સંતાન કે બાળક?........

દરેક માતા-પિતાએ અચૂક વાંચવા જેવું.......



રાત્રે જમ્યા પછી ગાર્ડનમાં  ચાલતી વખતે  મેં જોયું કે એક બાળક  બાંકડા ઉપર  ઉદાસ થઈ ને બેઠો હતો.
રોજના નિયમ મુજબ એક કલાક ગાર્ડનની અંદર ચાલવું તેવું નક્કી કર્યું હતું.પહેલા રાઉન્ડ વખતે બેઠેલ બાળક અને ત્રીજા રાઉન્ડ વખતે પણ એ જ ઉદાસી !! આંખમાં પાણી સાથે  બેઠેલ બાળકને જોઈ મને નવાઈ લાગી !
ગાર્ડન ની અંદર ધીરે ધીરે ચહલ પહલ ઓછી થતી હતી.
આજુ બાજુ જોયું તો બાળકનું કોઈ માતા પિતા કે સગા સંબંધી દેખાતા ના હતા.થોડી શંકાની સાથે  મેં બાળક ને પૂછ્યું કે બેટા તારું નામ શું છે?
બાળક મારી સામે જોઈને કશું પણ બોલ્યા વગર નીચે માથું કરી બેઠો રહ્યો.
'બેટા ઘરે નથી જાવું"
ઘરનું નામ સાંભળી દોડી ને મને ભેટી પડ્યો.
"ના....ના...અંકલ please...ઘરે નથી જવું."
બાળક એટલું સુંદર અને નિર્દોષ હતું કે મેં તેડી લીધું.
હું તેની સાથે બાંકડે બેઠો..
માથે હાથ ફેરવી પૂછ્યું કે બેટા  ભૂખ લાગી છે?
કોઈ જવાબ નહીં !
"બેટા ક્યાં રહે છે?"
કોઈ જવાબ નહીં !
હું મૂંઝાયો અને ચોકીદારને બોલાવ્યો. હું રોજ વોકિંગમાં આવતો હોવાથી.ચોકીદાર મને ઓળખતો હતો.ચોકીદાર ને વાત કરી.પોલીસ ને જાણ કરવી કે નહીં તે અમે વિચારતા હતા.
મેં ચોકીદારને મેં કીધું તે મારુ ઘર જોયું છે જ.આજે રાત્રે આ બાળકને મારા ઘરે લઈ જાવ છું.સવારે આપણે નક્કી કરીએ.
આ બાળક નથી નામ કહેતો કે નથી કોઈ માહિતી આપતો !
"બેટા ! ચાલ ઘરે !"
"ના..મારે ઘરે નથી જવું."
એક બાળકને ઘર પ્રત્યે એવો તો શું અણગમો આવી ગયો હશે કે ઘરે જવા માટે તૈયાર નથી?
મેં કીધું ઘરે નથી જવું તો બોલ ક્યાં જવું  છે? મારા ઘરે  આવું છે?
"હા...અંકલ."
મને થોડી શાંતિ થઈ.બાળક ને ઘરે લઈ ને આવ્યો.મીરા કહે. અરે! આવું સુંદર બાળક તમારી સાથે ?
મેં બધી હકીકત સંભળાવી.
મીરાએ કહ્યું કે કામ તો સારું છે પણ પોલીસના લફરાં ના થાય તે જોજો !
વાત તો તારી સાચી છે પણ કાલ સવારે પોલીસને  જણાવશું.
મીરા બોલી બેટા તારું નામ શું છે ?
માથે હાથ ફરતા જ જાદુ ! આમ પણ સ્ત્રીના હાથમાં જાદુ જ હોય છે !
"નીલુ"
"બેટા નીલુ ! પહેલા તું જમી લે પછી વાત કરીએ.બોલ શું ખાવું  છે?"
"આન્ટી ! મેગી "
ઘરમાં મેગી હતી.તરત બનાવી તેને આપી.
બાળક તો પ્રેમ જુએ એટલે ખીલે !
મીરાનો સ્વભાવ બાળકો પ્રત્યે પ્રેમાળ હોવાથી એકબીજાની ભાષા સમજી જાય !
નીલુએ મીરા સામે જોયું.મીરા સમજી ગઈ કે નીલુ ને હું જમાડીશ તો  જ જમશે !
નીલુ ને  જમાડતા જમાડતા પીઠ પર હાથ ફેરવ્યો અને નીલુ એ ચીસ પાડી !
હું ઉભો થઈ ગયો !
મીરા પણ કઈ સમજીના શકી.
નીલુની આંખમાંથી પાણી નીકળી ગયું.!
"બેટા નીલ શું થયું?"
નીલુને હવે અમારા ઉપર વિશ્વાશ બેઠતો જતો હતો.
તેને પોતાનો શર્ટ ઉતારી અમને બતાવ્યું.તેની પીઠ અને બાવડાં ઉપર લાલ લાલ સોળ !
કોઈએ માર્યો હોય તેવું લાગતું હતું.
મીરાની આંખમાં પાણી આવી ગયાં !
"બેટા.! આટલું બધું કોણે માર્યું ?"
નીલુ બોલ્યો, "પપ્પાએ"
હું ધીરે ધીરે બધું સમજી ગયો હતો.આ બાળકનો ઘર પ્રત્યેનો અણગમો અને ભાગી જવાનું કારણ !
મીરાએ કહ્યું કે પહેલા તું મેગી ખાઈ લે પછી તને પાવડર લગાવી દઈશ.
પાવડર લગાવતા લગાવતા નીલુ પાસેથી ખબર પડી કે અતિશય હોમ વર્ક અને ઘરમાં ભણવાને બદલે રમવામાં વધારે ધ્યાન આપતો હોવાથી *મા બાપની મહત્વકાંક્ષા અને ઘેલછાનું આ છ વર્ષનું બાળક શિકાર બની ગયું હોય તેવું લાગતું હતું.*
મીરાનો હાથ બાળક ઉપર જેમજેમ ફરતો ગયો તેમ તેમ માનસિક અને શારિરીક થાકેલા બાળકનો થાક ઉતરતો ગયો અને નીલુ શાંતિ થી સુઈ ગયો.
મીરા બોલી કે કોણ આવા નિર્દય મા બાપ હશે ?
બાળકોને આવી રીતે ભણાવાતા હશે?આવા નિર્દોષ બાળક ઉપર હાથ ઉપાડી તેઓ ને શું આનંદ મળતો હશે?
મીરાએ કહ્યું કે તને ખબર છે ને આપણો નિલય નાનો હતો ત્યારે તે તેના ઉપર હાથ ઉપાડ્યો હતો.નિલય પ્રતિકાર કર્યા વગર રડતો હતો ત્યારે નિલયના દાદી તને ખુબ જ  વઢયા હતા.
"જે બાળક તારો પ્રતિકાર નથી કરી  શકતો તેના ઉપર તું હાથ ઉપાડી તું શું સાબિત કરવા માંગે છે?તારી શક્તિનું પ્રદર્શન સમકક્ષ વ્યક્તિ સાથે કર !"
વાત તો નિલયના દાદીની સાચી હતી.તરત જ એ જ ઘડીએ તેને નિર્ણય લીધો હતો કે આજ પછી હું મારા સંતાન ઉપર કદી હાથ નહીં ઉપાડું !
ઘરનું ડિસિપ્લિન અને ભયમુક્ત વાતવરણથી સેલ્ફ ડેવલપિંગ અને સેલ્ફ ડિસિપ્લિન નિલયમા જાતે આવી ગયું અને એટલે આજે આપણો નિલય આર્મીમાં ટોપ પોસ્ટ ઉપર પોંહચી ગયો.
અમે વાત કરતા હતા ત્યાં ડોર બેલ વાગ્યો અને બારણું ખોલ્યું તો ગાર્ડનનો ચોકીદાર પોલીસ અને સાથે દંપતી !
હું સમજી ગયો કે  છોકરાનાં મા બાપ આવી ગયા !
મેં બધા ને આવકાર્યા અને બધી હકીકત જણાવી. કહ્યું કે તમારો નીલુ સલામત છે.ચિંતા ના કરો.અત્યારે નીલુ ખુબજ થાકેલ છે.સુતો છે.જગાડો નહીં તો સારું..મીરા બોલી.
