Posts

Showing posts from October, 2017

પૈસાદાર કોણ?

Image
કોઈ પૈસાદાર વ્યક્તિ એની દીકરીના લગ્નમાં ઘરની કામવાળી માટે સાડી લેવા જાય તો દુકાનદારને કહેશે હલકી સાડી બતાવો કામવાળી માટે.... અને એ જ ઘરની કામવાળી એ પૈસાદાર વ્યક્તિની દીકરી માટે સાડી લેવા જાય તો કહેશે ભારે સાડી આપો શેઠની દિકરીના લગ્ન માટે.... સાલો પ્રશ્ન થાય કે આમાં પૈસાદાર કોણ અને ગરીબ કોણ ?...... 

નૂતનવર્ષાભિનંદનમ્

Image
પ્રાર્થના.....  સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વાર ને ભૂલતું રહે, સ્વાસ્થ્ય તમારું ખુબજ સારું રહે, એજ નવા વર્ષના દિવસે ભગવાનને  પ્રાર્થના..... તેમજ ભગવાનને પ્રાર્થના કરું કે તમને તન મન અને ધનથી સુખીયા કરે......... અશોક સર.... 

અરીસો

Image
કાલે અરીસો હતો તો, બધા જોઈ જોઈ ને જતા હતા, આજે તૂટી ગયો, તો બધા બચી બચી ને જાય છે. સમય સમય ની વાત છે..!! લોકો તમારી સાથે નહીં પણ તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે.

પરીવાર

Image
એક અઠવાડીયામાં સાત વાર હોય છે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર            અને રવિવાર.     પરંતુ આઠમો વાર નસીબવાળાઓ પાસે હોય છે,    એ છે - 'પરીવાર'   -  જનકબેનનો આભાર...... 

ભૂલ

Image
વર્ગખંડ માં શાળા નાં ટીચરે બોર્ડ પર લખાણ લખ્યું. ૯ × ૦૧ = ૦૯ ૯ × ૦૨ = ૧૮ ૯ × ૦૩ = ૨૭ ૯ × ૦૪ = ૩૬ ૯ × ૦૫ = ૪૫ ૯ × ૦૬ = ૫૪ ૯ × ૦૭ = ૬૩ ૯ × ૦૮ = ૭૨ ૯ × ૦૯ = ૮૧ ૯ × ૧૦ = *૮૯* આ લખાણ જોયા બાદ વર્ગ નાં વિદ્યાર્થીઓ શિક્ષક પર *હસવા લાગ્યા* કારણ કે છેલ્લી લીટી માં ભુલ હતી પછી શિક્ષકે કહ્યુ " મેં છેલ્લી લીટી કોઈ હેતુસર ખોટી  લખી છે. કારણ કે હુ તમને કંઇક મહત્વની વાત સમજાવા ઇચ્છું છું. દુનિયા તમારી સાથે આવોજ વ્યવહાર કરશે. તમે બોર્ડ પર જોઇ શકો છો કે મેં નવ વખત સાચું લખ્યું તમારાંમાંથી કોઈ એ મારા વખાણ ન કર્યા પરન્તુ મારી *એક ભુલ ને કારણે તમે બધાં હસવા લાગ્યા*, મારી ટીકા પણ થઇ. એટલે તમને બધાને મારી એકજ સલાહ છે " દુનિયા ક્યારેય પણ તમારા લાખો સારા કામને બિરદાવસે નહીં પરંતું તમારી *એક નાનકડી ભુલ* ની ટીકા જરુર કરશે આ જીવનનું સત્ય છે.

ઢીંગલી

Image
ઘરે પાંચ જ મિનીટ મોડા પહોચો, અને ઢીંગલી વ્હાલ થી ભેટીને પુછે.. પપ્પા કેમ આટલા બધા મોડા આવ્યા.!.? એ સુખ ની મજા ભ્રુણહત્યા કરનાર ને ક્યાથી સમજાય.!

જ્યોર્જ વોશીન્ગટન

Image
ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક દિવસ એક ઘોડેસવારે થોડા સૈનિકોને ખૂબ જ વજનદાર લાકડાનું થડ ઊંચકવાની કોશિશ કરતા જોયા. જ્યારે સૈનિકો થડ ઊંચકવા માટે સંઘર્ષ કરતા હતા ત્યારે તે ટુકડીનો મેજર તેમને મદદ કરવાને બદલે બાજુમાં આરામથી ઊભો હતો. ઘોડેસવારે તે મેજરને પૂછ્યું, “જ્યારે સૈનિકોને મદદની જરૂર છે ત્યારે તમે શામાટે મદદ નથી કરતા?” મેજરે તોછડાઈથી જવાબ આપ્યો, “હું મેજર છું, મારે આદેશ આપવાનો હોય કામ ન કરવાનું હોય.” આ સાંભળીને ઘોડેસવાર ઘોડા પરથી નીચે ઊતર્યો, સૈનિકો પાસે ગયો અને તેમને થડ ઊંચકવામાં મદદ કરી. ઘોડેસવાર ચુપચાપ ઘોડા પર બેસીને મેજર પાસે ગયો અને બોલ્યો, “બીજીવાર તમારા સૈનિકોને મદદની જરૂરત હોય ત્યારે સેનાપતિને બોલાવી લેજો.” તેમના ગયા પછી તે મેજર અને સૈનિકોને ખબર પડી કે તેમને મદદ કરનાર ઘોડેસવાર બીજું કોઈ નહીં પણ જ્યોર્જ વોશીન્ગટન હતા. સફળતા અને વિનમ્રતા રથના બે પૈડાં જેવા છે. તે હંમેશાં સાથે જ ચાલે છે. સાદગી અને વિનમ્રતા મહાનતાના બે પ્રમાણ ચિન્હ છે. અશોક સર..... 

નોટબુકની ભેટ

Image
લગ્નની પચીસી વટાવી ચૂકેલું એક દંપતી લગ્નની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ એક બીજા સામે બેસીને એક બીજાના ગમા - અણગમાની ફરિયાદ કરે છે, ત્યાં પતિ એક સરસ પ્રસ્તાવ મુકે છે : "આપણે બંને એક બીજાને એક એક નોટબૂક ભેટ આપીએ - તે નોટબૂકમાં આપણે રોજેરોજ એક બીજાની કયી વાત ના ગમી તે ટાંકતા રહેવાનું અને આવતી વર્ષગાંઠે એકબીજા સામે બેસીને એક બીજાની ખામીઓ વાંચવાની.... વર્ષ દરમ્યાન જે ખામી નજર આવે - આગામી વર્ષોમાં પ્રયત્ન કરવાનો તે ખામીઓ દુર કરવાનો - તે ભૂલનું પુનરાવર્તન ના થાય તે જોવાનું !!" પતિની આ વાત સાંભળી પત્ની પણ સંમત થઈ અને એક બીજાને નોટેબૂક્ની   આપ - લે કરી લીધી....... વર્ષ વીતતું ગયું....વાતો - ભૂલો - ખામીઓ લખાતી રહી.... એક વર્ષના વહાણાં વાઈ ગયા.... ફરી લગ્નની વર્ષગાંઠે પતિ - પત્ની સામસામે બેઠા... એક બીજાની નોટબુકની આપ - લે કરી લીધી.... પહેલ આપ પઢો...ની હુંસાતુંસી જામી....આખરે મહિલા પ્રથમના ધોરણે પત્નીએ લખેલી નોંધ પતિએ વાંચવાની શરુઆત કરી... પ્રથમ પાનું....બીજું પાનું...ત્રીજું પાનું... ફિલ્મ જોવાનો વાયદો કરી મોડા આવ્યા.... બહાર જમવાનો વાયદો કરી ના લઇ ગયા.... મારા પિયરીયા

તિલક

Image
85 કરોડથી વધુ હિન્દુ જનસંખ્યા ધરાવતા આપણાં દેશમાં મોટા ભાગના હિન્દુઓનાં કપાળ કોરી તાવડી જેવા થઇ ગયા છે. તેમાંય ચાંદલો કરવાથી શરમ અનુભવતી બહેન દિકરીઓને જોઇને તો બહુજ દુખ થાય છે. અને લાખો હિંદુઓ વૈષ્ણવ, શૈવ, સ્વામિનારાયણ વગેરે સંપ્રદાયની તિલક પરંપરા ને અનુસરે છે એની આપણાં જ હિન્દુઓ ઠેકડી ઉડાડે છે. જ્યારે આશરે 20 કરોડ જેટલી જનસંખ્યા ધરાવતો મુસ્લિમ સમાજનાં પુરુષો માથે જાળીવાળી ટોપી પહેરે છે, ખ્રિસ્તી લોકો ગળામાં ક્રોસ પહેરે છે, એટલે કે દરેક સંપ્રદાય પોત પોતાની પરંપરા ને અનુસરે છે પણ ક્યારેય મુસ્લિમ ને ટોપીનો વિરોધ કે મશકરી કરતાં જોયા!?? ક્યારેય ખ્રિસ્તી ને ક્રોસ નો વિરોધ કે મશકરી કરતાં જોયાં!? હિન્દુઓ જ તિલક કરતાં હિન્દુઓની મશ્કરી કરે છે એ દુઃખની વાત છે. પોતે હિન્દુ હોવા છતાં તિલક નથી કરતાં એ એની વ્યક્તિગત બાબત છે, પણ અન્ય હિન્દુ તિલક કરે એની મશ્કરી શું કામ કરવી જોઈએ!?? હું તો કહું પોતાને હિન્દુ બતાવનાર દરેકે પોતાને ગમે એવું તિલક કરવું જ જોઈએ, કારણ કે તિલક પરંપરાનો ઇતિહાસ 10000 વર્ષ જુનો છે. વેદ-ઉપનિષદ, રામાયણ-મહાભારત અને પુરાણોમાં પણ ઉલ્લેખ મળે છે. 3700 વર્ષ પહેલાં ની હડપ્પા

છટકબારી

Image
"હેલ્લો, ફર્નિચર માર્ટ.. અમારે બારીઓ જોઈએ છે." "મળી જશે શેઠ. બોલો, કેટલી જોઈએ છે ??" "50-100 જેટલી હોય તેટલી. પણ તાત્કાલિક જોઈએ છે." "મળી જશે, શેઠ. સાંજ સુધી પહોંચી જશે." "બોલો, કઈ બારીઓ જોઈએ છે..?" "છટકબારીઓ જોઈએ છે. જીએસટી માટે જોઈએ છે." "સોરી, સાહેબ, જીએસટી માટે અમારી પાસે એક પણ છટકબારી નથી. " "બીજે ક્યાં મળશે??" "સાહેબ, ક્યાંય નહીં મળે. જીએસટી માટે એક પણ છટકબારી નથી. એક વાત કહું સાહેબ?" "બોલોને.." "આજ સુધી છટકબારીથી ઘણું ચલાવ્યું. હવે એના વગર ધંધો કરોને. વેપાર-ધંધામાં ખોટું કરવું જ પડે એ માનસિકતામાંથી ક્યારેક તો બહાર આવવું જ પડશે ને!!" "તમારી વાત વિચારવા જેવી તો લાગે છે હોં.. " "સાહેબ જે દિવસે ભારતમાં તમામ ક્ષેત્રમાંથી બધી છટકબારીઓ દૂર થશે ત્યારે જ વિકાસનું પ્રવેશદ્વાર ખૂલશે. "