તિલક

85 કરોડથી વધુ હિન્દુ જનસંખ્યા ધરાવતા આપણાં દેશમાં મોટા ભાગના હિન્દુઓનાં કપાળ કોરી તાવડી જેવા થઇ ગયા છે. તેમાંય ચાંદલો કરવાથી શરમ અનુભવતી બહેન દિકરીઓને જોઇને તો બહુજ દુખ થાય છે. અને લાખો હિંદુઓ વૈષ્ણવ, શૈવ, સ્વામિનારાયણ વગેરે સંપ્રદાયની તિલક પરંપરા ને અનુસરે છે એની આપણાં જ હિન્દુઓ ઠેકડી ઉડાડે છે.

જ્યારે આશરે 20 કરોડ જેટલી જનસંખ્યા ધરાવતો મુસ્લિમ સમાજનાં પુરુષો માથે જાળીવાળી ટોપી પહેરે છે, ખ્રિસ્તી લોકો ગળામાં ક્રોસ પહેરે છે, એટલે કે દરેક સંપ્રદાય પોત પોતાની પરંપરા ને અનુસરે છે પણ ક્યારેય મુસ્લિમ ને ટોપીનો વિરોધ કે મશકરી કરતાં જોયા!?? ક્યારેય ખ્રિસ્તી ને ક્રોસ નો વિરોધ કે મશકરી કરતાં જોયાં!?

હિન્દુઓ જ તિલક કરતાં હિન્દુઓની મશ્કરી કરે છે એ દુઃખની વાત છે.

પોતે હિન્દુ હોવા છતાં તિલક નથી કરતાં એ એની વ્યક્તિગત બાબત છે, પણ અન્ય હિન્દુ તિલક કરે એની મશ્કરી શું કામ કરવી જોઈએ!??

હું તો કહું પોતાને હિન્દુ બતાવનાર દરેકે પોતાને ગમે એવું તિલક કરવું જ જોઈએ, કારણ કે તિલક પરંપરાનો ઇતિહાસ 10000 વર્ષ જુનો છે. વેદ-ઉપનિષદ, રામાયણ-મહાભારત અને પુરાણોમાં પણ ઉલ્લેખ મળે છે.

3700 વર્ષ પહેલાં ની હડપ્પા અને મોહેંજો દડો ની મૂર્તિઓ પણ આ તિલક પરંપરાની ગવાહી આપે છે.

તો હિન્દુઓ જ  હિન્દુ ધર્મની પરંપરાને ધુત્કારી રહ્યા છે એ કેટલું શરમજનક છે!!

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર