Posts

શ્રી ગણેશ

Image
શ્રી ગણેશ.... ગણપતિ દાદા પ્રત્યક્ષ રૂપે અક્ષર મુકત શ્રી ગોપાળાનંદ સ્વામી ના હાથે લાડુ જમ્યા હતા. તે પ્રસાદીનું ભોલેશ્વેરનું મંદિર ટોરડા ગામ જ્યાં ગણપતિ દાદા પ્રત્યક્ષ રૂપે ખુશાલ ભટ્ટના હાથે લાડુ જમ્યા હતા. તે પ્રસાદીનું ભોલેશ્વેરનું મંદિર ટોરડા ગામમાં બૂઢેલી નદીના કિનારે આવેલ છે. જેનું બીજુ નામ શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીનું મંદિર પણ છે.           એકવાર ભાદરવા સુદ ચોથનાં રોજ નાના ખુશાલ ભટ્ટ પાંચ લાડુનો પ્રસાદ બનાવીને આ મંદિરમાં ભગવાનને ધરાવવા આવેલ ત્યારે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ગણપતિ દાદાએ બે લાડુ પોતાની સૂંઢથી લઈને માતા પાર્વતીજીને આપ્યા અને બે લાડું ભગવાન સદાશિવજીને આપ્યા અને એક લાડુ નંદીશ્વેરને આપ્યો, પાંચે લાડુ પુરા થઈ ગયા એટલે પોતાના માટે બીજા લાડુની માંગણી કરી અને ખુશાલ ભટ્ટ બીજા લાડું ઘરે જઈને બનાવી લાવ્યા અને પોતાનાં હાથે ગણપતિ દાદાને જમાડવા લાગ્યાં અને પ્રત્યક્ષ ગણપતિ દાદા લાડું જમવા લાગ્યાં. એ વાત ખુશાલ ભટ્ટની જોડે આવેલ તેમના મિત્ર કુબેર સોનીએ માતા જીવીબાને ઘરે જઈને કરી ત્યારે ગામમાં બધાને આ વાતની ખબર પડી.        તે પ્રસાદી...

માણસ જેવું ના થાય

Image
ટૂકું ને ટચ..... માણસ સિંહ નો શિકાર કરવા નીકળ્યો, સિંહ પર ગોળી છોડી, સિંહ બચી ગયો અને માણસની પાછળ થયો ત્યાં માણસ વૃક્ષ પર ચડી ગયો, વૃક્ષ પર વાનર હતો સિંહે વાનરને કહ્યું માણસ  મારો શિકાર કરવા આવ્યો હતો તું એને નીચે નાખ વાનર કહે હશે જવા ..દ્યો.... ને ..       થોડીવારમાં વાનરને જોકું આવ્યું તો સિંહે માણસને કહ્યું કે તું વાનરને નીચે નાખ તો તને છોડી દઈશ , માણસે તરત જ વાનરને ધકો માર્યો પણ વાનર વચ્ચે ડાળી પકડી લીધી પછી સિંહે વાનરને કહ્યું જોયું માણસનો ભરોસો ના કરાય હવે નાખ એને નીચે.      વાનર બોલ્યો જવાદ્યોને “ ઇતો માણસ છે આપણે એના જેવું થોડું થવાય “ # પાસવર્ડ એજ્યુકેશન અશોક સર..... ✍

દિકરી

Image
“મોગરાની મહેંક,ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે.” દીકરી બાપની આંખ છે, દીકરી માની પાંખ છે, …. બેટી બચાવો, બેટી પઢાવો….. દીકરો બાપનું રૂપ છે, દીકરી માનું સ્વરૂપ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..! નદી જેવી નદીને પણ દીકરી થઈ ભમવું પડે, પર્વત જેવા બાપને પણ દીકરીના સાસરે નમવું પડે, …. બેટી બચાવો, બેટી પઢાવો…..! દીકરો બાપનો શ્વાસ છે, દીકરી માનો વિશ્વાસ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..! દીકરો બાપનો હાથ છે, દીકરી માનું હૈયુ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..! દીકરો બાપની લાકડી છે, દીકરી બાપની લાડકી છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..! દીકરો બાપનો દિપક છે, દીકરી માની રોશની છે. # પાસવર્ડ એજ્યુકેશન  .. 

અબ્રાહમ લિંકનનો પત્ર

Image
માનનીય શિક્ષકશ્રી, આજે મારા પુત્રનો શાળામાં પહેલો દિવસ છે. થોડા સમય માટે તો એને બધું નવું અને અજાણ્યું લાગશે. હું ઇચ્છું કે તમે તેના પ્રત્યે મૃદુતા દાખવશો. આ એક એવું સાહસ છે જે તેને ખંડો ઓળંગાવી શકે. એ બધાં સાહસોમાં યુદ્ધો, દુર્ઘટનાઓ અને હતાશાઓનો સમાવેશ થઈ જાય છે. તેને તેનું જીવન જીવવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમતની જરૂર પડતી રહેવાની. એટલે, મારા વહાલા શિક્ષક, તમે એનો હાથ ઝાલીને એને એ બધું શીખવજો જે એણે શીખવાનું હોય… પણ બની શકે તો એને એ બધું ધીરજથી શીખવજો. એને શીખવજો કે દરેક દુશ્મન સામે એક મિત્ર હોય છે. તેણે એ જાણવું પડશે કે બધા માણસો સાચા અને ન્યાયી નથી હોતા.  પરંતુ સાથેસાથે એને એ પણ જણાવજો કે દરેક કુટિલ માણસની સામે એક આદર્શવાદી વ્યક્તિ હોય જ છે, અને દરેક સ્વાર્થી રાજકારણીની સામે એક સમર્પિત નેતા હોય જ છે. સમય લાગશે એની મને જાણ છે, છતાં જો સમજાવી શકો તો બાળકને સમજાવજો કે ક્યાંકથી મળેલા પાંચ રૂપિયા કરતાં પોતે કમાયેલા એક રૂપિયાની કિંમત ઘણી વધુ હોય છે. એને હાર સ્વીકારવાનું શીખવજો અને જીતને માણવાનું પણ શીખવજો....

Best Job

Image
હાઇ સેલરીવાળી જોબ ઇચ્છો છો તો 12માં પછી પસંદ કરો આમાંથી કોઇ 1 કોર્સ...... અહી ક્લિક કરો...... ⬇️⬇️⬇️⬇️ https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-engineering-and-technology-courses-after-12th-for-high-salary-jobs-gujarati-news-5884032-NOR.html

સાચી મિલકત

Image
એક  દિવસ એક ભાઈ ઘરે આવ્યો. એમણે એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન. કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણય ને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે. દીકરા અને વહુને રૂમ માં બોલાવીને આ પત્ર આપી દીધો. ઘરમાં દીકરો અને વહુ હતા ત્રીજી વ્યકતિ દીકરી હતી. અને રૂમ માંથી પોતે બહાર નીકળી ગયા. પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો, અને થોડું ઘણું અમારા ઘડપણ માટે અવશ્ય રાખજો. કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ ના લંબાવવો પડે એ ધ્યાન રાખજો. બાકીની તમામ મિલકત તમે તણેય સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે અમને બેય ને માન્ય છે. હા એક ખાસ વાત તમારી બાને આ વાતની જાણ નથી. એ  ભાઈ અને પત્ની બહાર બેસી સંતાનોના નિર્ણય ની રાહ જોતા બેસી રહ્યા. પત્ની એટલું જ બોલ્યા કે મને મારા બાળકો, પ્રત્યે તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર પૂરો  ભરોસો છે. એ  ભાઈ બોલ્યા, જોઈએ તારા સંસ્કાર શું કહે છે ? આ બાજુ ત્રણે જણા પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા. બે સ્ત્રી એ જે વિચાર્યું તે આશ્ચર્ય જનક હતું. એક સ્ત્રી જે ...

છેલ્લી ક્ષણ

Image
આજે સવારે.....વહેલા ઓફિસ જઈ પહેલું... કામ રાજીનામું લખી...ને મારા સાહેબ ના ટેબલ  ઉપર મૂકી દીધું..... અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહયો... હોસ્પિટલ પહોંચી..સાહેબ..ને ફોન કરી ફક્ત એટલું કીધું...આજે હું ઓફિસે નહીં આવી શકું.... સાહેબ ની આદત મુજબ..બોલ્યા ભાવેશ...હમણાં.. હમણાં...તારી ..રજાઓ બહુ પડે છે....કામ મા ધ્યાન નથી...આવું લાંબુ કેમ ચાલસે ? મે ફક્ત એટલું જ કીધું.. સાહેબ..તમારા ઉપર છોડી દઉં છું....તમે તમારી રીતે સાચા છો.. તમારો આખરી નિર્ણય મને માન્ય છે...કહી મોબાઈલ મે કટ કર્યો... મારી પત્ની કહે...કોણ હતું... સાહેબ...મેં કીધું આ તું જોવે છે..રોજ..રોજ મમ્મી ની તબિયત બગડતી જાય છે...ડૉક્ટર એ હાથ અધ્ધર કરી દીધા છે...મારા થી તો હાથ અધ્ધર ના થાય... પથારી ઉપર સુતેલ લાચાર અસહાય માઁ મારી સામે જોઈ... ધીરે.. ધીરે બોલે છે... ઓફિસે જા.. બેટા..અહીં કહી કામ નથી... પણ તેની લાચાર આંખ કહી રહી હતી..બેટા અહીં બેસ....સારૂ લાગે છે.. મેં કીધું...માઁ..હું...અહીં છું... તું ઓફિસ ની ચિન્તા ના કર... માથે હાથ ફેરવી હું બોલ્યો..... બચપન માં તે બહુ માથે હાથ ફેરવ્યો છે...હવે મારો વારો આવ્યો છે....