એક અજીબ ઘટના સામે આવી...... એક વાલી પોતાના પુત્રનું મેડીકલ સર્ટિ શાળામાં જમા કરાવવા આવ્યા.તેમના ચહેરા પર વેદના હતી.એક મહિનાની રજા માટે વિનંતી કરી. વાત- ચીત દરમ્યાન જાણવા મળ્યું કે ત્રણેક દિવસ પહેલા તેમના પુત્રનો જન્મદિવસ હતો.મિત્રો તેને શુભેચ્છા આપવા આવ્યા. ફિલ્મ છેલ્લા દિવસના દ્રસ્યનું પુનરાવર્તન થયું. મિત્રોએ મારેલા મારને કારણે તેમના પુત્રના છેલ્લા મણકામાં ક્રેક પડી. ડૉક્ટરે એક મહિનાનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી અન્યથા ઓપરેશન માટે તૈયાર રહેવાની સલાહ આપી. ખેર મિત્રોની શુભેચ્છા આપવાની આ પદ્ધતિ મારી સમજ માં ન આવી. ફિલ્મોનું આંધળું અનુકરણ સમાજને કઈ દિશામાં લઇ જઇ રહ્યો છે..? મારી તમામ બાળકોને નમ્રવિનંતી કે આ પદ્ધતિથી કોઈને પણ શુભેચ્છા આપશો નહીં કે આપવા દેશો નહીં. પોસ્ટની વાત પૂરી કરીને હવે વિચારવાની વાત શરૂ કરીએ. (1) આ અત્યંત ગંભીર ઘટના છે. આપણને ખબર જ નથી કે આનંદ અને મનોરંજન કેવી રીતે મેળવાય. જેનો જન્મદિવસ હોય તેને માર મારીને ઉજવણી થાય એ વાત કેટલી હાસ્યાસ્પદ, વાહિયાત, અમાનવીય અને ક્રૂર છે..કોઈને જન્મદિવસની શુભકામના આપવાની આ તે કોઈ રીત છે... (2) હવે જન્મદિવસની ઉજવણી (અને અન્ય બીજી...
Comments
Post a Comment