ગરીબ મા

એક માં હતી. સાવ ગરીબ. ઝૂંપડામાં રહે. ઠંડીની એક રાતે દીકરાને ટાઢથી બચાવવા માએ પહેલાં ઘાસ પાથર્યું અને તેના પર કાગળનો ઢગલો કરીને દીકરાને સુવડાવ્યો. દીકરો બોલયો, મા... એ લોકોનું શું થતું હશે જેની પાસે ઘાસ અને કાગળ પણ નહીં હોય?  મા એ કહ્યું, ભગવાનને પ્રાર્થના કર કે એવા લોકોને ઘાસ અને કાગળ મળી રહે. માએ મનમાં કહ્યું કે, બેટા,  હું તો  મારી જાતને કોસતી હતી કે મારી પાસે પાથરવા-ઓઢવાનું કંઇ નથી.  તારા વિચારોએ મને તો સુખી કરી દીધી.
#અશોક સર...... (ચિંતનને અજવાળે માંથી) 

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર