ઓફ લાઈન માં

મેં મારા દરેક વિદ્યાર્થીઓ સાથે અલક મલકની વાતો કરી ને પછી દરેકને કેવી  ''માં'' પસંદ છે.
તે નિબંધ લખવા માટે આપ્યો.

દરેકે પોત પોતાની માતાના વખાણ લખ્યા હતા.
મિતેશના લખાણનું હેડીંગ હતું.

''ઓફ લાઈન માં''

મારે માં જોઈએ છે પણ ઓફ લાઈન.

મારે અભણ માં જોઈએ છે જેને મોબાઈલ વાપરતા
નહીં આવડે તો ચાલશે પણ મારી સાથે દરેક જગ્યાએ જવા માટે સમય હોય.

મારે જીન્સ અને ટીર્શટ પહેરે તેવી માં નહીં પણ છોટુના મમ્મી જેવી સાડી પહેરતી માં જોઈએ છે.

જેના ખોળામાં માથું રાખીને હું છોટુની જેમ સુઈ શકું.

મારે માં તો જોઈએ છે પણ ઓફ લાઈન જેને
મારા માટે સમય તેના મોબાઈલ કરતાં વધારે હોય
પપ્પા માટે વધારે હોય,

જો ઓફ લાઈન માં હશે તો પપ્પા સાથે ઝગડો નહિ થાય.

મને સાંજે સુતી વખતે વીડીયો ગેમ્સની બદલે વાર્તા સંભળાવીને સુવરાવશે.
ઓન લાઈન પીઝા નહિ મંગાવે.
મને અને બાને સમયસર રસોઈ કરીને જમાડશે.

બસ મારે તો એક ઓફ લાઈન માં જોઈએ.

આટલું વાંચતા મોનીટરના હીંબકા પુરા કલાસમાં
સંભળાય રહયા હતાં.

દરેક વિદ્યાર્થીની આંખોમાં ગંગા જમુના વહેતી હતી.
બસ મારે તો ''ઓફ લાઈન માં'' જ જોઇએ....
- અશોક સર.....

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર