ગરીબનાં દિલની અમીરી

એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા...

બધો સામાન ખરીદી લીધા પછી -
એક લાચાર મજૂરને બોલાવ્યો.

એની -આધેડ ઉંમર,ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી,
મેલાંદાટ કપડાં અને, દૂરથી ગંધાતો એનો પરસેવો... એની સંઘર્ષમય જિંદગી હતી.

આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી...
પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી !

કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી...
એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો.

એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને...
રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા !

દંપતી ઘરે પહોંચ્યું.. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ... પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું -
"હું તમને કાયમ કહું છું કે -અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું...
છતાં, તમારામાં અક્કલનો છાંટો નથી !

જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય...
એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ?

નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે...

ચાલો, અત્યારે જ બજારમાં જઈને તપાસ કરીએ...
અને, ન મળે તો પોલીસસ્ટેશન જઈને ફરિયાદ કરીએ !


રસ્તામાં પતિ-પત્નીની નજર એક યુવાન મજૂર ઉપર પડી...
યુવાન મજૂરને પેલા આધેડ મજૂર વિશે પૂછવા ઉભો રાખ્યો...
એની લારીમાં જોયું તો -
એમનો જ સામાન હતો !

પત્ની ગુસ્સામાં બોલી -
"પેલો ડોસો ક્યાં ?"

ત્યારે યુવાન મજૂર બોલ્યો કે -
"બહેન એ છેલ્લા એક મહિનાથી બીમાર હતા...
ભૂખ, બીમારી અને ગરમી એમ ત્રણગણા તાપને સહન ન કરી શક્યા..

લૂ લાગવાથી -
એ રસ્તા પર પડીને મરી ગયા !

પણ,
મરતાં પેલા મને કહેતા ગયા કે -
મેં આ ફેરાના રૂપિયા લઇ લીધા છે...
એટલે - તું સામાન પહોંચાડી દેજે.

હું તો મરતાં માણસનું વેણ પાળવા આવ્યો છું !! "

ગરીબના દિલની અમીરી જોઈને -
પતિની આંખમાં આંસુ હતા...
પરંતુ,
શરમથી ઝૂકી ગયેલી શ્રીમતીની આંખમાં તો પતિની આંખ સામે જોવાની પણ હિંમત નહોતી !!

સારાંશ :-
જરૂરી નથી કે -
મજબુર વ્યક્તિ 'ઈમાનદાર' ન હોય...

'મજબુરી' એ પરિસ્થિતિ પર નિર્ભર કરે છે...
પરંતુ,
'ઈમાનદારી' એ સંસ્કાર પર અવલંબિત હોય છે !!

માટે -
ગરીબ માણસો પર હંમેશા દયા રાખો...


- અશોક સર (આ પ્રસંગ ફેસબૂક માંથી લીધેલ છે.)  

Comments

Post a Comment

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર