ભૂલ

વર્ગખંડ માં શાળા નાં ટીચરે બોર્ડ પર લખાણ લખ્યું.


૯ × ૦૧ = ૦૯
૯ × ૦૨ = ૧૮
૯ × ૦૩ = ૨૭
૯ × ૦૪ = ૩૬
૯ × ૦૫ = ૪૫
૯ × ૦૬ = ૫૪
૯ × ૦૭ = ૬૩
૯ × ૦૮ = ૭૨
૯ × ૦૯ = ૮૧
૯ × ૧૦ = *૮૯*

આ લખાણ જોયા બાદ વર્ગ નાં વિદ્યાર્થીઓ શિક્ષક પર *હસવા લાગ્યા* કારણ કે છેલ્લી લીટી માં ભુલ હતી

પછી શિક્ષકે કહ્યુ " મેં છેલ્લી લીટી કોઈ હેતુસર ખોટી  લખી છે. કારણ કે હુ તમને કંઇક મહત્વની વાત સમજાવા ઇચ્છું છું.

દુનિયા તમારી સાથે આવોજ વ્યવહાર કરશે. તમે બોર્ડ પર જોઇ શકો છો કે મેં નવ વખત સાચું લખ્યું તમારાંમાંથી કોઈ એ મારા વખાણ ન કર્યા પરન્તુ મારી *એક ભુલ ને કારણે તમે બધાં હસવા લાગ્યા*, મારી ટીકા પણ થઇ. એટલે તમને બધાને મારી એકજ સલાહ છે " દુનિયા ક્યારેય પણ તમારા લાખો સારા કામને બિરદાવસે નહીં પરંતું તમારી *એક નાનકડી ભુલ* ની ટીકા જરુર કરશે આ જીવનનું સત્ય છે.

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર