Posts

Showing posts from September, 2017

દિલ

Image
ગીતામાં કહ્યું છે કે શું લઈને          આવ્યા હતા   અને શું લઈને જાવાના?  મે કહ્યું કે નાનકડું દિલ              ❤ લઈને આવ્યો છું અને બધા ના દિલમાં વસીને જતો રહેવાનો છું.... અને.... હા..... *"દુનિયા માં ફક્ત દિલ જ એવું છે જે*                   *આરામ કયૉ વગર*                        *કામ કરે છે*                       ❤              *એટલા માટે એને ખુશ રાખો* *પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ...!!!"*

દોસ્તી

Image
બે સિંહ હતા.  બન્ને સિંહ ને બહુ સારી દોસ્તી હતી.  એક દિવસ અચાનક દોસ્તી તુટી જાય છે. બન્ને સિંહ એક બીજા ના દુશ્મન બની જાય છે.  અને બન્ને સિંહ એક બીજા સાથે 10 વર્ષ સુધી  વાત પણ નથી કરતા. એક દિવસ પેલા સિંહ સિંહણ અને તેના બચ્ચા ને 25-30 કૂતરાએ ઘેરી લીધા અને તેમને બચકા ભરી ને તોડવા લાગ્યા ત્યારે બીજો સિંહ ત્યાં આવી જાય છે.  અને તે બધા કૂતરાઓ ને કેળા ની છાલ ની જેમ તોડી ને ભગાડી દે છે.  અને પછી થોડે દૂર જઈ ને બેસી જાય છે એટલે બચ્ચાએ પેલા સિંહને પુછ્યુ કે પપ્પા,  તમે એક બીજા સાથે વાત પણ નથી કરતા તો પછી તે સિંહે અમને બચાવ્યા  કેમ ?એટલે તે સિંહે કહ્યુ બેટા ભલે નારાજગી હોય પણ દોસ્તી એવી કમજોર પણ ન હોવી જોઇએ કે કૂતરા ફાયદો ઉઠાવી જાય. મિત્રો એવા બનાવો કે દોસ્તી તુટીયા પછી પણ મદદ કરે.... જીંદગી ની સ્ક્રિન જ્યારે *"લૉ બેટરી"* દર્શાવે,  અને *"પોતાના"* કહી શકાય એવા સંબંધો નું *"ચાર્જર"* જડયે ન જડે... ત્યારે જે *"પાવરબેન્ક"* બની ને તમને *"ઉગારી"* જાય એનું નામ જ દોસ્ત....... 

1 to 10

Image
મિત્રો! આપણે બાળપણથી ૧ થી ૧૦ ભણીએ છીએ પરંતુ આપણને ક્યારેય પ્રશ્ન થયો કે ૧ એ ૧ જ શા માટે લખાય, ૨ એ ૨ જ  શા માટે લખાય તથા ૩ એ ૩ જ શા માટે લખાય ? નહિ ને ! તેનો જવાબ છે : તેના ખુણાઓ (angels). આ મહત્વનું  ચિત્ર ઉપર જુઓ તમને તે તર્ક સમજાય જાશે. મોરલ ઓફ ધ સ્ટોરી : "IT IS NEVER LATE TO LEARN" Password Education..... 

દામ્પત્ય જીવનની સફર

Image
દામ્પત્ય જીવનની વાસ્તવિકતાના દશ વાક્યો રજુ કરૂં છું.                               (૧) "સાંભળો છો"                  થી લઇને... "બેરા થઈ ગયા છો"                 સુધીની સફર..!!                (૨) "આમ આવો "                 થી લઈને,  "આઘા જાઓ"                 સુધીની સફર..!!                 (૩) "તમેઁ મળ્યા એ નસીબ"                થી લઈને,  "મારા ફૂટેલા નસીબ"                 સુધીની સફર..!!                 (૪) તમે રેવા દો"                 થી લઈને,  "મહેરબાની કરી ને તમે તૌ રેવા જ દો"                  સુધીની સફર..!!                 (૫) "માની જા" થી લઈને,  "તેલ પીવા જા" સુધીની સફર..!!                 (૬) "ક્યાં ગઇ વ્હાલી"                  થી લઇને,  "ક્યાં મરી ગઇ"                 સુધીની સફર..!!                 (૭) "વાત કર ને..મુડ ઓફ છે"                 થી લઈને,  "પ્લીઝ, એવી વાતો કરી મુડ ઓફ ના કર"                  સુધીની સ

સજ્જન મિત્ર

Image
ગાય કે ભેંસ ગમે તેવી હશે તો ચાલસે, કારણ કે થોડું ઘણું દૂધ આપશે પણ બીજા પ્રાણીની ગમે એટલી ચાકરી કરો એ કાંઇ દૂધ નહિ આપે. સુખડ ગમે તેવું હશે તો પણ એ થોડી ઘણી સુગંધ આપશે પણ બાવળનું લાકડું ક્યારે પણ સુગંધ નહિ આપે. જો આપણી પાસે થોડા ઘણા સજ્જન મિત્રો હશે તો જીવનમાં ઉપયોગી થશે. પણ ખરાબ મિત્રોનો સંગ હશે તો જીવન બરબાદ કરી નાખશે....                  માટેજ સજ્જન મિત્રોને સાચવે એજ ડાહ્યો બાકી તો ગમે તેવા મિત્રો બનાવે એ મૂર્ખ છે....... - વિદુરનીતિમાંથી... સારા સુવિચાર મેળવવા માટે આ નીચેની લીંક પર ક્લિક કરો.. અને પેજ લાઈક કરો.... https://www.facebook.com/Ashok.Sir.Password.Education/

ફરીયાદ

Image
ટેકનિકલ ખામીને કારણે સૂર્યોદય નહી થાય આકાશમાં શું કયારેય , આવું લખેલુ પાટીયુ દેખાય ? માંદો હોવાને કારણે , આજે ચંદ્ર નહિ દેખાય. શુ રાત્રે આવા સમાચાર, ગગન મા ફલેશ થાય? બિલાડીને ઘુટણમાં વા થયો છે, એનાથી ઊંદર નહિ પકડાય. દરરોજ બે વાર મુવ લગાડે, તો જ કંઇક થશે ઉપાય. ભમરાના પગે છાલા પડયા છે, હવે એનાથી ફુલ પર નહી બેસાય. એની એડીએ ક્રેક ક્રીમ લગાવો, તો જ એનાથી ફૂલ જોડે પ્રેમ થાય. વાઘને આંખે મોતિયો આવ્યો, એટલે એને શિકાર નહિ દેખાય. એનુ ઓપરેશન તો થઈ શકે, પણ ડોક્ટર વાઘ થી બહુ ગભરાય. હાથીને કેળાની લાલચ ના આપો, હવે એ કેળા નહિ ખાય. ભાઇ , ડાયેટિંગ ચાલે છે એનું , પછી કેટલુ વજન વધી જાય? આ દુનિયા આખીમાં  બધા જીવો, સરળતાથી જીવી જાય. શુ માણસનું જ આખુ જીવન બસ ફરિયાદોમાં જ પુરું થાય???! જીવનમાં જેટલી ફરિયાદો ઓછી એટલા આપણે વધારે સુખી...  મોજ થી જીવી લેવુ સાહેબ...... કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ આ અનમોલ જીંદગી ઢળતી જાય છે........ -  what's app ...... 

Light

Image
સ્કૂટર કે કારની પાછલી લાઇટ્નું મહત્વ બહુ ઓછા સમજે છે. અકસ્માતથી બચવા ભલે પ્રમાણમાં ઓછો ઉપયોગ થાય છે. પરંતુ પાછલી લાઇટનોય ફાળો ભૂલવા જેવો નથી.        બધું મેળવ્યા પછી શું ગુમાવ્યું એ જોવા ક્યારેક થોડુંક પાછળ જોવું પડે છે.ખોજ કરવી પડે છે. ..... - ભરત ભાઇનો આભાર

હું શિક્ષક છું.

Image
મને ખાલી પુસ્તકીયો ભાર ન આપો, હું શિક્ષક છું. મને માનવ ધર્મ નો સાર ન આપો, હું શિક્ષક છું. મારે સાંકળ નહી ઝાકળ ઝીલવાની હોય છે, આંખે મારી સરોવર બંધિયાર ન આપો, હું શિક્ષક છું. મારે તો ચાંદ સુરજ ઉગાડવા છે વર્ગખંડમાં, સાવ મને મશિનનો આકાર ન આપો, હું શિક્ષક છું. હું મથુ છુ ચોમાસું જીવતું કરવા રોજેરોજ, મને સુકકા રણ જેવી કટાર ન આપો, હું શિક્ષક છું. હું તો શાળાના વૃક્ષનું પતંગિયું છુ ભલા આમ, લડવા હવા સાથે મને કટાર ન આપો, હું શિક્ષક છું. હથેળીમાં મે હુંફ સાચવી છે લાગણીની, તમે મારી હસ્તિને અંગાર ન આપો, હું શિક્ષક છું. આખો હિમાલય ખળભળે છે મારી ભીતર, મને ખળખળ કોઈની ઉધાર ન આપો, હું શિક્ષક છું. મારી ડાળે ડાળમાં ફુટે છે આનંદની ટશરો, મને ઉદાસી ભરેલી કોઈ સવાર ન આપો, હું શિક્ષક છું. હું નથી મ્હોતાજ કોઈ અવોર્ડ કે પ્રમાણપત્રોનો, ખોટો સાવ નાટકીયો પ્યાર ન આપો, હું શિક્ષક છું. હું ફુલ છું નાજુક ભણતરનુ, ભણાવવા દ્યો, કરમાઈ જાવ એવા કામ હજાર ન આપો, હું શિક્ષક છું. શાળા, બાળક, શબ્દો ને પ્રેમ ચાર ધામ છે મારા, મને કાશી, મથુરા કે હરિદ્વાર ન આપો, હું શિક્ષક છું. - નિતિન સરનો આભાર

ગરીબ મા

Image
એક માં હતી. સાવ ગરીબ. ઝૂંપડામાં રહે. ઠંડીની એક રાતે દીકરાને ટાઢથી બચાવવા માએ પહેલાં ઘાસ પાથર્યું અને તેના પર કાગળનો ઢગલો કરીને દીકરાને સુવડાવ્યો. દીકરો બોલયો, મા... એ લોકોનું શું થતું હશે જેની પાસે ઘાસ અને કાગળ પણ નહીં હોય?  મા એ કહ્યું, ભગવાનને પ્રાર્થના કર કે એવા લોકોને ઘાસ અને કાગળ મળી રહે. માએ મનમાં કહ્યું કે, બેટા,  હું તો  મારી જાતને કોસતી હતી કે મારી પાસે પાથરવા-ઓઢવાનું કંઇ નથી.  તારા વિચારોએ મને તો સુખી કરી દીધી. #અશોક સર...... (ચિંતનને અજવાળે માંથી) 

JAPAN

Image
आज हम जापान से जुड़े, कुछ रोचक तथ्य बताएंगे !! जो शायद आप न जानते हों! !। 👌1. जापान में हर साल लगभग 1500 भुकंम्प आते हैं! ! मतलब कि हर दिन चार !! 👌2. मुसलमानों को “नागरिकता” न देने वाला, "जापान"अकेला राष्ट्र है। 👌यहाँ तक कि, "मुसलमानों" को जापान में, किराए पर मकान भी नहीं मिलता। 👌3. जापान के किसी "विश्वविद्यालय" में "अरबी" या अन्य कोई" इस्लामी भाषा", नहीं सिखाई जाती।!! 👌4. कुत्ता पालने वाला, प्रत्येक जापानी नागरिक, उसे घुमाते समय, अपने साथ एक विशेष बैग रखता है !! जिसमें वह उसका मल, "एकत्रित" कर लेता है।! 👌5. जापान में, 10 साल की उम्र होने तक, बच्चों को, कोई "परीक्षा" नहीं देनी पड़ती। 👌6. जापान में "बच्चे," और "अध्यापक" एक साथ, Classroom को साफ करते हैं । 👌7. जापान के लोगों की, औसत आयु दुनियां में सबसे ज्यादा है !! (82 साल). 👌जापान में, 100 साल से ज्यादा उम्र के 50,000 लोग हैं! !। 👌8. जापान के पास, किसी प्रकार के "प्राकृतिक संसाधन" नहीं हैं! ! 👌और वे प

ઓફ લાઈન માં

Image
મેં મારા દરેક વિદ્યાર્થીઓ સાથે અલક મલકની વાતો કરી ને પછી દરેકને કેવી   ''માં'' પસંદ છે. તે નિબંધ લખવા માટે આપ્યો. દરેકે પોત પોતાની માતાના વખાણ લખ્યા હતા. મિતેશના લખાણનું હેડીંગ હતું. ''ઓફ લાઈન માં'' મારે માં જોઈએ છે પણ ઓફ લાઈન. મારે અભણ માં જોઈએ છે જેને મોબાઈલ વાપરતા નહીં આવડે તો ચાલશે પણ મારી સાથે દરેક જગ્યાએ જવા માટે સમય હોય. મારે જીન્સ અને ટીર્શટ પહેરે તેવી માં નહીં પણ છોટુના મમ્મી જેવી સાડી પહેરતી માં જોઈએ છે. જેના ખોળામાં માથું રાખીને હું છોટુની જેમ સુઈ શકું. મારે માં તો જોઈએ છે પણ ઓફ લાઈન જેને મારા માટે સમય તેના મોબાઈલ કરતાં વધારે હોય પપ્પા માટે વધારે હોય, જો ઓફ લાઈન માં હશે તો પપ્પા સાથે ઝગડો નહિ થાય. મને સાંજે સુતી વખતે વીડીયો ગેમ્સની બદલે વાર્તા સંભળાવીને સુવરાવશે. ઓન લાઈન પીઝા નહિ મંગાવે. મને અને બાને સમયસર રસોઈ કરીને જમાડશે. બસ મારે તો એક ઓફ લાઈન માં જોઈએ. આટલું વાંચતા મોનીટરના હીંબકા પુરા કલાસમાં સંભળાય રહયા હતાં. દરેક વિદ્યાર્થીની આંખોમાં ગંગા જમુના વહેતી હતી. બસ મારે તો  ''ઓફ લાઈન માં'' 

મદદ એ જ સ્વર્ગ

Image
એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ, “ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની મુલાકાત કરાવું. બોલ તારે પહેલા કોની મુલાકાત લેવી છે?” બાળકે કહ્યુ, “પ્રભુ, પહેલા નરક બતાવો.  પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોઇ તો પણ વાંધો ન આવે.” ભગવાન બાળકને લઇને નરકમાં ગયા. દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા. બાળકે જોયુ તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા. જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા. આમ છતા લોકો ભુખના માર્યા તરફડીયા મારી રહ્યા હતા. કેટલાકના મોઢામાંથી સારુ ભોજન જોઇને લાળો ટપકતી હતી પરંતું એ ભોજન લેતા ન હતા. બાળકે ભગવાનને પુછ્યુ, “પ્રભુ આવુ કેમ ? ભોજન સામે હોવા છતા આ લોકો કેમ ખાતા નથી અને દુ:ખી થઇને રાડો પાડે છે?” ભગવાને બાળકને કહ્યુ, “બેટા, આ તમામ લોકોના હાથ સામે જો. બધાના હાથ સીધા જ રહે છે.  એને કોણીથી વાળી શકતા નથી અને એટલે એ ભોજનને હાથમાં લઇ શકે છે

Happy Teacher's Day

Image
शिक्षक  *TEACHER* के एक - एक अक्षर का मतलब _*T* - Tact full (व्यवहार - कुशल )_ _*E* - Efficient (कार्य - कुशल )_ _*A* - Active (सक्रिय )_ _*C* - Confident (आत्मविश्वासी )_ _*H* - Honest (ईमानदार )_ _*E* - Excellent (उत्कृष्ट )_ _*R* - Regular (नियमित )_ 🌴 _Teacher *शिक्षक* का अर्थ  🌴 :-_ _*शि* - शिखर तक लें जाने वाला,_ _*क्ष* - क्षमा की भावना रखने वाला,_ _*क* - कमजोरी को दूर करने वाला !_         _*अर्थात*_ *जो विद्यार्थी की हर गलती को क्षमा करने की भावना रखता है और उसकी हर कमजोरी दूर कर उसको शिखर (सफलता ) तक लें जाता है वहीं सच्चा शिक्षक कहलाता है। શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હે. 'Zero'થી શરૂ કરી 'Hero'બનવાની યાત્રા કરાવનાર teacher ને thanks..... ' irritation 'થી નહીં પણ ' innovationના ડગલાં ભરાવી 'pain 'થી ' gain' સુધીની યાત્રા કરાવનાર teacher ને thanks..... 'Lazy'માંથી  ' crazy' બનાવી જ્ઞાન વિશ્વની યાત્રા કરાવનાર teacher ને thanks... માઇન્ડનું 'હેકિંગ&

એક વિચાર

Image
- એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય છે, પણ એક માચિસની સળીથી લાખો વૃક્ષ પણ સળગી જાય છે. ભગવાને મારી અને તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે. માનવી ફક્ત ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરે છે - મારું નામ ઊંચું થાય. મારા કપડા સારા હોય. મારું મકાન સુંદર હોય. પરંતુ, માણસ જયારે મરે છે ત્યારે ભગવાન તેની આ ત્રણેય વસ્તુ સૌથી પહેલા બદલી નાખે છે. નામ - (સ્વર્ગીય) કપડા - (કફન) મકાન - (સ્મશાન) જીવનનું કડવું સત્ય, જેને આપણે સમજવા જ નથી માંગતા... આ સરસ પંક્તિ જે પણ મહાન પુરુષે લખી છે તેણે શું સુંદર લાઈન લખી છે. એક પથ્થર ફક્ત એક જ વાર મંદિર જાય છે અને ભગવાન બની જાય છે... જયારે માનવી દરરોજ મંદિર જાય છે તો પણ પથ્થર જ રહે છે.... સુંદર લાઈન એક મહિલા પુત્રને જન્મ આપવા માટે પોતાની સુંદરતાનો ત્યાગ કરે છે.... અને તે જ પુત્ર એક સુંદર પત્ની માટે પોતાની માતા નો ત્યાગ કરે છે.... લાઈફમાં આપણને બધી જગ્યાએ "સક્સેસ (જીત)" જોઈએ છે. ફક્ત ફૂલ વાળાની દુકાન એવી છે જ્યાં આપણે કહીએ છીએ કે "હાર" આપજો...

શિક્ષક

Image
કોઈકે મને પૂછ્યું, "શિક્ષક કયા ક્લાસમાં(વર્ગ) આવે? ત્રીજા કે ચોથા" મેં કહ્યું, શિક્ષકનો ક્લાસ ફર્સ્ટ ક્લાસ કરતાં પણ ઊંચો હોય છે. એટલે એની છત્રછાયા નીચેથી દરેક વિદ્યાર્થી પસાર થઈને ફર્સ્ટ થી ફોર્થ ક્લાસ સુધી પહોંચે છે. પૃથ્વીના સેંકડો ડોક્ટરો, એન્જિનીયરો, વકીલો, નેતાઓ, વૈજ્ઞાનિકો ભેગા થઈને માત્ર એક શિક્ષકનું સર્જન ન કરી શકે. પણ ઉપરના બધાનું સર્જન એક શિક્ષક કરે છે. આવા શિક્ષકનો કોઈ વર્ગ ન હોઈ શકે. એ તો બધા વર્ગની ઉપર છે, જેનું કોઈ નામ નથી. # અશોક સર.....