અેક ડૉક્ટર

આજે વાત કરું હું ડૉ. એમ વી દુધિયા ની તેમની ઉંમર  85 વર્ષ ની છે
તેમનું ક્લિનિક  પતંગ હોટલ ની સામે નોબલ કોમ્પ્લેક્સ માં B-15 માં  આવેલુ છે
સાહેબ 85 વર્ષ ના છે છતાં  આજે પણ રોજ સવારે 9વાગે  રીક્ષા માં લૂંગી અને શર્ટ પેહરી ની હાજર થઈ જાય.
સાહેબ એટલા પ્રખ્યાત છે કે ગુજરાત ભર માથી લોકો તેમની પાસે પોતાના બીમાર  છોકરાઓ લઈને આવે છે
અને નવાઈની વાત તો એ છે કે આટલી મોંઘવારી માં પણ સાહેબ નવા કેસ ના 200 ને જૂના કેસ ના 100 રૂપિયા જ લેય છે બાકી તો ભારત ભરમાં ઘણા ડૉક્ટરો છે જે એક કેસ ના 1200 થી લઇ 2500 રૂપિયા ફી લેય છે
મને યાદ છે  થોડા સમય પેહલાં સાહેબ  ક્લિનિક થી સીડી ઉતરતા પડી ગયા ને એમને હાથે ફેક્ચર આવ્યું  અને એમની તબિયત સારી ના હોવા છતાં તે ક્લિનિક આવતા ને રોજ 40 કેસ  લેતા  અને  એમાં  પણ જે  વધારે બીમાર છે , અને જે બહુ દૂર થી આવતા હોય તેમના કેસ પેહલા લેતા ,
આજના જમાના મા આવા ડોક્ટર સો એ એક મળે..

એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ........
- અશોક સર (ફેસબુક માંથી) 

Comments

Popular posts from this blog

સામાન્ય જ્ઞાન

બોડાણા ભગત

સમજો તો સારું......