી દઉં છું....તમે તમારી રીતે સાચા છો.. તમારો આખરી નિર્ણય મને માન્ય છે...કહી મોબાઈલ મે કટ કર્યો... મારી પત્ની કહે...કોણ હતું... સાહેબ...મેં કીધું આ તું જોવે છે..રોજ..રોજ મમ્મી ની તબિયત બગડતી જાય છે...ડૉક્ટર એ હાથ અધ્ધર કરી દીધા છે...મારા થી તો હાથ અધ્ધર ના થાય... પથારી ઉપર સુતેલ લાચાર અસહાય માઁ મારી સામે જોઈ... ધીરે.. ધીરે બોલે છે... ઓફિસે જા.. બેટા..અહીં કહી કામ નથી... પણ તેની લાચાર આંખ કહી રહી હતી..બેટા અહીં બેસ....સારૂ લાગે છે.. મેં કીધું...માઁ..હું...અહીં છું... તું ઓફિસ ની ચિન્તા ના કર... માથે હાથ ફેરવી હું બોલ્યો..... બચપન માં તે બહુ માથે હાથ ફેરવ્યો છે...હવે મારો વારો આવ્યો છે..માઁ

ગરીબનાં દિલની અમીરી

Image
એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા... બધો સામાન ખરીદી લીધા પછી - એક લાચાર મજૂરને બોલાવ્યો. એની -આધેડ ઉંમર,ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને, દૂરથી ગંધાતો એનો પરસેવો... એની સંઘર્ષમય જિંદગી હતી. આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી... પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી ! કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી... એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો. એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને... રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા ! દંપતી ઘરે પહોંચ્યું.. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ... પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું - "હું તમને કાયમ કહું છું કે -અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું... છતાં, તમારામાં અક્કલનો છાંટો નથી ! જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય... એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે... ચાલો, અત્યારે જ બજારમાં જઈને ત

મારું ગુજરાત

Image
આખા વીશ્વમાથી ભારતને 1 રાષ્ટ્રપિતા ની કૉઈ ભેટ આપનાર પ્રજા હોય તો એ 100km જેટલા એરિયાની ગુજરાતી પ્રજા છે. મહારાણા પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો એ બધા જાણે છે, પણ એ ચેતક ઝાલાવાડના ઘાંગઘ્રા ના ખોડુ ગામના ચારણે આપેલ હતો એ વાત કેટલા જાણે છે???? સ્વામી વીવેકાનંદ શીકાગોની ધર્મ પરીષદ મા ગયેલા એ બધા જાણે છે પણ એમને આ ધર્મ સભા પરિષદ ની માહીતી ગુજરાત ના જેતલસર ના સ્ટેશન માસ્ટરે એક વર્તમાનપત્ર દ્વારા આપી આ વાત કેટલા જાણે છે???? 1942-45 ના સમયમાં પોલેન્ડમાથી 500 જેટલી સ્ત્રીઓ અને બાળકો ભરેલુ જહાજ નીકળે અને મધદરિયે તોફાન ઉપડે એટલે પોલેન્ડના અધીકારીઓ એમ કહે કે વીશ્વનો જે દેશ સાચવે ત્યા તમે ચાલ્યા જજો ત્યારે વીશ્વનો કોઈ દેશ એને સાચવવા તૈયાર ન થાય અને જામનગરના રાજા દીગ્વીજયસીંહ પોતાના હવામહેલ મા એ 500 લોકોને પુરા 7 વર્ષ સુધી રહેવાની-જમવાની સુવીધા કરીને સાચવે એ હાલની "સૈનીક બાલાચડી" સ્કૂલ. .... આ વાતની કેટલાને જાણ છે...... બસ ખાલી ૧ મેં ગુજરાત સ્થાપના ના દીવસે "જય ગરવી ગુજરાત" લખવુ એ ગુજરાતી માટે પુરતુ નથી... આ ગુજરાત નુ નોલેજ જાણવુ અને એનુ ગૌરવ લેવુ એ મહત્વનુ છે.. "

દયા ભાભી

એક જમાનામાં ગુજરાતી ફિલ્મોની જાણીતી હિરોઇન સ્નેહલતાને માણો દયાભાભીનાં રુપમાં ! Watch Funny Commedy. (દિવ્ય ભાસ્કરમાંથી) 

घायल एक लड़की

Image
तेजाब के हमले में घायल एक लड़की के दिल से निकलीं कुछ पंक्तियाँ -------------------------------------------------------- चलो, फेंक दिया सो फेंक दिया.... अब कसूर भी बता दो मेरा तुम्हारा इजहार था मेरा इन्कार था बस इतनी सी बात पर फूंक दिया तुमने चेहरा मेरा.... गलती शायद मेरी थी प्यार तुम्हारा देख न सकी इतना पाक प्यार था कि उसको मैं समझ ना सकी.... अब अपनी गलती मानती हूँ क्या अब तुम ... अपनाओगे मुझको? क्या अब अपना ... बनाओगे मुझको? क्या अब ... सहलाओगे मेरे चहरे को? जिन पर अब फफोले हैं मेरी आंखों में आंखें डालकर देखोगे? जो अब अन्दर धस चुकी हैं जिनकी पलकें सारी जल चुकी हैं चलाओगे अपनी उंगलियाँ मेरे गालों पर? जिन पर पड़े छालों से अब पानी निकलता है हाँ, शायद तुम कर लोगे.... तुम्हारा प्यार तो सच्चा है ना? अच्छा! एक बात तो बताओ ये ख्याल 'तेजाब' का कहाँ से आया? क्या किसी ने तुम्हें बताया? या जेहन में तुम्हारे खुद ही आया? अब कैसा महसूस करते हो तुम मुझे जलाकर? गौरान्वित..??? या पहले से ज्यादा और भी मर्दाना...??? तुम्हें पता है सिर्फ मेरा चेहरा जला है

એપ્રિલ ફૂલ

Image
પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું... કેવી રીતે ? 1. મારે અત્યારે નવાં કપડાંની શી જરૂર છે, એવું ખોટું કહીને સંતાનો માટે નવાં કપડાં ખરીદતા રહીને..... 2. પોતાને કેટલું દુઃખ થશે એ છુપાવી રાખીને સાસરે જતી દીકરીને સુખી થવાના આશીર્વાદ આપતી વખતે… 3. પોતાને બસ કે ટ્રેનમાં મિત્રો સાથે ઓફિસે જવાની બહુ મજા પડે છે, એવું કહીને દીકરાને કોલેજ જવા માટે હપ્તેથી બાઇક અપાવતી વખતે… 4. પોતાને ફિલ્મો કે નાટકો જોવાનો શોખ જ નથી એવું કહીને સંતાનોને પોકેટમની આપતા રહીને… 5. પોતાની બગડેલી તબિયત વિશે મૌન રહીને ફેમિલી માટે ઓવર ટાઈમ કરતા રહીને… 6. હોટલમાં જઈએ ત્યારે મને તો કોઈ પણ વાનગી ભાવશે એમ કહીને સંતાનના હાથમાં મેન્યુ આપીને વાનગી પસંદ કરવાનું કહીને… 7. પોતાને થાક લાગ્યો હોય કે ઊંઘ આવતી હોય એ છુપાવીને સાસરેથી આવેલી દીકરી સાથે મોડે સુધી વાતો કરીને કે પત્તાં રમતા રહીને… 8. દીકરો-વહુ અલગ રહેવા જવાની વાત કરે ત્યારે પોતાની પીડા અને વ્યથા દબાવી રાખીને એમને સંમતિ આપતી વખતે… 9. પોતાના તૂટેલા ચશ્મા હજી ખાસ્સો સમય ચાલે એવા છે, એમ કહીને સંતાનને ગોગલ્સ અપાવતી વખતે… 10. આર્થિ

બુદ્ધ ભગવાન

Image
*ચોખ્ખું મન અને હસતો ચહેરો આજ સાચી સંપત્તિ છે....!!* કોઈએ ગૌતમ બુદ્ધ ને પૂછ્યું, કે* "તમે બહુ મોટાં વિદ્વાન છો તો પણ નીચે બેસો છો..?" તો ગૌતમ બુદ્ધ એ બહુજ સુંદર જવાબ આપ્યો...જે આપણે સૌ કોઈએ સમજવા જેવો છે......  કે "નીચે બેસવાવાળો વ્યક્તિ ક્યારેય પડતો નથી..!!" ભાવનગરનાં દિવાન પાસે એક ખેડૂત કર દેવા માટે આવ્યો... ત્યારે એ ખેડૂત નિચે બેસી ગયો .... ત્યારે દિવાને કહ્યું તમે ઉપર બેસો... ખેડૂત કહે અરે અમે સામાન્ય માણસ એમ ઉપર ના બેસાય ... દિવાન કહે અરે તમારા થકી તો અમે ઉજળા છીએ.... જો તમને નીચે  બેસાડુ તો તો  મારે નીચે બેસવાનો વારો આવે...... કેવી સમજણ......... -(પૂજ્ય હરીસ્વરૂપદાસજી સ્વામિના પ્રવચન માંથી)

ભૂતપૂર્વ વિદ્યાર્થી

Image
ચેન્નાઈ માં માસ્તરે એક છોકરા ને લાફો માર્યો તો ૫૦,૦૦૦ ચૂકવવા પડ્યા.. જો આ સ્કીમ અમારા વખતે હોત તો....... આજે અમારી પાસે..... બે ચાર બંગલા મર્સીડીઝ ફાર્મ હાઉસ અને એકાદું પર્સનલ પ્લેન હોત..... બવ ઢિબ્યા હો.........જૂના માસ્તરોએ!!!  લિ.ભૂતપૂર્વ વિદ્યાર્થી અશોક.... 

No worry of Hard attack

Image
अब हार्ट अटैक की चिंता छोड़िये | देखिये नई तकनीक: इस प्रकार की एंजियोग्राफी जिसके द्वारा *हार्ट ब्लॉक्स* डायरेक्ट निकाल दिया जाता है, *जे जे हॉस्पिटल मुम्बई* में उपलब्ध है. *खर्च मात्र ₹5000/-.* वीडियो अवश्य देखें और कृपया जरूरतमंदों तक पहुँचाने का कष्ट करें. आपके पास जितने कॉन्टेक्ट नम्बर हैं उन्हें व समस्त ग्रुप्स को यह शुभ समाचार व वीडियो तुरन्त प्रेषित करें. *महत्वपूर्ण जानकारी शेयर करने का आनन्द ही अलग होता है.*

કપમાં રહેલો ચા

Image
             એક માણસ ને કેન્સર થયું ખબર પડી ત્યારે સુધી છેલ્લા સ્ટેજ મા હતુ... આ માણસ ની ઉમર હતી 28 વરસ...કોઈ દિવસ ગુટકા ખાધુ ન હતુ સીગારેટ બીડી દારુ કોઈ જાત ની આદત નહી. અને તંદુરસ્ત શરીર નખ મા પણ રોગ નહી...ત્રણ ચાર દિવસ થી પેટ મા દુખ તુ હતુ ને ડોકટર પાસે દવા લીધી પણ દુખાવો મટતો ન હતો એટલે ડોક્ટરે..મોટા ડૉક્ટરને બતાવવા કહયુ . મોટા ડોક્ટરે રીપોર્ટ  કઢાવરાવયા ત્યારે ખબર પડી આંતરડા મા કેન્સર છે....ધણી પીડા સાથે કીમો લીધા ..પારાવાર દુખાવો સાથે ..સારવાર થઈ..ધર વેચવું પડયુ એટલો ખર્ચો થયો...પણ છેવટે મરણ આવ્યુ.. ડોકટરો એ કહયુ તમે આની બોડી ને અગ્ની સંસ્કાર ન કરો અને હોસ્પીટલ ને આપો ..જેથી અમે જાણી શકીએ કે આ ભાઈ ને કેન્સર થવાનુ કારણ શું...ઘર ના બધા ભેગા થઈ ને મીંટીગ કરી ને સરવાળે બોડી હોસ્પીટલ ને આપવાનુ નકકી કરયુ...બોડી ઉપર રીસર્ચ કરતા ખબર પડી કે પ્લાસ્ટીક મા ગરમ વસ્તુ રાખી ને ખાવાનું રાખવા થી જે ખરાબ કેમીકલ જમવા મા ભળી જવાથી આ ભાઈ ને કેન્સર થયુ હતુ... આ રીપોર્ટ  ડોકટરોએ તેમના ઘરવાળાને બોલાવી ને બતાવવા મા આવ્યો અને તેમને આ ભાઈ ના ખાવા પીવા ની ટેવ વિશે પુછવા મા આવ્યુ..ત્યારે તેમના ધર

અનોખી પરીક્ષા

Image
બેટા... થોડું ખાઇને જા...! બે દિવસથી તે કાંઇ ખાધું નથી...!’ માં લાચાર શબ્દોમાં મોહનને સમજાવતી રહી. ‘જો મમ્મી... મેં મારી બોર્ડની પરીક્ષા પછી વેકેશનમાં માત્ર સેકેન્ડ હેન્ડ બાઇક જ માંગેલું.. અને પપ્પાએ પ્રોમિસ પણ કરેલું... આજે મારું પેપર પત્યા પછી દીદીને કહેજો કે સ્કુલની બહાર પૈસા લઇને આવે.. મારા ફ્રેન્ડનું જુનુ બાઇક આજે જ લેવાનું છે.... અને જો દીદી બહાર નહી આવે તો હું ઘરે પાછો નહી આવું.....!’ એક ગરીબ ઘરમાં મોહનની જીદ અને માંની લાચારી સામસામે ટકરાઇ રહી હતી. ‘બેટા.. તારા પપ્પા  તને બાઇક લઇ આપવાનાં જ હતા... પણ ગયા મહિને થયેલો એક્સિડન્ટ... અને...!’ મમ્મી કાંઇ આગળ બોલે તે પહેલા મોહન બોલ્યો, ‘એ હું કાંઇ ન જાણું... મારે બાઇક જોઇએ એટલે જોઇએ જ..!’ અને મોહન માંને ગરીબી અને લાચારીના મધદરીયે એકલી મુકીને બહાર નીકળી ગયો. ધોરણ ૧૨બોર્ડની પરીક્ષાના એક સપ્તાહ પછી ભાગવદસર એક અનોખી પરીક્ષાનું આયોજન કરતાં. જો કે ભાગવદસર ગણિત વિષય ભણાવતા પરંતુ સાથે વિદ્યાર્થીઓને જીવનનું ગણિત પણ સમજાવતાં. વિવિધતાઓથી ભરેલી તેમની અનોખી પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ અચૂક આપે જ.  આ વર્ષે પરીક્ષાનો વિષય હતો.. ‘મારી પારિવા

છૂટાછેડા

Image
'મને એટલું જણાવશો કે તમારે બંનેએ છૂટાછેડા શા માટે લેવા છે?' નિવૃત્તિના આરે ઊભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું. યુવાનનું નામ સજ્જન શાહ અને એની પત્નીનું નામ નિર્ઝરી. પરફેક્ટ મેચિંગવાળું જોડું. જો ખબર ન હોય કે આ બંને ડિવોર્સ લેવા માટે અદાલતમાં આવ્યાં છે, તો કોઇ અજાણ્યો માણસ એવું જ ધારી બેસે કે આ હીરો-હિ‌રોઇન પ્રેમલગ્ન કરવા માટે ઘર છોડીને નાસી છૂટ્યાં હશે અને વડીલો એમને અહીં ઘસડી લાવ્યાં હશે. જજ પંડ્યા સાહેબની આંખ પણ આ માનસરોવરનાં હંસ અને હંસલીને જોઇને ટાઢી થઇ હશે, માટે જ તો એમણે ઉપરનો પ્રશ્ન પૂછી લીધો હશે. પહેલાં જવાબ નિર્ઝરી તરફથી આવ્યો. લેડીઝ ઓલ્વેયઝ ફર્સ્ટ. બોલવામાં તો ખાસ. એણે મોં મચકોડીને કહ્યું... 'સાહેબ, તમે એવું ન પૂછો કે મારે આ પુરુષથી છૂટાછેડા શા માટે જોઇએ છે, પણ એ પૂછો કે મેં શું જોઇને આવા લબાડ સાથે લગ્ન કર્યાં?' 'આઇ ઓબ્જેક્ટ યોર ઓનર' નિર્ઝરીની રજૂઆત સાંભળીને સજ્જન શાહનો વકીલ ઊછળી પડ્યો. 'મારા અસીલની પત્ની અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે. મિ. સજ્જન શાહને લબાડ કહીને એનું અપમાન...' જવાબમાં નિર્ઝરીનો વકીલ પણ વચમાં કૂદી પ

Picnic || Tour with Students || Ashok tholiya || Fun Time || Password Ed...

Image

સોબત

Image
આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ – બહુ ઓછા લોકો એ વાંચ્યો હશે !! આલ્બર્ટ આઇન્સ્ટાઇનની *“Theory of Relativity”*ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો. *એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કીધું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે.* ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે. એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા. એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા. છેલ્લી હરોળમાં બેસ

હકદાર કોણ?

Image
અવસાન બાદ સ્મશાને જતી નનામી ઉભી રખાવી એક ભાઇ બોલ્યા કે.. મારે મરનાર પાસે પંદર લાખ લેવાના છે, એના છોકરા આગળ આવી પહેલાં મારા રૂપીયા આપે કે કબૂલે પછી જ એને અગ્નિ દેવા જગ્યા આપીશ, એમના પાંચેય દિકરાએ આવીને કહયું કે.. અમને કાંઇ ખબર જ નથી તો અમે રૂપિયા કેમ આપીએ? પેલો ભાઇ કહે જ્યાં સુધી મારી રકમ નહીં મળે હું આપના પિતા ને અગ્નિ દેવા નહીં દઉ.. આ વાત ઘર સુધી પહોંચી.. જે વ્યક્તિ અવસાન પામેલી એની દીકરીએ પોતાના પહેરેલા બધા દાગીના કાઢી ને  એ લેણદાર ને આપતા કહયું.. આ રાખીલો કાકા મારૂં સોનું ને બીજા જે ખુટતા હોય તે મારા પિતાશ્રી ને અગ્નિ આપ્યા બાદ મારી FD તોડાવીને તમને ચૂકવી આપીશ.!! ત્યારે એ માણસ બોલ્યો દીકરી મારે તારા પિતાશ્રી પાસે એક રૂપિયો પણ લેવાનો નિકળતો નથી, મારે તો તારા પિતાને પંદર લાખ આપવાના બાકી છે.. એ રૂપિયા મારે કોના હાથમાં આપવા એની મને મુંઝવણ હતી..લે બેટા આ રૂપિયા આની સાચી હકદાર તુ જ છે અને દીકરી ધન્ય છે તને ને તારા માવતર ને કે મર્યા પછી પણ તું તારા માવતર ને ભુલી નથી.         👉 અશોક સર....

Count.... 1 to 10

Image
ઉતાવળ કાેઇ દિવસ કરવી નહિ... મારી ઘરવાળી સાથે છેલ્લા ત્રણ દિવસથી મારે અબોલા ચાલતા'તા ..... છેવટે કંટાળીને ઘરવાળી એ કહયું..... જો.... હવે... હું 10 સુધી ગણું છું.. જો તમે મારી સાથે વાત નહી કરો તો... હું ઝેર ખાઇ લઇશ....!!! એણે ગણવાનું ચાલુ કર્યુ... ઘરવાળી- 1..2..3..4... હું.- ....... ખામોશ... !!! ઘરવાળી - 5..6... હું - ....શાંત. ઘરવાળી - 7..8... હું - ખુબજ ખુશ.. પણ શાંત.. ઘરવાળી - 9... હું - મન માં ખુશખુશાલ... ઘરવાળી - ........ શાંત મારા થી ઉત્સાહમાં બેાલાઇ ગયૂ... ગણ...ગણ.. ગણતી કેમ નથી....??? ઘરવાળી - હાશ... !!! તમે બોલ્યા.... બાકી તો હું ઝેર પી જ લેવાની હતી... 

Notebook

Image
મારી સાથે બોલે છે ને ? એમ પૂછીને પણ એકબીજા સાથે બોલતા, રીસેસમાં ફક્ત લંચ બોક્સના નહિ, આપણે લાગણીઓના ઢાંકણાં પણ ખોલતા. કિટ્ટા કર્યા પછી ફરી પાછા બોલી જતા, એમ ફરી એક વાર બોલીએ, ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ. ચાલુ ક્લાસે એકબીજાની સામે જોઈને હસતા’તા, કોઈપણ જાતના એગ્રીમેન્ટ વગર, આપણે એકબીજામાં વસતા’તા. એક વાર મારું હોમવર્ક તેં કરી આપ્યું’તું, નોટબુકના એ પાનાને મેં વાળીને રાખ્યું’તું. હાંસિયામાં જે દોરેલા, એવા સપનાઓના ઘર હશે, દોસ્ત, મારી નોટબુકમાં આજે પણ તારા અક્ષર હશે. એક પણ પ્રશ્ન પૂછ્યા વગર જ્યાં આપણા આંસુઓ કોઈ લૂછતું’તું, એકલા ઉભા રહીને શું વાત કરો છો ? એવું ત્યારે ક્યાં કોઈ પૂછતું’તું ? ખાનગી વાત કરવા માટે સાવ નજીક આવી, એક બીજાના કાનમાં કશુંક કહેતા’તા ત્યારે ખાનગી કશું જ નહોતું અને છતાં ખાનગીમાં કહેતા’તા. હવે, બધું જ ખાનગી છે પણ કોની સાથે શેર કરું ? નજીકમાં કોઈ કાન નથી, દોસ્ત, તું કયા દેશમાં છે ? કયા શહેરમાં છે ? મને તો એનું પણ ભાન નથી. બાકસના ખોખાને દોરી બાંધીને ટેલીફોનમાં બોલતા, એમ ફરી એક વાર બોલીએ, ચાલ ને યાર, ફરી થી એક જૂની નોટબુક ખોલીએ...

ચા

Image
એક અમદાવાદ ના વ્યક્તિ ને ત્યાં પાંચ મિત્રો આવ્યા. એની પત્નીએ કહ્યું "ખાંડ ખુટી ગઇ છે જલ્દી થી લેતા આવો, ચા માં જોઇશે ને." એણે કહ્યું "તું ચા એવી જ બનાવ બાકી હું સંભાળી લઇશ." છ કપ ખાંડ વગરની ચા આવી ત્યારે પેલા ભાઇએ મિત્રો ને કહ્યું" આમાંના એક કપમાં ચા માં જાણી જોઇને ખાંડ નથી નાખી. જેને એ કપ આવશે એને ત્યાં આપણે બધા આવતા રવિવારે જમવાનું રાખીશું." બધાએ ચા પીધી પછી જ્યારે દરેક ને પુછવામાં આવ્યું કે "કેવી હતી?" દરેકે કહ્યું " બહુ ગળી હતી" આને ‌કહેવાય  ગુજરાતી..... -અશોક સર..... 

પ્રસાદીનો સ્તંભ

Image
જય સ્વામિનારાયણ..... કોઇ હરીભગત બહારગામથી નરનારાયણ દેવના દર્શન કરવાં આવતાં હોય અને જો દર્શન બંધ હોયને તો આ થાંભલાના દર્શન કરશે એને હું નરનારાયણ દેવના દર્શનનું ફળ આપીશ. આવું મહારાજે અમદાવાદમા વચન આપ્યું.           અમદાવાદના ભક્તોએ આ સ્તંભ ના દર્શન કર્યાં જ હશે, પણ કદાચ કોઇને મહાત્યમ ખબર ન હોય તો જરૂર આગળ વાંચજો....            અમદાવાદ કાલુપુર મંદીરનું કામ પુર જોશમા ચાલે છે. ઇડરથી મંદીરના પથ્થરો લાવવામાં આવે છે. એક હરીભગત (નામ છેલ્લે કહીશ) શીખરમા મુકવાં માટે ૧૬૦ મણ વજનનો પથ્થર ગાડાંમા ચડાવ્યો. વધું વજન આવવાને લીધે બળદનો પગ મરડાઇ જાય છે અને બળદને ચાલવાની તાકાત રહેતી નથી. આ ભગતે બીજો કોઇ બળદ અથવા મજુર મળે એ માટે તપાસ કરી પણ કોઇ મળ્યું નથી. છેવટે વિચાર્યું કે આ બળદની જગ્યાએ હું રહી જાવ તો...! અને આ ભગત એ પથ્થર ગાડામાં ચડાવી અને પોતે ગાડું ખેંચવાં તૈયાર થાય છે. અને ચાલતાં ચાલતાં રસ્તાંમા ગામ ગોધાવી નજીક ગાડાનો ઇસોટો ભાંગી જાય છે. અને આ ભગત બળદની સામે જુવે છે ત્યાં ધોંસરું બળદની કાંધે અડતું જ ન હતું, આ બળદગાડું એમનામ ચાલતું હતું. અને આશ્ચર્ય નો કોઇ પાર નથી રહેતો, જીંદગી સફળ થઇ ગઇ. અને

અેક ડૉક્ટર

Image
આજે વાત કરું હું ડૉ. એમ વી દુધિયા ની તેમની ઉંમર  85 વર્ષ ની છે તેમનું ક્લિનિક  પતંગ હોટલ ની સામે નોબલ કોમ્પ્લેક્સ માં B-15 માં  આવેલુ છે સાહેબ 85 વર્ષ ના છે છતાં  આજે પણ રોજ સવારે 9વાગે  રીક્ષા માં લૂંગી અને શર્ટ પેહરી ની હાજર થઈ જાય. સાહેબ એટલા પ્રખ્યાત છે કે ગુજરાત ભર માથી લોકો તેમની પાસે પોતાના બીમાર  છોકરાઓ લઈને આવે છે અને નવાઈની વાત તો એ છે કે આટલી મોંઘવારી માં પણ સાહેબ નવા કેસ ના 200 ને જૂના કેસ ના 100 રૂપિયા જ લેય છે બાકી તો ભારત ભરમાં ઘણા ડૉક્ટરો છે જે એક કેસ ના 1200 થી લઇ 2500 રૂપિયા ફી લેય છે મને યાદ છે  થોડા સમય પેહલાં સાહેબ  ક્લિનિક થી સીડી ઉતરતા પડી ગયા ને એમને હાથે ફેક્ચર આવ્યું  અને એમની તબિયત સારી ના હોવા છતાં તે ક્લિનિક આવતા ને રોજ 40 કેસ  લેતા  અને  એમાં  પણ જે  વધારે બીમાર છે , અને જે બહુ દૂર થી આવતા હોય તેમના કેસ પેહલા લેતા , આજના જમાના મા આવા ડોક્ટર સો એ એક મળે.. એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ........ - અશોક સર (ફેસબુક માંથી) 

સમજો તો સારું......

Image
એક અજીબ ઘટના સામે આવી...... એક વાલી પોતાના પુત્રનું મેડીકલ સર્ટિ શાળામાં જમા કરાવવા આવ્યા.તેમના ચહેરા પર વેદના હતી.એક મહિનાની રજા માટે વિનંતી કરી. વાત- ચીત દરમ્યાન જાણવા મળ્યું કે ત્રણેક દિવસ પહેલા તેમના પુત્રનો જન્મદિવસ હતો.મિત્રો તેને શુભેચ્છા આપવા આવ્યા. ફિલ્મ છેલ્લા દિવસના દ્રસ્યનું પુનરાવર્તન થયું. મિત્રોએ મારેલા મારને કારણે તેમના પુત્રના છેલ્લા મણકામાં ક્રેક પડી. ડૉક્ટરે એક મહિનાનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી અન્યથા ઓપરેશન માટે તૈયાર રહેવાની સલાહ આપી. ખેર મિત્રોની શુભેચ્છા આપવાની આ પદ્ધતિ મારી સમજ માં ન આવી. ફિલ્મોનું આંધળું અનુકરણ સમાજને કઈ દિશામાં લઇ જઇ રહ્યો છે..? મારી તમામ બાળકોને નમ્રવિનંતી કે આ પદ્ધતિથી કોઈને પણ શુભેચ્છા આપશો નહીં કે આપવા દેશો નહીં. પોસ્ટની વાત પૂરી કરીને હવે વિચારવાની વાત શરૂ કરીએ. (1) આ અત્યંત ગંભીર ઘટના છે. આપણને ખબર જ નથી કે આનંદ અને મનોરંજન કેવી રીતે મેળવાય. જેનો જન્મદિવસ હોય તેને માર મારીને ઉજવણી થાય એ વાત કેટલી હાસ્યાસ્પદ, વાહિયાત, અમાનવીય અને ક્રૂર છે..કોઈને જન્મદિવસની શુભકામના આપવાની આ તે કોઈ રીત છે... (2) હવે જન્મદિવસની ઉજવણી (અને અન્ય બીજી

સાચો પ્રેમ

Image
એક બહેને ત્રણ સંતોને પોતાના ધર સામે બેઠા દીઠા.  બહેન સંતોને જાણતી હતી. બહેને કહ્યું - સંતો અંદર આવો અને ભોજન કરો. સંતે - કહ્યું તમારા પતિ ઘરમા છે ? બહેને કહ્યું – ના ઈ ઘરમા નથી બહાર ગયા છે. સંતે કહ્યું– અમે ઘરમાં આવશુ જ્યારે તમારા પતિ હશે ત્યારે. સાજે  જ્યારે બહેન ના પતિ ઘરે આવ્યા ત્યારે બહેને પતિને કહ્યું . પતિ કહે – જા જા એમને કહેકે  હું ઘરે આવી ગયો છું  એમને આદર સહિત બોલાવ. બહેન બહાર ગઈ અને સંતોને અંદર આવવાનું કહ્યું. સંતો કહે – અમે ત્રણે જણ ઘરમાં એક સાથે નથી  જતા. બહેન કહે પણ શા માટે  ?  એમાથી એક સંતે કહ્યું – મારું નામ ધન છે . ત્યારે ઈ સંતે ઈશારો કરીને કહ્યું  – ઈ  બે જણ નુ નામ સફળતા અને પ્રેમ છે. પણ અમારા માથી કોઈ એક જણ અંદર આવી શકે. બહેન આપે ઘરમાં જઈને  બધાને પુછી જુવો કે કોને કોને બોલાવવા છે. બહેન અંદર જઈને પતિને કહ્યું બહેનના પતિ બહુજ પ્રસન્ન થઈ ગયા. અને બોલ્યા તો પછી ધનને જ  આમંત્રણ આપવું જોઈએ. આપણુ ઘર ખુશિયોથી ભરાઈ જશે. પત્ની કહે – મને લાગે છે કે આપણે સફળતાને જ આમંત્રણ આપવું જોઈએ. એમની દીકરી બીજા રૂમમાં આ બધુ સાંભળતી હતી. બહેન એમની પાસે ગઈ અને બોલ