Posts

Showing posts from July, 2017

Positive thinking........

Image
એકવખત સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે. થોડીવારમાં સમુદ્રમાંથી “બચાવો” “બચાવો” ની બુમો સંભળાઇ. સંते જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે. પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તમે નહોતા. સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો. થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો. સંત વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ? એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછ્યુ: ભાઇ તું કોણ છે અને અહીંયા શું કરે છે? પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારી નો ધંધો કરુ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું. મારી *માં* મને લેવા માટે સામે આવી હતી અને સાથે (ઘેર બીજુ કોઇ

ગાંઠિયાનો મહિમાં......

Image
*શાહબુદ્દીન રાઠોડ સાહેબની કલમે* “હું વસ્તુ સૌથી મોંઘેરી ને જાજરમાન વહેંચું છું, ઓલ્યા ઇમાન વેચે છે ને હું મુસ્કાન વહેંચું છું.” મને સતત એવું લાગ્યા કરે કે, અમારું કાઠિયાવાડ એ માત્ર કાઠિયાવાડ નથી, એનું બીજું નામ ‘ગાંઠિયાવાડ’ પણ હોવું જોઈએ. ચણાના લોટને અમે લોકો સિમેન્ટ અને સોના કરતાં પણ વધુ મૂલ્યવાન ગણીએ છીએ. વણેલા અને ફાફડા ગાંઠિયાનો જે મહિમા સૌરાષ્ટ્રની પ્રજાને છે એ કદાચ વિશ્વની કોઈ પ્રજાને નહીં હોય. અમારે કલાકારોને મન તો ચા અમારી કુળદેવી અને ગાંઠિયા અમારા શૂરાપૂરા. સાંજ પડયે દોઢ કરોડના ચા-ગાંઠિયા ફાકી જતા અમે બધાય કોઈ પણ ડખાનું સમાધાન ચા-ગાંઠિયાથી કરીએ છીએ ને વળી કોઈ ચા-ગાંઠિયાનો વિવેક ન કરે તો ડખો પણ કરીએ છીએ. ડાયરામાં હું કાયમ કહું કે, “ભડકે ઇ ભેંસ નહીં, બેહે ઇ ઘોડો નહીં, ગાંગરે નહીં ઇ ગાય નહીં, જાગે નહીં ઇ  કૂતરો નહીં, હસે નહીં ઇ માણા નહીં, ને ગાંઠિયા ન ખાય ઇ ગુજરાતી નહીં.” મારા  ગામમાં ચંદુ નામે એક ભુક્કા કાઢી નાખે એવો ગાંઠિયાવાળો વસે છે. રોજ રાત્રે અમારા જેવા કેટલાય નિશાચરો અને ભ્રમણ નક્ષત્રમાં જન્મેલા અતૃપ્ત જીવોની ભૂખને ચંદુના ગાંઠિયાથી મોક્ષ મળે છે. ઐશ્વર્યાના

Golden Rules

Image
@ જીવન આ 32 જડી બુટ્ટી સાથે જીવો.. *1.* *દરરોજ* *10* *થી* *30* *મિનિટ* *ચાલવા* *જાઓ* *અને* *હા,* *ચાલતી* *વખતે* *ચહેરા* *પર* *હળવું* *સ્મિત* *હોય* *તો* *ઉત્તમ!* *2.* *દરરોજ* *ઓછામાં* *ઓછી* *10-30* *મિનિટ* *માટે* *એકાંતમાં* *બેસો.* *3.* *દરરોજ* *7* *કલાક* *ઊંધો.* *4.* *જોશ,* *ઉત્સાહ* *અને* *કરૂણા* *આ* *ત્રણ* *મહત્વના* *ગુણો* *છે* *જીવનમાં.* *5.* *નવી* *રમતો* *શિખો* */* *રમો* *..* *6.* *ગયા* *વર્ષે* *કરતાં* *આ* *વર્ષે* *વધારે* *પુસ્તકો* *વાંચો.* *7.* *પ્રાર્થના* *માટે* *સમય* *ફાળવો.* *8.* *70* *થી* *વધારે* *ઉંમરના* *અને* *7* *થી* *ઓછી* *ઉંમરના* *લોકો* *સાથે* *સમય* *ગાળો.* *દરરોજ* *શક્ય* *ન* *હોય* *તો* *અઠવાડિએ.* *9.* *જાગતાં* *સપનાં* *જુઓ.* *10* *..* *પ્લાન્ટ* *(ફેકટરી)* *માં* *બનતી* *વસ્તુઓ* *કરતાં* *પ્લાન્ટ* *(છોડ)* *માં* *ઊગેલી* *વસ્તુઓને* *ખોરાકમાં* *મહત્વનું* *સ્થાન* *આપો.* *11.* *પુષ્કળ* *પાણી* *પીઓ* *12.* *દરરોજ* *ઓછામાં* *ઓછા* *ત્રણ* *વ્યક્તિના* *ચહેરા* *પર* *સ્મિત* *લાવો.* *13.* *ચર્ચા* */* *નિંદા* */* *કુથલીમાં* *સમય* *ન* *બગાડો.* *14.* *ભૂ

રાજા

Image
એક વખત એક રાજાએ પોતાના ત્રણ મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓ આવ્યા એટલે રાજાએ કહ્યુ , " મારે આજે તમને પ્રજા માટે એક નાનું કામ સોંપવું છે.તમે આપણા બગીચામાં જાવ અને સારા સારા ફળનો એક કોથળો ભરીને લઇ આવો. આ કોથળો ભરીને તમે જે ફળ લાવશો એ હું જરુરીયાત વાળા લોકોને અપાવી દઇશ.             "પ્રથમ મંત્રીએ વિચાર્યુ કે રાજા માત્ર ભરેલો કોથળો જ જોવાના છે એમાં શું છે.એ જોવાની રાજાને ક્યાં ફુરસદ હશે.માટે એણે તો ઘાસ-કચરો જે મળ્યુ તે ભેગુ કરીને કોથળો ભરી દીધો.            બીજો મંત્રી પણ બગીચામાં ગયો અને વિચારવા લાગ્યો, " હું મહેનત કરીને જો ફળ એકઠા કરીશ તો એ ફળ રાજા ક્યાં ખાવાના છે એ તો પ્રજામાં વેંચી દેવાના છે.તો પછી ખોટી મહેનત શું કરવી." એણે ઝાડ પર ચડીને ફળો તોડવાને બદલે નીચે પડેલા અને સડી ગયેલા ફળો એકઠા કરીને પોતાનો કોથળો ભરી લીધો.           ત્રીજો મંત્રી બગીચામાં ગયો. એને રાજાની આજ્ઞાનું પાલન કરીને પ્રજા માટે સારા-સારા ફળો એકઠા કર્યા આ માટે એને ખુબજ મહેનત કરવી પડી પણ રાજાની આજ્ઞા હતી આથી એણે પ્રજા માટે પાકા અને સારા ફળો ભેગા કર્યા.               ત્રણે મંત્રીઓ પોતાના કોથળાઓ ઉપાડીન

સામાન્ય જ્ઞાન

Image
 સામાન્ય જ્ઞાન.... 👉 કયું પ્રાણી ઉડી શકે:-- *ચામાંચીડિયું* 👉બિલાડી કુળ નું સૌથી લાબું પ્રાણી:-- *વાઘ* 👉પાણી માં દેડકો કઇ રીતે શ્વાસ લે છે:-- *ચામડી ઘ્વારા* 👉કયું પક્ષી ચાંચ ઊલટી રાખીને ખાય છે:-- *સુરખાબ* 👉પાટણવાડી કયા પ્રાણીની જાતિની જાત છે:-- *ઘેટાં* 👉ગુજરાત માં સૌથી વધુ ગાયો ની સંખ્યા:-- *રાજકોટ* 👉ઊંટ સંવર્ધન કેન્દ્ર ક્યાં :- *ઘારી કચ્છ* 👉ગરીબોની ગાય:-- *બકરી* 👉ગુજરાત ની સૌથી પ્રાચીન નદી:-- *સરસ્વતી* 👉ગુજરાત ની દક્ષિણ માં આવેલી છેલ્લી નદી:-- *દમણગંગા* 👉સ્ટેચ્યુ ઓફ યુનિટી નો શિલાન્યાસ કયારે અને કોને કર્યો હતો:-- *31 ઓક્ટોમ્બર 2013 ,શ્રી નરેન્દ્રભાઇ મોદી* 👉ગુજરાત ની કઇ નદીનો ઉલ્લેખ તોલેમીએ મોફિસ તરીકે કરેલ છે:-- *મહી નદી* 👉WALMI (વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ) ક્યાં આવેલ છે:-- *આણંદ* 👉નવા કાપ ની જમીન ને શુ કહેવાય:- *ભાઠા ની જમીન* 👉રેતાળ કાંપ ની સ્થાનિક જમીનોને ક્યા નામે ઓળખવામાં આવે છે :-- *બેસર* 👉નાઇટ્રોજન તત્વ ધરાવતી જમીનોને કયા નામે ઓળખવામાં આવે છે:-- *લેટેરાઈટ* 👉ગુજરાત માં કઇ જમીનનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે:-- *કાંપની જમીન*

Father

Image
પુત્ર માટે ખાસ વાંચશોજી....  એકભાઇ સાંજે કામ પરથી ઘરે આવ્યા. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ બઈરી એ વિલાયેલા મોઢે કહ્યુ, " ગોમડેથી તમારા બાપુજી આયાં છે. એના ચહેરા પરથી એ કંઇક તકલીફમાં હોય એમ લાગે છે"  સાંભળતાની સાથે જ પતિના હોશકોશ ઉડી ગયા.મંદીને કારણે નાનો ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી દેવી પડી હતી. અને માંડ માંડ ઘરનું  ગુજરાન ચાલતુ તુ.  એવાંમાં ગોમડેથી બાપુજી આયા છે, તો ચોક્કસ કોઇક મદદ માંગવા માટે જ આવ્યા હશે, આ વિચાર માત્રથી એ ભાઇ ધ્રુજી ગયા. ઘરમાં પ્રવેશીને મુરઝાયેલા ચહેરે પિતાને પ્રણામ કર્યા. સાંજનું ભોજન પતાવીને, પિતાએ પુત્રને કહ્યુ, " બેટા, તારી સાથે થોડી વાતો કરવી છે"  પિતાની વાત સંભળતા જ દિકરાના હૈયામાં ફાળ પડી "નક્કી હવે બાપુજી પૈસાની માંગણી મુકશે. મારી કેવી સ્થિતી છે એનો બાપુજીને જરા પણ વિચાર નહી આવતો હોય ? મને ફોન કર્યા વગર સીધા જ, અહીંયા પહોંચી ગયા આવતા પહેલા ફોન કર્યો હોત, તો હુ ફોન પર પણ તેમને મારી મુશ્કેલી જણાવી શકત". વિચારોના વાવઝોડામાં સપડાયેલા દિકરાના ખભ્ભા પર પિતાનો હાથ મુકાયો, ત્યારે દિકરાને ખબર પડી કે, પિતાજી એમની બાજુમાં આવીન

બહેન યાદ આવી.........

Image
ખરેખર વાંચવા જેવું!! ઉનાળાની બળબળતી બપોરે એક  ઠંડાપીણા વાળાની દુકાન પર ભીડ જામી હતી. તાપથી રાહત  મેળવવા બધા પોતાના મનપસંદ  ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક  ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને  વિખરાયેલા વાળ વાળી છોકરી જાત જાતના પીણા પી રહેલા આ લોકોને  ટીકી ટીકીને જોયા કરતી હતી.  એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર  ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક   બોલાવી પણ  છોકરી ત્યાં આવવામાં સંકોચ  અનુભવતી હતી. કદાચ એના ગંદા અને  ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન  માણસો પાસે જતા અટકાવતા હશે આમ  છતા થોડી હિંમત કરીને એ નજીક આવી.  પેલા ભાઇએ પુછ્યુ, " તારે લસ્સી પીવી છે ? " છોકરી 'હા' બોલી એ સાથે મોઢુ પણ  ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ  સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર  આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ  છોકરીના હાથમાં આવ્યો અને એ તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર  રહેલા કાજુ બદામને જોઇ રહી. એણે  પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત  કરતા કહ્યુ, " શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ  પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે." આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ  પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુ તો ગ