Cockroach Theory by Sundar Pichai

   
ગુગલનાં સી.ઇ.ઓ.

પાસવર્ડ એજ્યુકેશન

ગુગલના સી.ઈ.ઓ. સુંદર પીચાઈ એ કહેલ કોકરોચની વાર્તા વાંચવા જેવી છે ...!

સુંદર પીચાઈ એ 2004 માં ગુગલ, જોઈન કર્યું અને ભારતીય યુવાનોની પ્રેરણા બની ગયા ...!

           એક વખત એક રેસ્ટોરન્ટમાં એક કોકરોચ ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડયું ...,
એ મહિલા ડરી ગઈ અને બૂમો પાડવા લાગી ...,
તે એકદમ ગભરાઈ ગઈ અને કોકરોચને દુર કરવા પ્રયાસ કરવા લાગી ...,
ઘણી કૂદા-કૂદ કર્યા પછી એ કોકરોચ દૂર થયુ ...,
પણ,
એ કોકરોચ ત્યાંથી ઊડીને બીજી મહિલા ઉપર ગયું.
હવે તે મહિલા પણ બચાવ માટે બૂમો પાડવા લાગી.
એક વેઈટર એ કોકરોચને દુર કરવા માટે આગળ વધ્યો એટલામાં એ કોકરોચ વેઈટર ઉપર પડયું ...;

વેઈટરે ખૂબ જ શાંતીથી પોતાના શર્ટ ઉપર રહેલ કોકરોચનું અવલોકન કર્યું,
અને ખૂબ જ ધીરજથી હાથમાં પકડી રેસ્ટોરન્ટમાંથી બહાર ફેંકી દીધું ...!

હું કોફી પીતા-પીતા આ મનોરંજન જોઈ રહ્યો હતો.
ત્યારે મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે ...,
શું ખરેખર, આ બન્ને મહિલાઓનો ભયાનક વ્યવહાર અને અશાંતિ માટે તે કોકરોચ જવાબદાર હતુ ?
અને જો એમ જ હોય તો વેઈટર અશાંત કેમ ન થયો? એણે ખૂબ જ શાંતિથી કોકરોચને દુર કર્યું ...!

મહિલાઓની અશાંતિનું કારણ ...,
કોકરોચ નહીં, પણ કોકરોચથી બચવાની અક્ષમતા જ એમની અશાંતિનું સાચું કારણ હતુ ...!

મેં અનુભવ્યું કે, મારા પિતાજી કે  મારા બોસે આપેલ ઠપકો, મારી અશાંતિનું કારણ ન હતું ...!
પણ, એ ઠપકાને સમજવાની અને, એ સમસ્યાનો રસ્તો કાઢવાનું ...,“સામર્થ્ય મારામાં નહીં હોવું” એ જ મારી અશાંતિનું કારણ હતું ...!

મારી અશાંતિનું કારણ ટ્રાફિક જામ નહીં,
પરંતુ તે ટ્રાફિક જામની સ્થિતીને હેન્ડલ કરવાની મારી અસમર્થતા જ મારી અશાંતિનું કારણ છે.

મિત્રો,
આપણાં જીવનમાં અશાંતિનું કારણ ...,
સમસ્યાઓ નહીં, પણ એ સમસ્યાઓ પ્રત્યે આપણો વ્યવહાર હોય છે ...!અશોક સર....
(ઈન્ટરનેટમાંથી)

આવી અન્ય રસપ્રદ અને પ્રેરણાત્મક પોસ્ટ વાંચવા વિઝીટ કરો.....  અમારી વેબસાઈટની લિંક...
https://ashoktholiyaeducation.blogspot.in/?m=1



Comments

  1. Wah wah ashok sir

    Google ceo and password education eco both are same in thought....

    ReplyDelete
  2. ખૂબ સરસ પ્રેરણાદાયી પ્રસંગ ....

    આભાર અશોક સર

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર