અલંકાર






🌀 *અલંકાર એટલે શું ?*

👉સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે.

☔ *શબ્દાલંકાર  એટલે શું ?*

🎋 વાકય કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .

 ☔ *અર્થાલંકાર એટલે શું ?*

🎋 વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .

☔ *ઉપમેય એટલે શું ?*

🎋 જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તે…

 ☔ *ઉપમાન એટલે શું ?*

🎋 જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે…

☔ *સાધારણ ધર્મ એટલે શું ?*

🎋 બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ  ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.

☔ *ઉપમાવાચક શબ્દો એટલે શું ?*

🎋 બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શ્બ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે.

🌀 *શબ્દાલંકારના પ્રકાર*

(૧) વર્ણાનુપ્રાસ  (વર્ણસગાઇ)

(૨) યમક       (શબ્દાનુપ્રાસ)

(૩) આંતરપ્રાસ  (પ્રાસસાંકળી)

(૪) અંત્યાનુપ્રાસ

🌀 *અર્થાલંકારના પ્રકાર*

 (૧) ઉપમા       (૨)  ઉત્પ્રેક્ષા

(૩) રૂપક         (૪) અનન્વય

(૫) વ્યતિરેક     (૬)  શ્લેષ

(૭) સજીવારોપણ  (૮) વ્યાજસ્તુતિ

 ♏ *વર્ણસગાઇ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ અલંકારઃ—*

       વાકય કે પંકિતના પ્રારંભે એકનોએક વર્ણ બે કે બે થી વધારે વખત આવી વાકયમાં ચમત્કૃતિ સર્જે ત્યારે.. ..

ઉદાહરણઃ—

૧  નિત્યસેવા,નિત્ય—કીર્તન—ઓચ્છવ નિરખવા નંદકુમાર રે.

૨  જેને ગોવિંદા ગુણ ગાયા રે.

૩  નટવર નિરખ્યા નેન તે…

૪  માડી મીઠી,સ્મિતમધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી.

૫  પુરી કાશી,કાંચી,અવધ,મથુરાને અવર સૌ

 ♏ *શબ્દાનુપ્રાસ, યમક, ઝટ અલંકારઃ—*

      જ્યારે વાકયમાં પંકિતમાં એક સરખા  ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ                ધરાવતા બે અથવા બેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જય ત્યારે.

ઉદાહરણઃ—

 ૧  કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો.

૨  જાંબાળા…ખોપાળા…તગડીને ભડી…નેભાવનગર…

 ૩  હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે.

૪ અખાડામાં જવાના મેં ઘણીવાર અ—ખાડા કર્યા.

૫  દીવાનથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર.

♏ *આંતરપ્રાસ, પ્રાસસાંકળીઃ—*

             પહેલા ચરણના છલ્લો શબ્દનો અને બીજા ચરણના પ્રથમ શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે..

ઉદાહરણઃ—

 ૧  જતો હતો અંધ થતી નિશામાં,સુગુપ્ત રાજગૃહની દિશામાં.

૨  વિચારનો નેઞ જલે ભરાય છે,શરીરનું ચેતન ત્યાં હરાય છે.

૩  પાનેપાને પોઢી રાત,તળાવ જપ્યું કહેતા વાત.

૪  સામા સામા રહયાં શાભે,વ્યોમ ભોમ બે સોય.

૫  વિદ્યા ભણિયો જેહ,તેહ ઘેર વૈભવ રૂડો.

         વિદ્યા ભણિયો જેહ,કામનીકંચન ચૂડો.

🐝 *ઉપમા અલંકારઃ—*

ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે….

 ઉપમાવાચક શબ્દો (શું,શી,શા,જેવું,જેવા,જેવી,જેમનું,તેમનું,સરખું,સમોવડું,તુલ્ય,પેઠે,માફક,સમાન,)

ઉદાહરણઃ—

૧  પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.

૨  મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.

૩  સંતરાની  છાલ જેવો તડકો વરસે છે.

૪  ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.

૫  શામળ કહે બીજાબાપડા, પ્હાણ સરીખા પારખ્યા.

🐝 *ઉત્પેક્ષા અલંકારઃ—*

ઉપમેય અને ઉપમાનની એકરૂપતાની સંભાવના/શકયતા વ્યકત કરવામાં આવે ત્યારે.. .. ..

ઉત્પેક્ષા વાચકશબ્દોઃ—જાણે,રખે,શકે

ઉદાહરણઃ—

૧ જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવનપ્રીતિ નથી.

૨ વપુ-તેજ પ્રગટયું ભગવાન ,જાણે થયા ઉઠે શશિયર-ભાણ.

૩ જયાં-ત્યાં આવી વય બદલી સંતાય,જાણે પરીઓ.

૪ દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુંથી માંથી જ મળેલા.

૫ થાય છે મારી નજર જાણે હરણ ન રહે ઠેકતી એ ઘાસમાં.

🐝 *રૂપક અલંકારઃ—*

      ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે …

ઉદાહરણઃ—    

     ૧   બિદુને નવી મા મળતાં પ્રેમ સાગરમાં ભરતી આવી.

    ૨   ફાગણનાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.

    ૩   ધણી સુરભિ સુત છે.

    ૪   હરખને શોક ની ના’વે  જેને હેડકી.

    ૫  ઊંગતાને પાયે જગની જેલ.

🐝  *અનન્વય અલંકારઃ—*

           ઉપમેયની ઉપમેય સાથે જ સરખામણી કરવામાં આવે ત્યારે…

ઉદાહરણઃ—    

  ૧  મહુડાના વૃક્ષો એટલે મહુડાના વૃક્ષો.

  ૨  હિમાલય એટલે હિમાલય.

  ૩  આકકાનું વર્તન એટલે આકકાનું વર્તન,

  ૪  માતેમા બીજા બધા વગડાના વા.

 ૫ મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો.

🐝 *વ્યતિરેક અલંકારઃ—*

           ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે ..

ઉદાહરણઃ

૧  બાપુનુ હૃદય ફૂલ કરતાં કોમળ હતું.

૨  કમળકળી થકી કોમળું રે બેની અંગ છે એનું !

૩  સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માઞ.

૪  ઊર્મિલાની વાણી અમૃતથીયે મીઠી છે.

૫  તું ચંદ્રથી ચારૂ સુહાસિની છે.

🐝 *શ્લેષ અલંકારઃ—*

  જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી (અર્થાત્‌)

  એક જ શબ્દના બે કે બેથી વધારે અર્થ બને ત્યારે…

ઉદાહરણઃ—    

૧  જવાની તો આખરે જવાની છે.

૨  સાહેબ ,આબાં નીચે મરવા પડયા છે.

૩  રવિને પોતાનો તડકો ન ગમેતો જાય કયાં.

૪  હું માનવી માનવ થાઉં તો ઘણું.

૫  તપેલી તપેલી છે.

🐝 *સજીવારોપણ અલંકારઃ—*

           નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુનું આરોહણ કરવામાં આવે ત્યારે.. .. ..

૧ નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.

૨ ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતાં નથી.

૩ સડક પડખું વાળીને સુઇ ગઇ.

૪ રાતે તડકાએ રસ્તામાં રાતવાસો કર્યો.

૫ ઋતુઓ ને દૂરદૂર વહીજતી જોવું છું.

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર