સ્વયંભૂ ભાલાજી


દાઢી મૂંછ સાથે આ મંદિરમાં બિરાજે છે સ્વયંભૂ બાલાજી...


કરે છે ભક્તોની મનોકામના પૂરી........

બાલાજી ભગવાન હનુમાનનું એક સ્વરૂપ છે. હનુમાનજી અને બાલાજીના અનેક મંદિર દેશભરમાં આવેલા છે. આ મંદિરોના દર્શને લોકો દૂર દૂરથી આવે છે. તેમાં સૌથી મુખ્ય છે સાલાસર બાલાજીનું મંદિર. સાલાસર બાલાજી રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલું છે. સાલાસરમાં મધ્યમાં આવેલું છે બાલાજી મંદિર.

આવી રીતે પ્રગટ થયા બાલાજી:-

સાલાસરમાં રહેનારા મોહન દાસજી મહારાજ ભગવાન બાલાજીના ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને એકવાર બાલાજી ભગવાન તેમના સપનામાં આવ્યા અને અસોટા ગામમાં તે મૂર્તિ સ્વરરૂપે પ્રગટ થશે તેમ જણાવ્યું. અસોટા ગામમાં જ્યારે એક ખેડૂતે તેના ખેતરમાં હળ ચલાવ્યું ત્યારે જમીનમાંથી તેમને કોઈ અવાજ આવ્યો. આ અવાજ સાંભળી તેણે ત્યાં ખોદકામ કર્યું તો ત્યાંથી બે મૂર્તિ નીકળી.
આ મૂર્તિ પરથી જ્યારે ખેડૂતની પત્નીએ માટી સાફ કરી ત્યારે જાણ થઈ કે તે બાલાજી હનુમાનની મૂર્તિ છે. પતિ પત્નીએ શ્રદ્ધાથી તેમને પ્રણામ કર્યા અને તેમને બાટી અને ચુરમાનો ભોગ ધરાવ્યો. ત્યારથી આજ સુધી બાલાજી હનુમાનને ચુરમા અને બાટીનો ભોગ ચઢાવવામાં આવે છે. બાલાજી હનુમાન સંવત 1811માં શ્રાવણ માસના શુક્લ પક્ષની નવમીના દિવસે પ્રગટ થયા હતા.
ખેતરમાંથી મૂર્તિ પ્રગટ થયાની વાત તુરંત ગામમાં ફેલાઈ અને તે દિવસે રાત્રે અસોટા ગામના ઠાકુરના સપનામાં ભગવાન બાલાજી સપનામાં આવ્યા અને તેને આદેશ કર્યો કે તેમની મૂર્તિ બળદગાડામાં રાખી અને સાલાસર મોકલવી અને સાલાસર પહોંચ્યા પછી આ ગાડીને કોઈ ચલાવે નહીં. જ્યાં ગાડું અટકી જાય ત્યાં મૂર્તિની સ્થાપના કરવી. ભગવાનના આદેશ અનુસાર ઠાકુરએ કર્યું અને સાલાસરમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન બાલાજી દાઢી અને મૂછ સાથે બિરાજે છે.
ખેડૂતને જમીનમાંથી જે બે મૂર્તિ મળી હતી તેમાંથી એકને સાલાસરમાં સ્થાપિત કરવામાં આવી અને બીજી મૂર્તિને ભરતગઢના પાબોલામમાં સ્થાપિત કરવામાં આવી. આ સ્થળ સાલાસરથી અંદાજે 25 કિલોમીટર દૂર છે. સાલાસરમાં મૂર્તિની સ્થાપના પછી એક ધૂની પ્રજલિત કરવામાં આવી જે આજે પણ ચાલી રહી છે.
આ ધૂનીની રાખે લોકો પ્રસાદ તરીકે લઈ જાય છે અને તેનાથી તેમના દુ:ખ દર્દ દૂર થાય છે તેવી માન્યતા છે.  સાલાસર બાલાજી મંદિરથી 2 કિલોમીટર દૂર લક્ષ્મણગઢમાં માતા અંજલિનું મંદિર આવેલું છે. આ મંદિર વિશે માન્યતા છે કે તે માતા અંજલિ બાલાજી ભગવાનના આમંત્રણ પર અહીં આવ્યા છે....

સંપાદક:- પ્રજાપતિ તુષાર  "ઝાકળ"

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર