તોપનું લાયસંસ

               



                 "મેં" તોપના લાયસંસ માટે કલેકટરમાં અરજી કરી, કલેકટરના હાથમાં અરજી આવતા તે ચોકી ગયા કારણ કે આજ દિવસ સુધીમાં તોપના લાયસંસની માંગણી કરતી અરજી તેની પાસે આવી નહોતી. તેમને અરજીમાં શેરો માર્યો” મને રૂબરુ બોલાવ્યો”
કલેકટર –  તમે આ તોપના લાયસંસની અરજી કરી છે?
મેં કહ્યું – હા સાહેબ..
કલેકટર – તમારે તોપને શું કરવી છે?
મેં કહ્યું- સાહેબ સાવ સાચી વાત કરૂ ...

આ પહેલા મેં બેંકમાં એક લાખની લોન લેવા માટે માંગણી મુકેલી તો દસ હજાર જ મંજુર થયા,

બે વર્ષ પહેલા અતિવ્રષ્ટી થવાને કારણે મારો ઉભો મોલ બધો જ ધોવાઇ ગયો, બે લાખના નુકશાનની સામે સરકારે વળતર પેટે માત્ર ૨૦ હજાર મંજુર કર્યા,
ગયા વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ હતી તો કુવો ખોદવા દોઢ લાખની માંગણી મુકી તો ત્રીસ હજાર મંજુર કર્યા.
સાહેબ આ ઉપરથી હું સમજી ગયો કે જરૂર કરતાં ચાર ગણુ માંગવુ ...સાહેબ મારે તો વાંદરા 🐒ભગાડવા માટે એક પિસ્તોલની જરૂર હતી એટલે મને થયું કે જો હું પિસ્તોલની માંગણી મુકીશ તો મને ગીલોલનું લાયસંસ આપીને કાઢી મુકશે એટલે મેં આ વખતે તોપનું લાઇસંસ માંગ્યું જેથી કાપી કાપીને પિસ્તોલનું તો આપે...🔫🔫🔫

# અશોક સર..... 

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર