શ્રી ગણેશ

શ્રી ગણેશ....

ગણપતિ દાદા પ્રત્યક્ષ રૂપે અક્ષર મુકત શ્રી ગોપાળાનંદ સ્વામી ના હાથે લાડુ જમ્યા હતા. તે પ્રસાદીનું ભોલેશ્વેરનું મંદિર ટોરડા ગામ જ્યાં ગણપતિ દાદા પ્રત્યક્ષ રૂપે ખુશાલ ભટ્ટના હાથે લાડુ જમ્યા હતા. તે પ્રસાદીનું ભોલેશ્વેરનું મંદિર ટોરડા ગામમાં બૂઢેલી નદીના કિનારે આવેલ છે. જેનું બીજુ નામ શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીનું મંદિર પણ છે.

          એકવાર ભાદરવા સુદ ચોથનાં રોજ નાના ખુશાલ ભટ્ટ પાંચ લાડુનો પ્રસાદ બનાવીને આ મંદિરમાં ભગવાનને ધરાવવા આવેલ ત્યારે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ગણપતિ દાદાએ બે લાડુ પોતાની સૂંઢથી લઈને માતા પાર્વતીજીને આપ્યા અને બે લાડું ભગવાન સદાશિવજીને આપ્યા અને એક લાડુ નંદીશ્વેરને આપ્યો, પાંચે લાડુ પુરા થઈ ગયા એટલે પોતાના માટે બીજા લાડુની માંગણી કરી અને ખુશાલ ભટ્ટ બીજા લાડું ઘરે જઈને બનાવી લાવ્યા અને પોતાનાં હાથે ગણપતિ દાદાને જમાડવા લાગ્યાં અને પ્રત્યક્ષ ગણપતિ દાદા લાડું જમવા લાગ્યાં. એ વાત ખુશાલ ભટ્ટની જોડે આવેલ તેમના મિત્ર કુબેર સોનીએ માતા જીવીબાને ઘરે જઈને કરી ત્યારે ગામમાં બધાને આ વાતની ખબર પડી.

       તે પ્રસાદીના ગણપતિ દાદા, સદાશિવ મહાદેવજી અને માતા પાર્વતીજી આજે પણ આ પ્રસાદીના શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીના મંદિરમાં સૌને દર્શન આપી રહ્યાં છે. જેનું બીજું નામ શ્રી ભોલેશ્વેરનું મંદિર છે.

@ અશોક સર

Comments

Post a Comment

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર