Posts

Showing posts from 2019

Business

Image
Only story of some companies... 🦁 🦁 🦁 🦁 🦁 🦁 🦁 🦁 🦁 🦁 🦁 🦁 જંગલમાં સિંહે એક ફેકટરી ચાલુ કરી ... 🏭 એમા વર્કર મા પાંચ કીડી હતી, 🐜 જે સમયસર આવી ને પોતાનુ બધુ કામ ઈમાનદારીથી કરતી... 💪🏻 સિંહનો બિઝનેસ બરાબર ચાલતો હતો, 🦁 એમા સિંહને મનમાં થયુ કે, 🤔 પાંચ કીડી જો આટલુ સરસ કામ કરે છે, 👌🏻 તો એને કોઈ એક્ષપર્ટની દેખરેખમાં રાખુ તો 🧐 વધારે સારૂ કામ કરશે ... 😎 એણે એક ભમરાને પ્રોડકશન મેનેજર તરીકે રાખ્યો, 🐝 ભમરાને કામનો અનુભવ હતો & રીપોર્ટ લખવામાં પણ એક્ષપર્ટ હતો... 📝 ભમરાએ સિંહને કહ્યુ કે, 🐝...🦁 સૌથી પહેલા આપણે કીડીઓનુ વર્ક શેડ્યુલ બનાવવુ પડશે, 🐜📝 પછી એનો રેકોર્ડ પ્રોપરલી રાખવા માટે મારે એક સેક્રેટરીની જરૂર પડશે...✍🏻 સિંહે મધમાખીને સેક્રેટરી તરીકે રાખી લીધી,🐞 સિંહને મધમાખીનુ કામ ગમ્યુ  & કહ્યુ કે, 🦁...🐞 કીડીઓનુ 🐜 અત્યાર સુધીના કમ્પલીટ કાર્યનો રીપોર્ટ & પોગ્રેસ ગ્રાફ રજુ કરો...📝📊 મધમાખીએ કહ્યુ ઠીક છે, 🐞🤔 એના માટે મારે એક કોમ્પયુટર, 🖥 લેઝર પ્રિન્ટર અને 🖨 પ્રોજેકટર જોઈ છે... 📽 સિંહે એક 🦁 કોમ્પયુટર

એક યુગવિધાયક શ્રીકૃષ્ણ ૧

Image
એક યુગવિધાયક શ્રીકૃષ્ણ હિંદુ સંસ્કૃતિનાં મોટા ભાગનાં ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પુજાય છે. વળી શ્રીકૃષ્ણ ને જગદગુરુ કહેવામા આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણ ધરાવતાં કિશોર ગોવાળીયા તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં બંસી (વાંસળી) સાથે ફરતો હોય છે કે બંસી વગાડતો હોય છે (શ્રીમદ્ ભાગવતમ્ માં) અથવા તો અત્યંત તેજસ્વી યુવાન રાજા તરિકે તેમની છબી સિતરાયેલી જોવા મળે છે, જે અન્યોને ગુઢ ફીલોસોફીનું જ્ઞાન અને માર્ગદર્શન આપતો હોય (જેમકે ભગવદ્ ગીતામાં).ભારતમાં વિવિધ સમુદાયોમાં કૃષ્ણને ભિન્ન ભિન્ન રીતે જોવામાં આવે છે. કૃષ્ણ અને તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ હિંદુ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે.ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકિકતો જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી હોય, પરંતુ તેનું હાર્દ તો હંમેશ એક સરખુંજ હોય છે.આમાં કૃષ્ણનાં દિવ્ય અવતારની વાતો, તેમનાં નટખટ બાળપણની અને યુવાવસ્થાની વાતો તથા એક યોદ્ધા અને શિક્ષા આપનાર ગુરૂ (અર્જુનનાં સંદર્ભમાં) તરિકેની વાતોનો સમાવેશ કરી શકાય. શ્રીકૃષ્ણના નામો:- મહાભારતના ઉદ્યોગપર્વના સિત્તેરમા અઘ્યાયમાં શ્રીકૃષ્ણ

બોડાણા ભગત

Image
ભક્ત બોડાણો (વિજયસિંહ બોડાણા) ગુજરાતનાં ખેડા જિલ્લામાં આવેલ ડાકોર ગામનો રહેવાસી હતો. ક્ષત્રિય કુળમાં જન્મેલા બોડાણા રણછોડરાય પ્રત્યે અપાર ભક્તિ ધરાવતા હતા. રણછોડરાયને પ્રસન્ન કરવા તેમની ૭૨ વર્ષની વય સુધી તેમણે દર છ મહિને હાથમાં તુલસી વાવેલું કુંડુ લઇ પગપાળા દ્વારકા સુધી યાત્રા કરી હતી. બોડાણાની ઉંમર થતાં તેનામાં અશક્તિ આવી અને છેલ્લી છેલ્લી યાત્રા દરમ્યાન તેણે મનમાં ફરી કદાચ નહી આવી શકવા માટે અફસોસ વ્યક્ત કર્યો. તેની આ ભક્તિથી રીઝાયેલા દ્વારકાધિશે તેને સ્વપ્નમાં આવીને કહ્યું કે એક ગાડું લઈને તે દ્વારિકાપુરી જાય. જ્યારે બોડાણો મહા મુસીબતે ગાડાની વ્યવસ્થા કરીને દ્વારિકા જાય છે, ત્યારે ભગવાન તેની સાથે ડાકોર જવા નીકળી પડે છે. આ કથા રણછોડ બાવની નામની પદ્ય રચનામાં સુંદર રીતે ગવાય છે. વિક્રમ સંવત ૧૨૧૨ની કારતક સુદ પૂનમના રોજ વિજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇને દ્વારિકાધીશનું બીજું સ્વરૂપ ડાકોરમાં પધાર્યું હતું જે રણછોડરાય તરીકે ઓળખાય છે. ડાકોરનું રણછોડજી મંદિર જે આજે જોઈ શકાય છે તેનું નિર્માણ ગોપાલ જગન્નાથ તાંબવેકર નામના મરાઠી સદ્ગૃહસ્થે તે સમયે રૂ.૧ લાખના ખર્ચે ઇ.સ. ૧૭૭૨માં બંધાવ

કુબા ભગત

Image
કુબા ભગતના આંગણેથી કોઈ ભુખ્યું જતુ નથી રાજાએ કૂવો ખોદાવવો શરૃ કર્યો. માટી બહાર નીકળવા માંડી. કૂવાને તળીએ જઇને સૌએ જોયું તો ભગત અને માતાજી હરિકીર્તનમાં તલ્લીન છે... રાજસ્થાનની રણભૂમિ, શૌર્ય અને શહાદતના જ્યાં સાથિયા પુરાયા છે. રણબંકા રજપુતોની તલવારના જ્યાં તેજ તીખારા ખર્યા છે. રણચંડી બનીને રજપૂતાણીઓએ જ્યાં દુશ્મનોના માથા રેડવ્યા છે. આવી ધરતી ઉપર કુબા નામનો પ્રાજાપતિ ચાકડો ફેરવે છે. માટીના પીંડમાંથી અવનવા ઘાટ ઘડે છે. ધણી ધણીઆણી હક્કની કમાણી કરીને રોટલો રળી ખાઇને અલખને આરાધે છે. ઇશ્વરમાં એકાકાર થઇ જાય છે. કુબો કુંભાર આખા ગામમાં ભગત તરીકે ઓળખાય છે. સાધુ- સંતને ઉતારો આપી સેવાચાકરી કરે છે. બે ટંક રોટલો આપી અતિથિ આવકારનો રૃડો ધરમ પાળે છે. એક દિવસની વાત છે. ગામના પાદરમાં સાધુની જમાત આવી છે. ભેળા હાથી - ઘોડાનો મોટો રસાલો છે. સાધુઓ અને જોગીઓેની જમાવટ છે. જમાવતના મહંત ગામમાં ટેલ નાખે છે. એક ટંક ભોજન માટે કોઇ ભક્તની શોધ કરે છે, પણ કોઇ હા ભણતું નથી. જમાતના મહંત શેઠ, શાહુકાર અને દરબારની દોઢીએથી પાછા વળ્યા છે. કોઇએ સાધુની ઠેકડી કરી. 'એ સાધુ મા'રાજ, ગામમાં કુબા ભગત વગર તમારી કો

જીવન સાથી

Image
*શ્રીમદ્ ભગવત્ ગીતામાં  ભગવાન શ્રી કૃષ્ણ કહે છે* *તમારું જીવન સાથી કોણ છે ?* *મમ્મી ? , પપ્પા ? , પત્ની ? , દીકરો ? , પતિ ? , દીકરી ? , મિત્રો ? કે કોઈ નહિ !* *તમારું વાસ્તવિક જીવનસાથી તમારું શરીર છે.* *એકવાર તમારું શરીર પ્રતિસાદ આપવાનું બંધ કરે છે પછી કોઈ તમારી સાથે નથી.* *તમે અને તમારું શરીર જન્મથી મૃત્યુ સુધી સાથે રહેશો.* *તમે તમારા શરીર માટે જે કરો છો તે તમારી જવાબદારી છે અને તે તમારી પાસે અંત સુધી રહેશે.* *તમે કાળજી લો તમારા શરીર માટે, તમારું શરીર તમારી સંભાળ રાખશે.* *તમે શું ખાવ છો, ફીટ બનવા માટે તમે શું કરો છો, તમે તાણ સાથે કેવી રીતે વ્યવહાર કરો છો, તમે તેને કેટલું આરામ આપો છો* *તે પરથી તમારું શરીર કેવી રીતે પ્રતિક્રિયા આપશે તે નક્કી કરશે.* *યાદ રાખો કે તમારું શરીર એકમાત્ર કાયમી સરનામું છે જ્યાં તમે રહો છો.* *તમારું શરીર તમારી સંપત્તિ /જવાબદારી  છે, જે બીજો કોઈ શેર કરી શકશે નહીં.* *તમારું શરીર તમારી જવાબદારી છે કારણ કે, તમે વાસ્તવિક જીવનસાથી છો.* *કાયમ માટે ફિટ બનો. તમારી પોતાની સંભાળ રાખશો. પૈસા આવે છે અને જાય છે. સંબંધીઓ અને મિત્રો કાયમી નથી.* *ય

સ્વયંભૂ ભાલાજી

Image
દાઢી મૂંછ સાથે આ મંદિરમાં બિરાજે છે સ્વયંભૂ બાલાજી... કરે છે ભક્તોની મનોકામના પૂરી........ બાલાજી ભગવાન હનુમાનનું એક સ્વરૂપ છે. હનુમાનજી અને બાલાજીના અનેક મંદિર દેશભરમાં આવેલા છે. આ મંદિરોના દર્શને લોકો દૂર દૂરથી આવે છે. તેમાં સૌથી મુખ્ય છે સાલાસર બાલાજીનું મંદિર. સાલાસર બાલાજી રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલું છે. સાલાસરમાં મધ્યમાં આવેલું છે બાલાજી મંદિર. આવી રીતે પ્રગટ થયા બાલાજી:- સાલાસરમાં રહેનારા મોહન દાસજી મહારાજ ભગવાન બાલાજીના ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને એકવાર બાલાજી ભગવાન તેમના સપનામાં આવ્યા અને અસોટા ગામમાં તે મૂર્તિ સ્વરરૂપે પ્રગટ થશે તેમ જણાવ્યું. અસોટા ગામમાં જ્યારે એક ખેડૂતે તેના ખેતરમાં હળ ચલાવ્યું ત્યારે જમીનમાંથી તેમને કોઈ અવાજ આવ્યો. આ અવાજ સાંભળી તેણે ત્યાં ખોદકામ કર્યું તો ત્યાંથી બે મૂર્તિ નીકળી. આ મૂર્તિ પરથી જ્યારે ખેડૂતની પત્નીએ માટી સાફ કરી ત્યારે જાણ થઈ કે તે બાલાજી હનુમાનની મૂર્તિ છે. પતિ પત્નીએ શ્રદ્ધાથી તેમને પ્રણામ કર્યા અને તેમને બાટી અને ચુરમાનો ભોગ ધરાવ્યો. ત્યારથી આજ સુધી બાલાજી હનુમાનને ચુરમા અને બાટીનો ભોગ ચઢાવવામાં આવે છે. બાલ