છટકબારી

"હેલ્લો, ફર્નિચર માર્ટ.. અમારે બારીઓ જોઈએ છે."

"મળી જશે શેઠ. બોલો, કેટલી જોઈએ છે ??"

"50-100 જેટલી હોય તેટલી. પણ તાત્કાલિક જોઈએ છે."

"મળી જશે, શેઠ. સાંજ સુધી પહોંચી જશે."

"બોલો, કઈ બારીઓ જોઈએ છે..?"

"છટકબારીઓ જોઈએ છે. જીએસટી માટે જોઈએ છે."

"સોરી, સાહેબ, જીએસટી માટે અમારી પાસે એક પણ છટકબારી નથી. "

"બીજે ક્યાં મળશે??"

"સાહેબ, ક્યાંય નહીં મળે. જીએસટી માટે એક પણ છટકબારી નથી. એક વાત કહું સાહેબ?"

"બોલોને.."

"આજ સુધી છટકબારીથી ઘણું ચલાવ્યું. હવે એના વગર ધંધો કરોને. વેપાર-ધંધામાં ખોટું કરવું જ પડે એ માનસિકતામાંથી ક્યારેક તો બહાર આવવું જ પડશે ને!!"

"તમારી વાત વિચારવા જેવી તો લાગે છે હોં.. "

"સાહેબ જે દિવસે ભારતમાં તમામ ક્ષેત્રમાંથી બધી છટકબારીઓ દૂર થશે ત્યારે જ વિકાસનું પ્રવેશદ્વાર ખૂલશે. "

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર