એક વિચાર


- એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય છે,

પણ એક માચિસની સળીથી લાખો વૃક્ષ પણ સળગી જાય છે.


ભગવાને મારી અને તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે.

માનવી ફક્ત ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરે છે -

મારું નામ ઊંચું થાય.
મારા કપડા સારા હોય.
મારું મકાન સુંદર હોય.

પરંતુ, માણસ જયારે મરે છે ત્યારે ભગવાન તેની આ ત્રણેય વસ્તુ

સૌથી પહેલા બદલી નાખે છે.

નામ - (સ્વર્ગીય)
કપડા - (કફન)
મકાન - (સ્મશાન)
જીવનનું કડવું સત્ય, જેને આપણે સમજવા જ નથી માંગતા...

આ સરસ પંક્તિ જે પણ મહાન પુરુષે લખી છે

તેણે શું સુંદર લાઈન લખી છે.


એક પથ્થર ફક્ત એક જ વાર મંદિર જાય છે અને ભગવાન બની જાય છે...

જયારે

માનવી દરરોજ મંદિર જાય છે તો પણ પથ્થર જ રહે છે....

સુંદર લાઈન



એક મહિલા પુત્રને જન્મ આપવા માટે પોતાની સુંદરતાનો ત્યાગ કરે છે....

અને

તે જ પુત્ર એક સુંદર પત્ની માટે પોતાની માતા નો ત્યાગ કરે છે....


લાઈફમાં આપણને બધી જગ્યાએ
"સક્સેસ (જીત)" જોઈએ છે.

ફક્ત ફૂલ વાળાની દુકાન એવી છે

જ્યાં આપણે કહીએ છીએ કે

"હાર" આપજો...

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર