હકદાર કોણ?

અવસાન બાદ સ્મશાને જતી નનામી ઉભી રખાવી એક ભાઇ બોલ્યા કે.. મારે મરનાર પાસે પંદર લાખ લેવાના છે, એના છોકરા આગળ આવી પહેલાં મારા રૂપીયા આપે કે કબૂલે પછી જ એને અગ્નિ દેવા જગ્યા આપીશ, એમના પાંચેય દિકરાએ આવીને કહયું કે.. અમને કાંઇ ખબર જ નથી તો અમે રૂપિયા કેમ આપીએ? પેલો ભાઇ કહે જ્યાં સુધી મારી રકમ નહીં મળે હું આપના પિતા ને અગ્નિ દેવા નહીં દઉ.. આ વાત ઘર સુધી પહોંચી.. જે વ્યક્તિ અવસાન પામેલી એની દીકરીએ પોતાના પહેરેલા બધા દાગીના કાઢી ને  એ લેણદાર ને આપતા કહયું.. આ રાખીલો કાકા મારૂં સોનું ને બીજા જે ખુટતા હોય તે મારા પિતાશ્રી ને અગ્નિ આપ્યા બાદ મારી FD તોડાવીને તમને ચૂકવી આપીશ.!! ત્યારે એ માણસ બોલ્યો દીકરી મારે તારા પિતાશ્રી પાસે એક રૂપિયો પણ લેવાનો નિકળતો નથી, મારે તો તારા પિતાને પંદર લાખ આપવાના બાકી છે.. એ રૂપિયા મારે કોના હાથમાં આપવા એની મને મુંઝવણ હતી..લે બેટા આ રૂપિયા આની સાચી હકદાર તુ જ છે અને દીકરી ધન્ય છે તને ને તારા માવતર ને કે મર્યા પછી પણ તું તારા માવતર ને ભુલી નથી.
        👉 અશોક સર....

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર