માણસ જેવું ના થાય

ટૂકું ને ટચ.....

માણસ સિંહ નો શિકાર કરવા નીકળ્યો, સિંહ પર ગોળી છોડી, સિંહ બચી ગયો અને માણસની પાછળ થયો ત્યાં માણસ વૃક્ષ પર ચડી ગયો, વૃક્ષ પર વાનર હતો સિંહે વાનરને કહ્યું માણસ  મારો શિકાર કરવા આવ્યો હતો તું એને નીચે નાખ વાનર કહે હશે જવા ..દ્યો.... ને ..
      થોડીવારમાં વાનરને જોકું આવ્યું તો સિંહે માણસને કહ્યું કે તું વાનરને નીચે નાખ તો તને છોડી દઈશ , માણસે તરત જ વાનરને ધકો માર્યો પણ વાનર વચ્ચે ડાળી પકડી લીધી પછી સિંહે વાનરને કહ્યું જોયું માણસનો ભરોસો ના કરાય હવે નાખ એને નીચે.
     વાનર બોલ્યો જવાદ્યોને “ ઇતો માણસ છે આપણે એના જેવું થોડું થવાય “

# પાસવર્ડ એજ્યુકેશન
અશોક સર..... ✍

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર