Posts

Showing posts from May, 2018

સાચી મિલકત

Image
એક  દિવસ એક ભાઈ ઘરે આવ્યો. એમણે એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન. કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણય ને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે. દીકરા અને વહુને રૂમ માં બોલાવીને આ પત્ર આપી દીધો. ઘરમાં દીકરો અને વહુ હતા ત્રીજી વ્યકતિ દીકરી હતી. અને રૂમ માંથી પોતે બહાર નીકળી ગયા. પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો, અને થોડું ઘણું અમારા ઘડપણ માટે અવશ્ય રાખજો. કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ ના લંબાવવો પડે એ ધ્યાન રાખજો. બાકીની તમામ મિલકત તમે તણેય સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે અમને બેય ને માન્ય છે. હા એક ખાસ વાત તમારી બાને આ વાતની જાણ નથી. એ  ભાઈ અને પત્ની બહાર બેસી સંતાનોના નિર્ણય ની રાહ જોતા બેસી રહ્યા. પત્ની એટલું જ બોલ્યા કે મને મારા બાળકો, પ્રત્યે તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર પૂરો  ભરોસો છે. એ  ભાઈ બોલ્યા, જોઈએ તારા સંસ્કાર શું કહે છે ? આ બાજુ ત્રણે જણા પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા. બે સ્ત્રી એ જે વિચાર્યું તે આશ્ચર્ય જનક હતું. એક સ્ત્રી જે ઘરની વહુ હતી તેણે ત

છેલ્લી ક્ષણ

Image
આજે સવારે.....વહેલા ઓફિસ જઈ પહેલું... કામ રાજીનામું લખી...ને મારા સાહેબ ના ટેબલ  ઉપર મૂકી દીધું..... અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહયો... હોસ્પિટલ પહોંચી..સાહેબ..ને ફોન કરી ફક્ત એટલું કીધું...આજે હું ઓફિસે નહીં આવી શકું.... સાહેબ ની આદત મુજબ..બોલ્યા ભાવેશ...હમણાં.. હમણાં...તારી ..રજાઓ બહુ પડે છે....કામ મા ધ્યાન નથી...આવું લાંબુ કેમ ચાલસે ? મે ફક્ત એટલું જ કીધું.. સાહેબ..તમારા ઉપર છોડી દઉં છું....તમે તમારી રીતે સાચા છો.. તમારો આખરી નિર્ણય મને માન્ય છે...કહી મોબાઈલ મે કટ કર્યો... મારી પત્ની કહે...કોણ હતું... સાહેબ...મેં કીધું આ તું જોવે છે..રોજ..રોજ મમ્મી ની તબિયત બગડતી જાય છે...ડૉક્ટર એ હાથ અધ્ધર કરી દીધા છે...મારા થી તો હાથ અધ્ધર ના થાય... પથારી ઉપર સુતેલ લાચાર અસહાય માઁ મારી સામે જોઈ... ધીરે.. ધીરે બોલે છે... ઓફિસે જા.. બેટા..અહીં કહી કામ નથી... પણ તેની લાચાર આંખ કહી રહી હતી..બેટા અહીં બેસ....સારૂ લાગે છે.. મેં કીધું...માઁ..હું...અહીં છું... તું ઓફિસ ની ચિન્તા ના કર... માથે હાથ ફેરવી હું બોલ્યો..... બચપન માં તે બહુ માથે હાથ ફેરવ્યો છે...હવે મારો વારો આવ્યો છે..માઁ

ગરીબનાં દિલની અમીરી

Image
એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા... બધો સામાન ખરીદી લીધા પછી - એક લાચાર મજૂરને બોલાવ્યો. એની -આધેડ ઉંમર,ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને, દૂરથી ગંધાતો એનો પરસેવો... એની સંઘર્ષમય જિંદગી હતી. આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી... પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી ! કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી... એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો. એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને... રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા ! દંપતી ઘરે પહોંચ્યું.. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ... પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું - "હું તમને કાયમ કહું છું કે -અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું... છતાં, તમારામાં અક્કલનો છાંટો નથી ! જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય... એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે... ચાલો, અત્યારે જ બજારમાં જઈને ત

મારું ગુજરાત

Image
આખા વીશ્વમાથી ભારતને 1 રાષ્ટ્રપિતા ની કૉઈ ભેટ આપનાર પ્રજા હોય તો એ 100km જેટલા એરિયાની ગુજરાતી પ્રજા છે. મહારાણા પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો એ બધા જાણે છે, પણ એ ચેતક ઝાલાવાડના ઘાંગઘ્રા ના ખોડુ ગામના ચારણે આપેલ હતો એ વાત કેટલા જાણે છે???? સ્વામી વીવેકાનંદ શીકાગોની ધર્મ પરીષદ મા ગયેલા એ બધા જાણે છે પણ એમને આ ધર્મ સભા પરિષદ ની માહીતી ગુજરાત ના જેતલસર ના સ્ટેશન માસ્ટરે એક વર્તમાનપત્ર દ્વારા આપી આ વાત કેટલા જાણે છે???? 1942-45 ના સમયમાં પોલેન્ડમાથી 500 જેટલી સ્ત્રીઓ અને બાળકો ભરેલુ જહાજ નીકળે અને મધદરિયે તોફાન ઉપડે એટલે પોલેન્ડના અધીકારીઓ એમ કહે કે વીશ્વનો જે દેશ સાચવે ત્યા તમે ચાલ્યા જજો ત્યારે વીશ્વનો કોઈ દેશ એને સાચવવા તૈયાર ન થાય અને જામનગરના રાજા દીગ્વીજયસીંહ પોતાના હવામહેલ મા એ 500 લોકોને પુરા 7 વર્ષ સુધી રહેવાની-જમવાની સુવીધા કરીને સાચવે એ હાલની "સૈનીક બાલાચડી" સ્કૂલ. .... આ વાતની કેટલાને જાણ છે...... બસ ખાલી ૧ મેં ગુજરાત સ્થાપના ના દીવસે "જય ગરવી ગુજરાત" લખવુ એ ગુજરાતી માટે પુરતુ નથી... આ ગુજરાત નુ નોલેજ જાણવુ અને એનુ ગૌરવ લેવુ એ મહત્વનુ છે.. "