પણ નીલુ મા ની જીદ હતી તેથી તેને બેડ રૂમમાં લઈ ગયા.શર્ટ કાઢી ને સુતેલ નીલુને જોઈ હું બોલ્યો કે  ઘરેથી ભાગવાનું કારણ તમને દેખાય છે? આ તમારું ભણાવા પાછળનું પાગલપને એક નિર્દોષ પંખીનું જીવવાનું હરામ કરી દીધુ છે.શું મેળવી લીધું તમે આને મારી ને?
સમાજ સાથે હરીફાઈમાં ના ઉતારો.થોડું ભાગ્ય પર પણ છોડો.કોઈ દિવસ તમારી વધારે મહત્વકાંક્ષાને કારણે હાથમાંથી સંતાન જતું રહશે !
નીલુ ની મા દોડી નીલુ ને ભેટવા.નીલુ જાગી ગયો હતો.
એક અદભુત દ્રશ્ય !
તેના પપ્પા મમ્મીને જોઈ નીલુ પલંગ ઉપર થી કૂદકો મારી મીરા પાસે જતો રહ્યો.
" મારે ઘરે નથી જવું,મારે ઘરે નથી જવું !"
પોલીસ ઇન્સ્પેક્ટર બધું શાંતિથી જોઈ રહ્યાં !
મારા ખભે હાથ મૂકી બોલ્યાં કે  ધન્ય છે તમને લોકોને અને નીલુના માતા પિતા સામે જોઈ બોલ્યા કે ધિક્કાર છે તમારા જેવા મા બાપ માટે !
પ્રેમની ભાષા સમજી નથી શકતા?અમે પણ બાળ ગુનેગારને આવી રીતે નથી મારતા ! તમારી મહત્વકાંક્ષા ઉપર લિમિટ રાખો ! બધા ડૉક્ટર કે એન્જીનિઅર નથી બનતા !
આજે તો તમારું બાળક એક સજ્જનના ઘરમાંથી મળેલ છે પણ ભવિષ્યમાં ધ્યાન નહીં રાખો તો આ બાળક મોટો થઈ પંખે લટકતો મળશે !
મારી સામે જોઈ પોલિસ ઇન્સ્પેક્ટર બોલ્યા કે માફ કરજો ભાઈ પણ અમારી ડ્યૂટી જ લોકો ને શંકાથી જોવાની હોય છે.હું પણ તમારા ઘરે શંકા કરીને જ આવ્યો હતો.આજે હું પણ પ્રેમની ભાષા શીખી ને જાવ છું.
મારે જતાં જતાં નીલુના પાપા ને કહેવું  પડ્યું કે માફ કરજો ભાઈ સંતાન તમારું છે અને મને સલાહ દેવાનો કોઈ અધિકાર નથી
છતાં પણ કહું  છું કે ભગવાને દરેક લોકોને બુદ્ધિનું  લેવલ અલગ અલગ આપેલ છે.સારામાં સારી સ્કુલ, મોંઘામાં મોંઘા ટ્યુશન અને ઘરમાં માર જુડ કરવાથી કોઈ  તેજસ્વી બનતું નથી ! ડૉ.અબ્દુલ કલામએ સાચું જ કહ્યું છે ને કે
" પહેલી બેન્ચ ઉપર બેસનાર હોંશિયાર ત્યાં જ સુધી છે જ્યાં સુધી છેલ્લી બેન્ચવાળો હરીફાઈમાં નથી ઉતરતો ! "
આ ફોટો જુઓ ! મારા પુત્ર આર્મીમાં કર્નલ છે.
કદી  60 % થી 65% ઉપર માર્ક્સ નથી લાવ્યો.એકલા ટકા કામ નથી આવતા.તમારો પ્રેમ હૂંફ, સમજ, ધીરજ અને ગાઈડન્સ તમારા બાળક ને ટોપ ઉપર પોંહચાડે છે.બાકી મારા પત્ની ટીચર છે અને નીલુ ને અમારે ત્યાં મોકલતા રહેશો તો આનંદ થશે.
બહુ મીઠડો છે તમારો નીલુ સંભાળી ને રાખજો !!

મહત્વાકાંક્ષાના વૃક્ષ પર માત્ર ને માત્ર નિરાશારૂપી ફળ જ પાકે છે.જે જોઈ તો શકાય છે પણ ખાઈ શકવાની ક્ષમતા બધામાં નથી હોતી.

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર