દિકરી

“મોગરાની મહેંક,ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે.”


દીકરી બાપની આંખ છે,
દીકરી માની પાંખ છે,
…. બેટી બચાવો, બેટી પઢાવો…..


દીકરો બાપનું રૂપ છે,
દીકરી માનું સ્વરૂપ છે.
,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
નદી જેવી નદીને પણ
દીકરી થઈ ભમવું પડે,
પર્વત જેવા બાપને પણ
દીકરીના સાસરે નમવું પડે,
…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપનો શ્વાસ છે,
દીકરી માનો વિશ્વાસ છે.
,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપનો હાથ છે,
દીકરી માનું હૈયુ છે.
,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપની લાકડી છે,
દીકરી બાપની લાડકી છે.
,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપનો દિપક છે,
દીકરી માની રોશની છે.

# પાસવર્ડ એજ્યુકેશન  .. 

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર