પ્રસાદીનો સ્તંભ

જય સ્વામિનારાયણ.....
કોઇ હરીભગત બહારગામથી નરનારાયણ દેવના દર્શન કરવાં આવતાં હોય અને જો દર્શન બંધ હોયને તો આ થાંભલાના દર્શન કરશે એને હું નરનારાયણ દેવના દર્શનનું ફળ આપીશ. આવું મહારાજે અમદાવાદમા વચન આપ્યું.
          અમદાવાદના ભક્તોએ આ સ્તંભ ના દર્શન કર્યાં જ હશે, પણ કદાચ કોઇને મહાત્યમ ખબર ન હોય તો જરૂર આગળ વાંચજો....
           અમદાવાદ કાલુપુર મંદીરનું કામ પુર જોશમા ચાલે છે. ઇડરથી મંદીરના પથ્થરો લાવવામાં આવે છે. એક હરીભગત (નામ છેલ્લે કહીશ) શીખરમા મુકવાં માટે ૧૬૦ મણ વજનનો પથ્થર ગાડાંમા ચડાવ્યો. વધું વજન આવવાને લીધે બળદનો પગ મરડાઇ જાય છે અને બળદને ચાલવાની તાકાત રહેતી નથી. આ ભગતે બીજો કોઇ બળદ અથવા મજુર મળે એ માટે તપાસ કરી પણ કોઇ મળ્યું નથી. છેવટે વિચાર્યું કે આ બળદની જગ્યાએ હું રહી જાવ તો...!

અને આ ભગત એ પથ્થર ગાડામાં ચડાવી અને પોતે ગાડું ખેંચવાં તૈયાર થાય છે. અને ચાલતાં ચાલતાં રસ્તાંમા ગામ ગોધાવી નજીક ગાડાનો ઇસોટો ભાંગી જાય છે. અને આ ભગત બળદની સામે જુવે છે ત્યાં ધોંસરું બળદની કાંધે અડતું જ ન હતું, આ બળદગાડું એમનામ ચાલતું હતું. અને આશ્ચર્ય નો કોઇ પાર નથી રહેતો, જીંદગી સફળ થઇ ગઇ. અને મંદીરમા ગાડું અને પથ્થર લાવે છે. અને આનંદાનંદ સ્વામીને આ વાતની જાણ કરે છે.

પછી બીજે દીવશે મહારાજ પોતાના કાંડામાથી એક રાખડી છોડે છે, અને કહે છે કે આ રાખડી અમારે કોઇકને બાંધવી છે, પણ કોને બાંધવી.. અને મહારાજે કહ્યું કે જીવાભાઇ ઉભા થાવ. આ જીવાભાઇ અટકે વિરમગામા હતાં અને લખતર પાસે નાના અંકેવાળિયા ગામના વતની હતાં. અને મહારાજ કહે છે કે ભગત...! ૧૬૦ મણ વજનનો પથ્થર ખેંચીને લાવ્યાં...? મહારાજ...! તમારી કૃપા નો કોઇ પાર નથી પ્રભું. ગાડું તો એની જાતે જ ચાલતું હતું. અને હર્ષના આંસુ આવી ગયાં. અને મહારાજ એમને બાથમાં ઘાલીને ભેટ્યાં છે. અને પ્રસાદીની રાખડી બાંધી. હાલ આ પ્રસાદીની રાખડી સ્વામિનારાયણ મ્યુઝિયમ મા દર્શન દે છે. અને મહારાજે સંતો ભક્તોને કહ્યું કે આ પથ્થરને મંદીરના સ્તંભ મા રાખજો. અને બહારગામથી સંતો ભક્તો આવે અને જો દર્શન બંધ હોય તો આ સ્તંભ ના દર્શન કરશે અને માથું નમાવશે એને નરનારાયણ દેવનાં દર્શન નું ફળ મળી જાશે. આવું વચન મહારાજે આપ્યું.

- અશોક સર (ફેસબુકમાંથી) 

Comments

Post a Comment

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર