જ્યોર્જ વોશીન્ગટન

ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક દિવસ એક ઘોડેસવારે થોડા સૈનિકોને ખૂબ જ વજનદાર લાકડાનું થડ ઊંચકવાની કોશિશ કરતા જોયા. જ્યારે સૈનિકો થડ ઊંચકવા માટે સંઘર્ષ કરતા હતા ત્યારે તે ટુકડીનો મેજર તેમને મદદ કરવાને બદલે બાજુમાં આરામથી ઊભો હતો. ઘોડેસવારે તે મેજરને પૂછ્યું, “જ્યારે સૈનિકોને મદદની જરૂર છે ત્યારે તમે શામાટે મદદ નથી કરતા?” મેજરે તોછડાઈથી જવાબ આપ્યો, “હું મેજર છું, મારે આદેશ આપવાનો હોય કામ ન કરવાનું હોય.” આ સાંભળીને ઘોડેસવાર ઘોડા પરથી નીચે ઊતર્યો, સૈનિકો પાસે ગયો અને તેમને થડ ઊંચકવામાં મદદ કરી.
ઘોડેસવાર ચુપચાપ ઘોડા પર બેસીને મેજર પાસે ગયો અને બોલ્યો, “બીજીવાર તમારા સૈનિકોને મદદની જરૂરત હોય ત્યારે સેનાપતિને બોલાવી લેજો.” તેમના ગયા પછી તે મેજર અને સૈનિકોને ખબર પડી કે તેમને મદદ કરનાર ઘોડેસવાર બીજું કોઈ નહીં પણ જ્યોર્જ વોશીન્ગટન હતા.
george washington
સફળતા અને વિનમ્રતા રથના બે પૈડાં જેવા છે. તે હંમેશાં સાથે જ ચાલે છે. સાદગી અને વિનમ્રતા મહાનતાના બે પ્રમાણ ચિન્હ છે.
અશોક સર..... 

Comments

Popular posts from this blog

સામાન્ય જ્ઞાન

સમજો તો સારું......

અબ્રાહમ લિંકનનો પત્ર